રમતગમત

સ્ટૅધૅમ બ્રિયાન

સ્ટૅધૅમ, બ્રિયાન (જ. 17 જૂન 1930, ગૉર્ટન મૅન્ચૅસ્ટર, યુ.કે.) : આંગ્લ ક્રિકેટ ખેલાડી. 1950ના દાયકામાં તેઓ ઇંગ્લૅન્ડ માટે ખૂબ ચોકસાઈપૂર્વકના ઝડપી ગોલંદાજ બની રહ્યા તેમજ ફ્રેન્ક ટાયસન તથા ફ્રેડ ટ્રુમૅન સાથે તેમની અતિખ્યાત ભાગીદારી બની રહી. અમુક ભાગની સીઝનમાં એક વખત તેમણે લૅન્કેશાયર માટે 37 વિકેટ ઝડપી હતી. તે પછી…

વધુ વાંચો >

સ્ટ્રૂડવિક હર્બર્ટ

સ્ટ્રૂડવિક, હર્બર્ટ (જ. 28 જાન્યુઆરી 1880, મિચેમ, સરે, યુ.કે.; અ. 14 ફેબ્રુઆરી 1970, શૉરહૅમ, સસેક્સ, યુ.કે.) : જાણીતા આંગ્લ ક્રિકેટ-ખેલાડી અને તેમના જમાનાના અત્યંત ચપળ અને સર્વોત્તમ વિકેટ-કીપર. 1902માં તેમના સરે-પ્રવેશથી પ્રારંભ કરીને તેમણે વિક્રમરૂપ સંખ્યામાં વિકેટો ઝડપી. હર્બર્ટ સ્ટ્રૂડવિક તેમની પ્રથમ સમગ્ર સીઝન તેમણે ઝડપેલી 91 વિકેટ એક વિક્રમ…

વધુ વાંચો >

સ્નૂકર-1

સ્નૂકર-1 : પશ્ચિમમાં વિકસેલી દડાની એક રમત. તે બહુ ખર્ચાળ હોય છે. સ્નૂકરની રમત ખાનાવાળા બિલિયર્ડ્ઝ ટેબલ ઉપર રમાય છે. સ્નૂકરની રમતમાં કુલ 22 દડાઓનો ઉપયોગ કરાય છે. ભાગ લેનાર ખેલાડી દડાઓને ખાનામાં નાખીને ગુણ મેળવે છે. સ્નૂકરની રમત સિંગલ્સ, ડબલ્સ તેમજ ટીમો વચ્ચે પણ રમાય છે. ટેબલ : લંબાઈ…

વધુ વાંચો >

સ્નેલ પીટર

સ્નેલ, પીટર : ન્યૂઝીલૅન્ડના મહાન દોડવીર. તેઓએ 800 મીટર દોડ 1 મિનિટ અને 44.3 સેકન્ડમાં, 1,000 મીટર દોડ 2 મિનિટ અને 16.6 સેકન્ડમાં, 880 વાર દોડ 1 મિનિટ અને 45.1 સેકન્ડમાં તથા 1 માઈલની દોડ 3 મિનિટ અને 54.1 સેક્ધડમાં પૂર્ણ કરી ચાર ‘વિશ્વરેકૉર્ડ’ પ્રસ્થાપિત કર્યા હતા, જે અકલ્પ્ય સિદ્ધિ…

વધુ વાંચો >

સ્નૉ જૉન

સ્નૉ, જૉન (જ. 13 ઑક્ટોબર 1941, પોપલટન, વૉર્સ્ટશાયર, યુ.કે.) : જાણીતા આંગ્લ ક્રિકેટ-ખેલાડી અને ટોચના ઝડપી ગોલંદાજ. 1965માં તેમણે ઇંગ્લૅન્ડની ટીમમાં પ્રવેશ કર્યો. તેમની ગોલંદાજી સરળ તથા ઊંચા સ્તરની હતી અને તેમાંથી સાચી ઝડપ પ્રગટ થતી. બૅટિંગમાં ક્યારેક પૂંછડિયા ખેલાડી તરીકે તેઓ ઉપયોગી બની રહેતા; 1966માં તેમણે વેસ્ટ ઇંડિઝ સામે…

વધુ વાંચો >

સ્નૉબૉબ બેટી

સ્નૉબૉબ બેટી (જ. 1906; અ. 1988) : ઇંગ્લૅન્ડનાં મહિલા ક્રિકેટ-ખેલાડી અને ઊંચી કક્ષાનાં વિકેટકીપર. બર્ટ ઓલ્ડફીલ્ડ સાથે તેમની સરખામણી થતી હતી. 1935માં સિડની ખાતે ઇંગ્લૅન્ડ વતી ઑસ્ટ્રેલિયા સામેની 10 ટેસ્ટમાં 21 વિકેટ (13 કૅચ, 8 સ્ટમ્પિંગ) ઝડપી હતી. વળી, પ્રારંભિક (opening) ખેલાડી તરીકે તેમણે નામના મેળવી હતી. સ્નૉબૉબ બેટી  તેમાં…

વધુ વાંચો >

સ્પિનર

સ્પિનર : ક્રિકેટની રમતમાં બૉલને પોતાના હાથની આંગળીઓથી અને હથેળીથી અણધાર્યો વળાંક આપવાની ક્ષમતા ધરાવતો બૉલર. ક્રિકેટની રમતમાં બૉલિંગને ત્રણ પ્રકારમાં વહેંચવામાં આવી હોય છે : (1) ફાસ્ટ બૉલિંગ, (2) મીડિયમ ફાસ્ટ બૉલિંગ અને (3) સ્પિન બૉલિંગ. ક્રિકેટમાં વપરાતો લાલ કે સફેદ બૉલ રમતના પ્રારંભે ભારે ચળકાટ ધરાવતો હોય છે.…

વધુ વાંચો >

સ્પેસ્કી બૉરિસ વૅસિલેવિચ

સ્પેસ્કી, બૉરિસ વૅસિલેવિચ (જ. 1937, લેનિનગ્રાડ, રશિયા) : રશિયાના ચેસ-ખેલાડી અને વિશ્વ ચૅમ્પિયન (1969થી ’72). બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તે એક બાળગૃહમાં આશ્રિત તરીકે રહ્યા હતા બૉરિસ વૅસિલેવિચ સ્પેસ્કી ત્યારે તે ચેસ રમવાનું શીખ્યા હતા. 1953માં તે આ રમતના ‘ઇન્ટરનૅશનલ માસ્ટર’ બન્યા. 1955માં તે જુનિયર વિશ્વ ચૅમ્પિયન બન્યા. 1969માં તેમણે ટિગ્રાન…

વધુ વાંચો >

સ્પૉફૉર્થ ફ્રેડરિક

સ્પૉફૉર્થ, ફ્રેડરિક (જ. 9 સપ્ટેમ્બર 1853, બાલ્મેન, સિડની; અ. 4 જૂન 1926, લોંગ ડિટન, સરે, ઇંગ્લૅન્ડ) : અગ્રણી આંગ્લ ક્રિકેટ-ખેલાડી. તેમની પ્રારંભિક ટેસ્ટ મૅચોમાં તેમને તેમની ગોલંદાજી બદલ ‘ધ ડેમન’ એવું ઉપનામ અપાયું હતું; કારણ કે ઘણી ટેસ્ટ મૅચોમાં તેઓ જ મોટા ભાગની વિકેટ ઝડપતા. તેમણે ઝડપી ગોલંદાજ તરીકે કારકિર્દીનો…

વધુ વાંચો >

સ્મિથ જૉન

સ્મિથ, જૉન (જ. 9 ઑગસ્ટ 1965, ડેલ સિટી, ઑક્લહૉમા, યુ.એસ.) : અમેરિકાના કુસ્તીબાજ. તેઓ અમેરિકાના સૌથી સફળ આંતરરાષ્ટ્રીય ફ્રીસ્ટાઇલ કુસ્તીબાજ બની રહ્યા અને 1988 તથા 1992માં તેઓ ઑલિમ્પિક વિજયપદકોના વિજેતા બન્યા તેમજ 1987, 1989–91માં ફેધરવેટ(62 કિગ્રા.)માં વિશ્વ વિજયપદકના વિજેતા બન્યા. જૉન સ્મિથ કુસ્તીનો પ્રારંભ તેમણે 6 વર્ષની વયે કર્યો અને…

વધુ વાંચો >