રવીન્દ્ર વસાવડા
ઇમ્પીરિયલ વિલા
ઇમ્પીરિયલ વિલા (1620–’50) : જાપાનમાં ક્યોટો પાસે આવેલ કાત્સુરાની કાષ્ઠશૈલીનું સ્થાપત્ય દર્શાવતી પ્રસિદ્ધ ઇમારત. જાપાનનું સ્થાપત્ય અને તેની પ્રાચીનતાનો ખ્યાલ ત્યાંનાં ઈસેનાં શિન્ટો મંદિરોમાંથી આવે છે. તે પ્રાગૈતિહાસિક કાષ્ઠસ્થાપત્યને મળતું આવે છે. ચીન અને કોરિયા દ્વારા જાપાનમાં બૌદ્ધ સંસ્કૃતિના આગમનની સાથે એશિયા ખંડમાં પ્રચલિત કાષ્ઠકલાનો પણ પાંચમી સદીથી પ્રવેશ થયો.…
વધુ વાંચો >ઇસ્ફહાનનો રાજમહેલ-અલી કાપુ
ઇસ્ફહાનનો રાજમહેલ – અલી કાપુ (સફવીદ કાલ સત્તરમી સદી પૂર્વાર્ધ) : ટીમુરિદ સમયની પહેલાંનાં મકાનોના પાયા પરથી ફરીથી બંધાયેલો રાજમહેલ. ઈરાનમાં સફવીદ સમય દરમિયાન રાજમહેલોનું આયોજન શાસ્ત્રોક્ત પદ્ધતિ પ્રમાણે એક વિશાળ બગીચાના રૂપમાં વિવિધ ઉપયોગ માટે રચાયેલાં અને ઘણુંખરું ઋતુ પ્રમાણે વપરાતાં મકાનોના સમૂહ તરીકે થતું. અલી કાપુ રાજમહેલ વિશાળ…
વધુ વાંચો >ઇસ્લામી કલા
ઇસ્લામી કલા : ઇસ્લામી પરંપરાની કળા. ઇસ્લામી ર્દશ્યકલાઓ અગાઉની કલાપરંપરા અને નવા ધર્મના સંગમનું ફળ છે. કલા પર ધર્મનો પ્રભાવ જોતાં પ્રથમ બાબત ‘મસ્જિદ’ આવે છે. ઇસ્લામ ધર્મની સ્થાપના અગાઉ પણ અરબી શબ્દ ‘મસ્જિદ’ વપરાતો અને તેનો અર્થ ‘પરમાત્મા સમક્ષ દંડવત્ પ્રણામ કરવાનું સ્થળ’ થાય છે. બંદગી માટે કેવળ જેરૂસલેમ…
વધુ વાંચો >ઈવ્ઝ્ (Eaves) – નેવાં
ઈવ્ઝ્ (Eaves) – નેવાં : ઇમારતોનાં છાપરાંની રચના કરતી વખતે દીવાલ પરના તેના આધારોને લંબાવી અને ત્યાં ઉદભવતા સાંધાને રક્ષણ આપવા માટેની રચના. ખાસ કરીને નેવાંની રચના એવી હોય છે કે તે છાપરા પરથી નીચે દડતા વરસાદના પાણીને એકત્રિત કરીને નિકાલ માટેની નીકમાં જવા દે છે. આ નીક સાથે નેવાંની…
વધુ વાંચો >ઈંટેરી સ્થાપત્ય
ઈંટેરી સ્થાપત્ય : ઈંટના ઉપયોગથી રચાયેલ સ્થાપત્ય. નદીકિનારાની સંસ્કૃતિઓમાં ઈંટના પ્રચલિત ઉપયોગને લઈને આ પ્રકારનું સ્થાપત્ય વિકસેલ. તે અત્યંત પ્રાચીન પ્રકારનું સ્થાપત્ય છે. નાઇલ, યૂફ્રેટીસ, ટાઇગ્રિસ અને સિંધુ ખીણની સંસ્કૃતિઓનાં પ્રાપ્ય ઉદાહરણો તેની પ્રાચીનતાના પુરાવા છે. કાંપ, તણખલાં અને ઘાસનો બાંધકામમાં ઉપયોગ તો લગભગ નવથી દસ હજાર વર્ષ જૂનો છે.…
વધુ વાંચો >ઉટચલ
ઉટચલ : દેવતાઓને ઝુલાવવા માટે ખાસ તૈયાર કરવામાં આવતો અલગ મંડપ. તે દક્ષિણ ભારત(તામિલનાડુ)માં મંદિરના મહત્વના અંગ તરીકે ધ્યાન ખેંચે છે. તેને ઉન્યલમંડપમ્ પણ કહે છે. રવીન્દ્ર વસાવડા
વધુ વાંચો >ઉડમ્બ્રા
ઉડમ્બ્રા : પ્રવેશદ્વારની રચનામાં નીચલું થર, જેના પર દ્વારશાખાઓનો આધાર હોય છે. આ થરના વિવિધ પ્રકાર છે. તે પૈકી અર્ધચંદ્રાકાર પ્રાકાર મંદિરના ગર્ભગૃહના પ્રવેશમાં હોય છે તે ઉડમ્બ્રા તરીકે પ્રચલિત છે. રહેવાસોનું આયોજન કરતી વખતે પ્રવેશદ્વારમાં કાષ્ઠરચના કરે છે તેમાં આ ઉડમ્બ્રાનું સ્થાન અગત્યનું ગણાય છે. રવીન્દ્ર વસાવડા
વધુ વાંચો >ઉત્તરાંગ
ઉત્તરાંગ : પ્રવેશદ્વારની રચનામાં સ્તંભો પર મૂકવામાં આવતો પટ્ટો, જેમાં ઘણી વખત કુંભ અથવા નવગ્રહ અથવા ગણેશની પ્રતિમા કંડારવામાં આવે છે. દ્વારશાખાઓની રચનાને અનુરૂપ ઉત્તરાંગની રચનાના ભાગો હોય છે. દ્વારશાખા, ઉત્તરાંગ વગેરેની રચનાની ભારતીય મંદિરસ્થાપત્યમાં વૈવિધ્યપૂર્ણ પ્રણાલી રહેલી છે. રવીન્દ્ર વસાવડા
વધુ વાંચો >ઉપપીઠ
ઉપપીઠ : મંદિરોની દીવાલનો નીચલો ભાગ જે પીઠનો એક ભાગ હોય છે. દીવાલોના થરોની રચનામાં તે સમાયેલો હોય છે. દક્ષિણનાં મંદિરોમાં આ પીઠમાં જુદા જુદા થરો હોય છે. તેને ઉબપીઠમ્ કહેવામાં આવે છે. રવીન્દ્ર વસાવડા
વધુ વાંચો >