રમતગમત

દેસાઈ, કુમારપાળ

દેસાઈ, કુમારપાળ (જ. 30 ઑગસ્ટ 1942, રાણપુર) : ગુજરાતી ભાષાસાહિત્યના પ્રાધ્યાપક, સાહિત્યકાર અને જૈનદર્શનના જ્ઞાતા. વતન સાયલા, જિ. સુરેન્દ્રનગર. પિતા સાહિત્યકાર ‘જયભિખ્ખુ’ બાલાભાઈ દેસાઈ અને માતા જયાબહેન. ઘરમાં જ પિતાનું અંગત પુસ્તકાલય હાથવગું હોવાથી બાળપણથી સાહિત્યરુચિ જન્મી અને વિકસી. પિતા પાસેથી ધર્મ પ્રત્યેની અભિરુચિનો વારસો પણ એમને મળેલો છે. અમદાવાદની…

વધુ વાંચો >

દેસાઈ, રમાકાન્ત ભીખાજી

દેસાઈ, રમાકાન્ત ભીખાજી (જ. 2૦ જૂન 1939, મુંબઈ; અ. 28 એપ્રિલ 1998, મુંબઈ) : ભારતના શક્તિશાળી મધ્યમ ઝડપી ગોલંદાજ, જમોડી બૅટ્સમૅન અને ભારતીય ક્રિકેટ બોર્ડની સિલેક્શન કમિટીના ચૅરમૅન. સાવ સામાન્ય બાંધાના રમાકાન્ત દેસાઈની ગોલંદાજી અત્યંત જલદ હતી. એમના નાના બાંધાને કારણે ‘ટાઇની’ તરીકે તે જાણીતા બન્યા. દડાની લાઇન અને લેંગ્થ…

વધુ વાંચો >

દેસાઈ, હિતેન્દ્રભાઈ કનૈયાલાલ

દેસાઈ, હિતેન્દ્રભાઈ કનૈયાલાલ (જ. 9 ઑગસ્ટ 1915, સૂરત; અ. 12 સપ્ટેમ્બર 1993, અમદાવાદ) : ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી. પિતા કનૈયાલાલ જમીનદાર. તેઓ વ્યવહારજગતમાં કાનજીભાઈને નામે ઓળખાતા અને માતા માલવિકાબહેન રાધાબહેનના નામે ઓળખાતાં. ચાર સંતાનોમાં હિતેન્દ્રભાઈ સૌથી નાના. બાળપણમાં એ ક્રિકેટના શોખીન. ફાસ્ટ બૉલર તરીકે માન પામેલા. કાનજીભાઈનું આખું કુટુંબ દેશપ્રેમી…

વધુ વાંચો >

દોડ

દોડ : એક પ્રકારની મેદાની રમત. વિશેષત: સ્પર્ધામાં દોડવું તે. ‘દોડવું’ એ પ્રાણીમાત્રની સ્વાભાવિક પ્રવૃત્તિ છે અને અનાદિ કાળથી માનવી દોડતો આવ્યો છે. આધુનિક ઑલિમ્પિક રમતોમાં વિવિધ પ્રકારની દોડસ્પર્ધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટ્રૅક ઉપર થતી દોડસ્પર્ધાઓને અંતરની ર્દષ્ટિએ ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે : (1) ટૂંકી ઝડપી દોડ (sprints)…

વધુ વાંચો >

દોમ્મરાજુ, ગુકેશ

દોમ્મરાજુ, ગુકેશ (જ. 29 મે 2006, ચેન્નાઈ) : સૌથી યુવાન વિશ્વ ચેસ ચૅમ્પિયન. પિતા રજનીકાંત ઇએનટી સર્જન અને માતા પહ્મ માઇક્રોબાયૉલૉજિસ્ટ. ગુકેશને ચેસ ચૅમ્પિયન બનાવવા પિતાએ 2018માં પોતાનું ક્લિનિક બંધ કરી ડૉક્ટરની કારકિર્દી છોડી દીધી છે. પરિવારની આજીવિકાનો એક માત્ર આધાર માતાની આવક. તેથી મિત્રોની પાસેથી પૈસા ઉધાર લેવા પડ્યા…

વધુ વાંચો >

દોશી, દિલીપ રસિકલાલ

દોશી, દિલીપ રસિકલાલ (જ. 22 ડિસેમ્બર 1947, રાજકોટ) : બંગાળ, ઈસ્ટઝોન, ઇંગ્લૅન્ડની વૉર્વિકશાયર કાઉન્ટી અને ભારત તરફથી ટેસ્ટ ક્રિકેટ ખેલનાર ડાબોડી ગોલંદાજ. ડાબોડી સ્પિનર સામાન્યત: દડાને પકડવા માટે વચલી આંગળીનો ઉપયોગ કરે છે જ્યારે દિલીપ દોશી ટચલી આંગળીથી દડાને પકડમાં રાખતા હતા. વિકેટ અનુકૂળ હોય અને દડાની લાઇન બરાબર મળે…

વધુ વાંચો >

દ્રવિડ, રાહુલ

દ્રવિડ, રાહુલ (જ. 11 જાન્યુઆરી 1973, ઇંદોર, મધ્યપ્રદેશ) : ધી વૉલ, મિ. ડિપેન્ડેબલ જેવાં વિશેષણોથી ઓળખાતા ભારતના ટેસ્ટ અને વન ડે બંનેમાં દસ હજારથી વધુ રન કરનાર. પિતાનું નામ શરદ દ્રવિડ. માતાનું નામ પુષ્પા દ્રવિડ અને પત્નીનું નામ વિજેતા પેંઢારકર. દ્રવિડ શરૂઆતથી જ ભણવા કરતાં ક્રિકેટમાં વધુ રુચિ ધરાવતા હતા.…

વધુ વાંચો >

ધનુષ્યબાણ

ધનુષ્યબાણ : બે અંશોનું બનેલું, પ્રાચીન કાળથી જાણીતું અસ્ત્ર. તેમાં, ઘણુંખરું નરમ લાકડાના દંડને સહેજ વાળીને બંને છેડાને જોડતી દોરી બાંધીને બનાવેલા પ્રક્ષેપક સાધનને ધનુષ્ય કે કામઠું કહે છે અને તેના વડે લાંબા અંતરે ફેંકાતા નાના ભાલા જેવા અસ્ત્રને બાણ કે તીર કહે છે. અતિ પ્રાચીન કાળથી શિકાર, લડાઈ તથા…

વધુ વાંચો >

ધિલ્લોં, જર્નેલસિંઘ

ધિલ્લોં, જર્નેલસિંઘ (Jarnail Singh Dhillon) (જ. 20 ફેબ્રુઆરી 1936, પનામ, જિ. હોશિયારપુર, પંજાબ; અ. 13 ઑક્ટોબર 2000, વાનકુંવર) : ભારતના આ મહાન ફૂટબૉલ ખેલાડીને બાળપણથી જ ફૂટબૉલમાં રસ હતો. શાળા દરમિયાન પોતાની શાળાનું અને 1954થી 1957 દરમિયાન પંજાબ યુનિવર્સિટીની ફૂટબૉલની ટીમનું પ્રતિનિધિત્વ કર્યું. જ્યારે 1957માં તેમની પસંદગી પંજાબ રાજ્યની ટીમમાં…

વધુ વાંચો >

ધ્યાનચંદ

ધ્યાનચંદ (જ. 29 ઑગસ્ટ 1905, અલ્લાહાબાદ; અ. 3 ડિસેમ્બર 1979, દિલ્હી) : ભારતીય હૉકીના વિશ્વવ્યાપી પ્રસિદ્ધિ મેળવનાર સર્વોત્કૃષ્ટ ખેલાડી અને સુકાની. પંદર વર્ષની ઉમરથી તેમણે હૉકી રમવાની શરૂઆત કરી હતી જેમાં પ્રાપ્ત કરેલ નિપુણતાને કારણે 1922માં ભારતીય લશ્કરમાં સિપાહી તરીકે ભરતી થયા અને છેક મેજરના પદ સુધી પહોંચ્યા હતા. હૉકીના…

વધુ વાંચો >