રસાયણશાસ્ત્ર
ઑસ્મિયમ
ઑસ્મિયમ : આવર્તક કોષ્ટકના VIIIમા (પ્લૅટિનમ) સમૂહનું સૌથી વધુ ઘનતા ધરાવતું રાસાયણિક ધાતુતત્વ. સંજ્ઞા Os. અંગ્રેજ રસાયણજ્ઞ સ્મિથસન ટેનન્ટે 1904માં પ્લૅટિનમની ખનિજના અમ્લરાજમાં અદ્રાવ્ય અવશેષમાંથી ઇરિડિયમની સાથે ઑસ્મિયમ સૌપ્રથમ મેળવ્યું હતું. પ્રાપ્તિ : ઑસ્મિયમ એ વિરલ ધાતુ છે. પૃથ્વીના પોપડામાં તેનું પ્રમાણ 10–7% જેટલું છે. તે સિસેસ્કૉઇટ (80 % Os),…
વધુ વાંચો >ઑસ્વાલ્ડ, ફ્રેડરિક વિલ્હેલ્મ
ઑસ્વાલ્ડ, ફ્રેડરિક વિલ્હેલ્મ (જ. 2 સપ્ટેમ્બર 1853, રિગા, લેટવિયા પ્રજાસત્તાક; અ. 4 એપ્રિલ 1932, લિપઝિગ પાસે, જર્મની) : ભૌતિક રસાયણશાસ્ત્રને એક અલગ શાખા તરીકે વિકસાવવામાં નિર્ણાયક પ્રદાન કરનાર 1909ના નોબેલ પારિતોષિક-વિજેતા વિજ્ઞાની. તેમને નાનપણથી જ રાસાયણિક પ્રયોગો કરવાનો શોખ હતો. 1878માં લેટવિયાની ઉત્તરે આવેલ રાજ્યની ડોરપટ યુનિવર્સિટી(હવે તાર્તુ સ્ટેટ યુનિવર્સિટી)માંથી…
વધુ વાંચો >ઔદ્યોગિક કાર્બન
ઔદ્યોગિક કાર્બન : ઉદ્યોગમાં વપરાતા કાર્બનનાં વિવિધ અપરરૂપો (allotropes). કાજળ (મેશ, lampblack), કાર્બન બ્લૅક, સક્રિયત (activated) કાર્બન વગેરે કાર્બનનાં અસ્ફટિકમય સ્વરૂપો છે. ગ્રૅફાઇટ અને હીરો સ્ફટિકમય અપરૂપનાં બે ભિન્ન સ્વરૂપો છે. રાસાયણિક રીતે કાર્બન નિષ્ક્રિય છે અને સામાન્ય દબાણે પીગળતો નથી. કેટલાક ઔદ્યોગિક ઉપયોગો કાર્બનની નિષ્ક્રિયતા ઉપર આધારિત છે. અસ્ફટિકમય…
વધુ વાંચો >ઔદ્યોગિક વાયુઓ
ઔદ્યોગિક વાયુઓ : ઉદ્યોગોમાં શુદ્ધ સ્વરૂપે મોટા જથ્થામાં ઉપયોગમાં લેવાતા વાયુઓ. ઘણીવાર તેઓ પ્રવાહી અથવા નિમ્નતાપિકી (cryogenic) પ્રવાહી તરીકે પણ વપરાય છે. આવા વાયુઓમાં કાર્બન ડાયૉક્સાઇડ (CO2), હાઇડ્રોજન (H2), નાઇટ્રોજન (N2), ઑક્સિજન (O2), ઉમદા (noble) વાયુઓ (હીલિયમ He, આર્ગોન Ar, નીઑન Ne, ક્રિપ્ટૉન Kr અને ઝીનૉન Xe), એસેટિલીન (C2H2), નાઇટ્રસ…
વધુ વાંચો >કક્ષક-સંકરણ
કક્ષક-સંકરણ : રાસાયણિક સહસંયોજક બંધ (covalent bond) બનવા પૂર્વે ઊર્જાનો થોડો તફાવત ધરાવતી પરમાણુ-કક્ષકોનું સંમિશ્રણ થતાં, એકસરખી ઊર્જા ધરાવતી તેટલી જ સંખ્યાની નવી કક્ષકો બનવાની પરિકલ્પના. પરમાણુઓની કક્ષકો વચ્ચે સંમિશ્રણ અથવા અતિવ્યાપન (over-lapping) થવાથી તેમની વચ્ચે બંધ બને છે અને પરિણામે સહસંયોજક અણુઓ રચાય છે. આ બંધની તાકાત કક્ષકો વચ્ચેના…
વધુ વાંચો >કઠિન પાણી : જુઓ પાણી
કઠિન પાણી : જુઓ પાણી.
વધુ વાંચો >કદમાપક પૃથક્કરણ : જુઓ અનુમાપન
કદમાપક પૃથક્કરણ : જુઓ અનુમાપન.
વધુ વાંચો >કપૂર (રસાયણ)
કપૂર (camphor) (રસાયણ) : સંતૃપ્ત ટર્પિન વર્ગનું કિટોન સમૂહ ધરાવતું સ્ફટિકમય સંયોજન. અણુસૂત્ર C10H16O, ગ.બિં. 178o-179o સે. ગરમ કરતાં ઊર્ધ્વીકરણ (sublimation). તેનું બંધારણીય સૂત્ર નીચે દર્શાવ્યું છે : વિશિષ્ટ વાસ, પાણીમાં અલ્પદ્રાવ્ય પણ કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય. તાઇવાનમાં મોટા પાયે વવાતા cinnamomum camphora નામના વૃક્ષના કાષ્ઠના બાષ્પનિસ્યંદનથી તે મેળવાય છે. આ…
વધુ વાંચો >કર્લ રૉબર્ટ ફલોયડ જુનિ.
કર્લ, રૉબર્ટ ફલોયડ, જુનિ. (જ. 23 ઑગસ્ટ 1933, એલિસ, ટૅક્સાસ, યુ.એસ.; અ. 3 જુલાઈ 2022, હ્યુસ્ટન, ટૅક્સાસ, યુ. એસ.) : ફુલેરીનના સહશોધક અને 1996ના વર્ષના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા અમેરિકન રસાયણવિદ. તેમણે હ્યુસ્ટન(ટૅક્સાસ)ની રાઇસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી 1954માં બી.એ.ની પદવી મેળવી હતી. ત્યારબાદ 1957માં યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયા ઍટ બર્કલીમાંથી…
વધુ વાંચો >કવચ મૉડેલ ન્યૂક્લિયર
કવચ મૉડેલ ન્યૂક્લિયર (nuclear shell model) : ન્યૂક્લિયસની ધરા-અવસ્થાઓ(ground states)નાં ‘સ્પિન’, જુદા જુદા ન્યૂક્લિયૉન વચ્ચે થતી આંતરપ્રક્રિયા (interaction) અને ન્યૂક્લિયસની ચુંબકીય ચાકમાત્રા (magnetic moment) અંગે સમજૂતી આપતું તેમજ ન્યૂક્લિયસની ઉત્તેજિત અવસ્થાઓ (excited states) અંગે માહિતી દર્શાવતું મૉડેલ. અમેરિકામાં એમ. જી. મેયર અને જર્મનીમાં જેનસેન, સુએસ તથા હેક્સલ નામના વૈજ્ઞાનિકોએ 1949માં…
વધુ વાંચો >