રમતગમત
મહારાજા કરણી સિંહ
મહારાજા કરણી સિંહ (જ. 21 એપ્રિલ 1924, બિકાનેર અ. 6 સપ્ટેમ્બર 1988, નવી દિલ્લી) : લોકસભાના સભ્ય, સુપ્રસિદ્ધ નિશાનેબાજ અને બિકાનેર રાજ્યના અંતિમ મહારાજા. તેમનું નામ તેમની કુળદેવી કરણીમાતા પરથી પાડવામાં આવ્યું હતું. તેમનું શાલેય શિક્ષણ બિકાનેરમાં થયું. સેન્ટ સ્ટીફન્સ કૉલેજ, દિલ્હી અને સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ઉચ્ચશિક્ષણ પ્રાપ્ત કર્યું. તેઓ…
વધુ વાંચો >મંધાના, સ્મૃતિ
મંધાના, સ્મૃતિ (જ. 18 જુલાઈ, 1996, મુંબઈ, મહારાષ્ટ્ર) : અર્જુન ઍવૉર્ડ વિજેતા, ભારતીય મહિલા ક્રિકેટ ટીમ માટે ‘રન-મશીન’, વન-ડે ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો વિક્રમ રચનાર ડાબોડી ભારતીય મહિલા- ક્રિકેટર. જે રીતે ભારતમાં મહિલા ટેનિસમાં સાનિયા મિર્ઝા, મહિલા બૅડમિન્ટનમાં સાનિયા નેહવાલ પર્યાય બની ગઈ છે એ જ રીતે સ્મૃતિ મંધાના…
વધુ વાંચો >માજિદ જહાંગીરખાન
માજિદ જહાંગીરખાન (જ. 28 સપ્ટેમ્બર 1946, લુધિયાણા, પંજાબ, ભારત) : પાકિસ્તાનના ક્રિકેટ-ખેલાડી. તેમણે 15 વર્ષ અને 47 દિવસની વયે પ્રથમ કક્ષાની મૅચમાં સદી નોંધાવી અને એ રીતે સદી નોંધાવનારા કાયમ માટેના સૌથી નાની વયના ખેલાડી બની રહ્યા, પરંતુ વિશ્વના એક સર્વોત્તમ બૅટધર તરીકેની પ્રતિષ્ઠા મેળવતાં તેમને એક દશકો લાગ્યો. એ…
વધુ વાંચો >માણિકરાવ
માણિકરાવ (જ. 1876; અ. 1954) : ગુજરાતના વ્યાયામવીર અને વ્યાયામપ્રચારક. વીસમી સદીના પૂર્વાર્ધ દરમિયાન ‘માણિકરાવજી’ના નામે મશહૂર બનેલા વ્યાયામવીરનું આખું નામ ગજાનન યશવંત માણિકરાવ હતું. માણિકરાવને નાનપણથી જ વડોદરાના નામી પહેલવાન જુમ્માદાદાના અખાડાની લગની લાગી હતી અને જુમ્માદાદા ઝંખતા હતા તેવો સુયોગ્ય શિષ્ય તેમને માણિકરાવમાં મળી ગયો. શીખવાની ધગશ કેટલી…
વધુ વાંચો >માર્શ, રૉડની વિલિયમ (માર્શ, રૉડ)
માર્શ, રૉડની વિલિયમ (માર્શ, રૉડ) (જ. 4 નવેમ્બર 1947, આર્માડૅલ, પશ્ર્ચિમ ઑસ્ટ્રેલિયા) : ઑસ્ટ્રેલિયાના ક્રિકેટ-ખિલાડી. શરૂઆતમાં તેઓ ‘આયર્ન ગ્લવ’ તરીકેનું નામાભિધાન પામ્યા હતા. પછી ક્રમશ: સુધારો કરતા જઈ, તેઓ એક સૌથી કૌશલ્યપૂર્ણ વિકેટ-કીપર બની રહ્યા. પ્રથમ કક્ષાની મૅચની કારકિર્દીમાં તેઓ સૌથી વધુ ખેલાડીઓને વિકેટ પાછળ ઝડપવા(dismissal)નો ઑસ્ટ્રેલિયાનો વિક્રમ ઉપરાંત ટેસ્ટ-મૅચમાં…
વધુ વાંચો >માર્સિયાનો, રૉકી
માર્સિયાનો, રૉકી (જ. 1923, બ્રૉક્ટન, મૅસેચુસેટ્સ; અ. 1969) : અમેરિકાના હેવીવેટ મુક્કાબાજીના ચૅમ્પિયન. મૂળ નામ રૉકૉ ફ્રાન્સિસ માર્સેજિયાનો. સૌપ્રથમ તેમણે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટનમાં સર્વિસમૅન તરીકે મુક્કાબાજીની પ્રવૃત્તિનો પ્રારંભ કર્યો. 1947માં તેમણે વ્યવસાયી ધોરણે આ કારકિર્દી અપનાવી. 1951માં તેમણે ભૂતપૂર્વ વિશ્વચૅમ્પિયન જો લૂઈને હરાવીને વ્યાપક પ્રસિદ્ધિ મેળવી. તેમણે પછીના જ…
વધુ વાંચો >માંકડ, વિનુ
માંકડ, વિનુ (જ. 12 એપ્રિલ 1917, જામનગર; અ. 21 ઑગસ્ટ 1978, મુંબઈ) : ભારતના ઉત્કૃષ્ટ ઑલરાઉન્ડર અને પોતાના જમાનામાં વિશ્વના અગ્રિમ ઑલરાઉન્ડરોમાંનો એક. ‘વિનુ’ માંકડનું સાચું નામ મૂળવંતરાય હિંમતરાય માંકડ હતું; પરંતુ શાળામાં તેઓ ‘વિનુ’ના નામે જાણીતા હતા અને પછીથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટવિશ્વમાં ‘વિનુ માંકડ’ના નામે જ વિખ્યાત બન્યા હતા. તેમની…
વધુ વાંચો >મિયર, ઉલ્રિક
મિયર, ઉલ્રિક (જ. 22 ઑક્ટોબર 1967, ઑસ્ટ્રિયા; અ. 29 જાન્યુઆરી 1994) : બરફ પર સરકવાની રમતનાં મહિલા ખેલાડી (skier). તેઓ સુપરજાયન્ટ સ્લૅલૉમ સ્કીઇંગ ચૅમ્પિયનશિપનાં 2 વાર વિજેતા બન્યાં હતાં. ત્યારબાદ એક વાર સરકવાની રમતના પૂર્વાભ્યાસમાં તેઓ વ્યસ્ત હતાં ત્યારે તેમને જીવલેણ અકસ્માત નડ્યો. વર્લ્ડ કપ રેસમાં આ રમતમાં અવસાન પામનાર…
વધુ વાંચો >મિલર, કીથ (રૉસ)
મિલર, કીથ (રૉસ) (જ. 28 નવેમ્બર 1919, વિક્ટોરિયા, ઑસ્ટ્રેલિયા; અ. 11 ઓક્ટોબર 2004, મોર્નિગટન, વિક્ટોરિયા, ઑસ્ટ્રેલિયા) : ઑસ્ટ્રેલિયાના જાણીતા ક્રિકેટ-ખેલાડી. 1948ની ડૉન બ્રૅડમૅન ટેસ્ટ ટીમમાં તેમણે વિશ્વના તે સમયના એક મહાન ઑલરાઉન્ડર ખેલાડી તરીકે નામના મેળવી. તેમની કારકિર્દી દરમિયાન તેમણે 55 ટેસ્ટ મૅચોમાં 2,598 રન કર્યા અને તેમાં 7 સદીઓ…
વધુ વાંચો >મિલ્ખાસિંહ
મિલ્ખાસિંહ (જ. 8 ઑક્ટોબર 1935, લાયલપુર, પાકિસ્તાન) : ‘ઊડતા શીખ’નું પદ પામી દંતકથારૂપ બની જનાર ભારતીય રમતવીર. જન્મસમયે લાયલપુર ભારતીય પંજાબનું નગર હતું. પરિવાર સાધારણ સ્થિતિનો. પિતા સંપૂર્ણસિંહ અને માતા નિર્મલકૌર મિલ્ખાની બાલવય દરમિયાન અવસાન પામ્યાં. ભાગલા-સમયે માનવીમાંના શેતાને જે હત્યાકાંડ મચાવ્યો તેમાંથી માંડ બચીને અનાથ મિલ્ખાએ મોટા ભાઈ માખનસિંહનું…
વધુ વાંચો >