રસાયણશાસ્ત્ર
ઍસિડ અને બેઝ
ઍસિડ અને બેઝ : એકબીજાથી વિરુદ્ધ પ્રકારની વર્તણૂક દર્શાવતા રાસાયણિક પદાર્થોના બે અગત્યના વર્ગો. (તેમની વચ્ચે પ્રક્રિયા થયેથી મળતા ક્ષારો રાસાયણિક પદાર્થોનો ત્રીજો અગત્યનો વર્ગ છે.) આ વર્ગના કેટલાક પદાર્થો મધ્યયુગમાં પણ જાણીતા હતા અને તેમના વિશિષ્ટ ગુણોનો સ્પષ્ટ ખ્યાલ સત્તરમી સદીના વૈજ્ઞાનિકોને પણ હતો. ઍસિડ સ્વાદે ખાટા હોય છે.…
વધુ વાંચો >ઍસિડ-આંક
ઍસિડ-આંક (acid number) : 1 ગ્રામ તેલ, ચરબી અથવા મીણના નમૂનામાં રહેલા મુક્ત ઍસિડનું તટસ્થીકરણ કરવા જરૂરી પોટૅશિયમ હાઇડ્રૉક્સાઇડનું મિ.ગ્રામમાં મૂલ્ય. તેલ, ચરબી અને મીણ જેવા પદાર્થોના પૃથક્કરણમાં ઍસિડ આંકની વ્યાખ્યા ઉપર મુજબ અપાય. તેલના સાબૂકરણ(saponification)-આંક કરતાં તે ભિન્ન છે. ઍસિડ આંક નક્કી કરવા માટે તેલ, ચરબી અથવા મીણના નમૂનાનું…
વધુ વાંચો >ઍસિડ-બેઝ અનુમાપનો
ઍસિડ-બેઝ અનુમાપનો : જુઓ અનુમાપન.
વધુ વાંચો >ઍસિડ-બેઝ ઉદ્દીપન
ઍસિડ-બેઝ ઉદ્દીપન : ઍસિડ કે બેઝ ઉમેરાતાં રાસાયણિક પ્રક્રિયાના વેગમાં થતો વધારો. આ પ્રકારની પ્રક્રિયામાં ઍસિડ-બેઝ વપરાઈ જતાં નથી. સમાંગ ઉદ્દીપનનો આ એક અગત્યનો વર્ગ ગણાય છે. 1812માં કિરશોફે મંદ ઍસિડની મદદથી સ્ટાર્ચનું ગ્લુકોઝમાં રૂપાંતરણ કર્યું હતું. 1818માં થેનાર્ડે આલ્કલીની હાજરીમાં હાઇડ્રોજન પેરૉક્સાઇડના વિઘટનનો અભ્યાસ કર્યો હતો. 1850માં વિલ્હેલ્મીએ ઍસિડની…
વધુ વાંચો >ઍસિડ-બેઝ સૂચકો
ઍસિડ-બેઝ સૂચકો (indicators) : નિર્બળ ઍસિડ કે નિર્બળ બેઝની પ્રકૃતિવાળો અને ઍસિડ અથવા બેઝના દ્રાવણમાં જુદા રંગો આપતો પદાર્થ. આ પદાર્થ સૂચક તરીકે ઉપયોગી નીવડવા માટે ઍસિડ કે બેઝમાંથી એકનો રંગ આપતો હોવો જોઈએ. વળી આ રંગ બને તેટલો ઘેરો હોય તે જરૂરી છે, જેથી દ્રાવણના pHને અસર ન કરે…
વધુ વાંચો >ઍસિડ-વર્ષા
ઍસિડ-વર્ષા (acid rain) : ઍસિડનો વરસાદ. આ વરસાદના પાણીનો pH 5.6 કરતાં ઓછો હોય છે. સલ્ફ્યુરિક ઍસિડ અને નાઇટ્રિક ઍસિડ ઍસિડ-વર્ષાના મુખ્ય બે ઘટકો છે. આ બંને ઍસિડોનો ગુણોત્તર સલ્ફર અને નાઇટ્રોજનના ઑક્સાઇડોના ઉત્સર્જનના પ્રમાણ પર આધાર રાખી બદલાતો રહે છે. આ ઑક્સાઇડો મુખ્યત્વે અશ્મી-બળતણ, ધાતુ ગાળવાનાં કારખાનાંઓ, વિદ્યુત-ઊર્જામથકો, રસ્તા…
વધુ વાંચો >ઍસિડ હેલાઇડ
ઍસિડ હેલાઇડ (acid halide) : હેલોકાર્બોનિલ સમૂહ ધરાવતાં સૂત્રવાળાં કાર્બનિક તટસ્થ સંયોજનો. (R = એલિફૅટિક/એરોમૅટિક ભાગ, X = Cl, Br, I, F). કાબૉર્ક્સિલિક ઍસિડની ફૉસ્ફરસ હેલાઇડ (PCl3, PCl5) કે થાયૉનિલ ક્લોરાઇડ (SOCl2) સાથેની પ્રક્રિયાથી -OH સમૂહનું ક્લોરાઇડ વડે પ્રતિ-સ્થાપન થતાં આ સંયોજનો મળે છે; દા.ત., ઍસિડ હેલાઇડ રંગવિહીન, તીવ્ર વાસવાળા,…
વધુ વાંચો >એસેટિક ઍસિડ (acetic acid)
એસેટિક ઍસિડ (acetic acid) : ઍલિફેટિક કાબૉર્ક્સિલિક ઍસિડ. શાસ્ત્રીય નામ ઇથેનૉઇક ઍસિડ. સૂત્ર CH3COOH; અણુભાર 60.65; રંગવિહીન, તીવ્ર (pungent), ક્ષોભક (irritating) વાસવાળું પ્રવાહી. ગ.બિં. 16.60 સે., ઉ.બિં. 1190, વિ. ઘ. 1.049; nD20 1.3718. 100 ટકા શુદ્ધ એસેટિક ઍસિડને ઠારતાં બરફ જેવો દેખાતો ઘન પદાર્થ બનતો હોઈ તેને ગ્લેસિયલ એસેટિક ઍસિડ…
વધુ વાંચો >ઍસેટિલીન (acetylene)
ઍસેટિલીન (acetylene) : ત્રિબંધયુક્ત (triple bond) અસંતૃપ્ત હાઇડ્રૉકાર્બન. સમાનધર્મી (homologus) શ્રેણી ઇથાઇનનું પ્રથમ સભ્ય. તેનું શાસ્ત્રીય નામ પણ ઇથાઇન છે. સૂત્ર CH ≡ CH; અ. ભાર 26.04; રંગવિહીન, લાક્ષણિક વાસવાળો, સળગી ઊઠે તેવો વાયુ; ગ.બિં. 820 સે.; ઉ.બિં. 840 સે.; હવા સાથે 2.3 %થી 80 % ઍસેટિલીનનું મિશ્રણ વિસ્ફોટક હોય…
વધુ વાંચો >ઍસેટોબૅક્ટર
ઍસેટોબૅક્ટર : સૃષ્ટિ : પ્રોકેરિયોટા; વર્ગ : સ્કિઝોમાયસેટેસ; શ્રેણી : સ્યૂડોમોનેડેલ્સ; કુળ : ઍસેટોબૅક્ટેરેસી; પ્રજાતિ : ઍસેટોબૅક્ટર. ઇથાઇલ આલ્કોહૉલને એસેટિક ઍસિડ(વિનેગર)માં રૂપાંતર કરનાર દંડ આકારના ગ્રામઋણી વાયુજીવી બૅક્ટેરિયા. એસેટિક ઍસિડના ઉત્પાદન સાથે સંકળાયેલા હોવાથી તે સામાન્યપણે એસેટિક ઍસિડ બૅક્ટેરિયા તરીકે ઓળખાય છે. તે શાકભાજી, ફળ, ખાટાં ફળના રસ અને વિનેગર…
વધુ વાંચો >