રમણિકભાઈ જાની

અનુભવબિંદુ

અનુભવબિંદુ (1649) : મધ્યકાલીન ગુજરાતી કવિ અખાની બ્રહ્મજ્ઞાન-વિષયક લઘુ કાવ્યકૃતિ. જીવ, જગત અને ઈશ્વરના યથાર્થ જ્ઞાનની આત્મસૂઝ દ્વારા થયેલી દૃઢ પ્રતીતિ અર્થાત્ બ્રહ્મજ્ઞાન ‘અનુભવબિંદુ’નો વિષય છે. તેનું નિરૂપણ સ્વાનુભવના અર્ક રૂપે હોવાથી નામાભિધાન ‘અનુભવબિંદુ’. અખો અહીં ‘યોગવાસિષ્ઠ’ના અજાતવાદને અનુસરે છે. સ્થૂલ, સૂક્ષ્મ, કારણ અને મહાકારણનું વસ્તુત: અસ્તિત્વ જ નથી. જે…

વધુ વાંચો >

અર્વાચીન કવિતા

અર્વાચીન કવિતા (1946) : ગુજરાતી કવિ સુન્દરમનો વિવેચનગ્રંથ. 1946ના શ્રેષ્ઠ પુસ્તક તરીકે તેને મહિડા પારિતોષિક પ્રાપ્ત થયેલું. 1845થી1945 સુધીની ગુજરાતી કવિતાની રૂપરેખા આ ગ્રંથમાં આલેખાઈ છે. 257 લેખકો અને તેમની કૃતિઓનું ઐતિહાસિક સાતત્ય જાળવીને અવલોકન કર્યું છે. કાવ્યપ્રવાહમાં દરેક કવિની સર્જકતાનું મૂલ્યાંકન રસદૃષ્ટિએ કર્યું છે. અર્વાચીન કવિતાના બે પ્રવાહો –…

વધુ વાંચો >

અંત્યેષ્ટિ

અંત્યેષ્ટિ : મરણોત્તર ક્રિયા. પ્રારબ્ધપ્રાપ્ત શરીરનાં નવ (કઠોપનિષદ મુજબ 11) દ્વારમાંથી કોઈ પણ એક માર્ગે પ્રાણ સૂક્ષ્મ શરીર સાથે બહાર નીકળી જાય છે ત્યારે સ્થૂલ શરીર મૃત કહેવાય છે. શરીર નશ્વર હોવાથી અસ્તિત્વ, જન્મ, વૃદ્ધિ, પરિણામ, ક્ષય અને છેલ્લે નાશ પામે છે. જુદા જુદા ધર્મ અને સંપ્રદાય આ ઘટનાને અલગ…

વધુ વાંચો >

આપણો ધર્મ

આપણો ધર્મ (1916, 1920 અને 1943) : ‘સુદર્શન’ અને ‘વસંત’ માસિકોમાં (1898-1942) આચાર્ય આનંદશંકર ધ્રુવે (1869-1942) લખેલા ધર્મ અને તત્વજ્ઞાન વિશેના લેખોનો સંગ્રહ. ત્રીજી આવૃત્તિ(1942)ના સંપાદક રામનારાયણ વિશ્વનાથ પાઠક. 855 જેટલાં પૃષ્ઠોના આ ગ્રંથમાં લેખોનું વર્ગીકરણ નીચે પ્રમાણે કરેલું છે : (1) સિદ્ધાંતનિરૂપણ : નિબંધો, (2) સિદ્ધાંતનિરૂપણ : વાર્તિકો, (3)…

વધુ વાંચો >

ઇન્ટરલ્યૂડ

ઇન્ટરલ્યૂડ : ખાસ કરીને ઇંગ્લૅન્ડમાં નાટકની વચ્ચે અથવા વિરામ સમયે મનોરંજન માટે ભજવાતું ટૂંકું ર્દશ્ય. ઇંગ્લૅન્ડમાં પ્રેમ અને યૌવનનાં લઘુનાટ્યો (playlets) પ્રવાસી નટમંડળીઓ દ્વારા ઉત્સવો કે ભોજન-સમારંભોમાં ભજવાતાં. કથાનક નાનું અને પાત્રો મર્યાદિત રહેતાં. જૂનામાં જૂનું ઇન્ટરલ્યૂડ તે ‘ઇન્ટરલ્યૂડિયમ દ. ક્લેરિકો એત્ પ્યૂએલા’ (1290-1335) મળે છે. તેમાં નટ અને એક…

વધુ વાંચો >

ઉપનિષદ

ઉપનિષદ વેદવિદ્યાની ચરમ સીમા જેમાં જોવા મળે છે તે વેદના અંતિમ ભાગમાં નિરૂપિત જ્ઞાન. વેદનાં પ્રથમ ચરણોમાં એટલે કે સંહિતામાં પ્રાર્થનામંત્રો કે ઉપાસના છે. દ્વિતીય ચરણોમાં એટલે કે બ્રાહ્મણોમાં યજ્ઞવિધિ છે. આરણ્યકોરૂપી તૃતીય ચરણોમાં વાનપ્રસ્થ જીવનને લગતી વિગતો છે અને અંતિમ ચરણરૂપ ઉપનિષદોમાં જ્ઞાન કે મોક્ષની વિચારણા છે. આમ જીવનના…

વધુ વાંચો >

એકિલીઝ

એકિલીઝ : ગ્રીક કવિ હોમર(ઈ.પૂ. 800થી 700)ના મહાકાવ્ય ‘ઇલિયડ’નો મહાપરાક્રમી નાયક. તે મિરમિડોનના રાજા પેલિયસ અને સાગરપરી થેટિસનો પુત્ર હતો. તેને યુદ્ધશાસ્ત્ર અને વક્તૃત્વમાં તાલીમ આપનાર ફીનિક્સ હતો અને શિકાર, ઘોડેસવારી, સંગીત તથા વૈદકમાં કિરોન તેનો ગુરુ હતો. પિતા પેલિયસને દેવવાણી સંભળાયેલી કે તેનો પુત્ર યુદ્ધમાં મરાશે. માતા થેટિસે તેને…

વધુ વાંચો >

કાગ, દુલા ભાયા

કાગ, દુલા ભાયા (જ. 25 નવેમ્બર 1903, મહુવા પાસે સોડવદરી; અ. 22 ફેબ્રુઆરી 1977, મજાદર, સૌરાષ્ટ્ર) : ગુજરાતી લોકસાહિત્યના સંત કવિ. કવિતા અને વીરતા માટે પ્રસિદ્ધ ચારણ કોમમાં તેરમી સદીમાં થયેલા બીજલ કવિ એમના પૂર્વજ થાય. તેની છત્રીસમી પેઢીએ થયેલા ઝાલા કાગ ગીર છોડીને મજાદર આવીને વસેલા. તેમના દીકરા ભાયા…

વધુ વાંચો >

કિલાભાઈ ઘનશ્યામ

કિલાભાઈ ઘનશ્યામ (જ. 1869, ભુવાલડી, તા. દસક્રોઇ; અ. ઑગસ્ટ 1914, અમદાવાદ) : સંસ્કૃત સાહિત્યગ્રંથોના સફળ પદ્યાનુવાદક. પિતા ઘનશ્યામ રાજારામ અને માતા મહાકોર. જ્ઞાતિએ રાયકવાળ બ્રાહ્મણ અને અવટંકે ભટ્ટ. મૂળ વતન દસક્રોઈ તાલુકાનું ભુવાલડી ગામ. પ્રાથમિક કેળવણી વતનમાં અને માધ્યમિક અમદાવાદમાં. અભ્યાસ મૅટ્રિક સુધીનો. શોખને લીધે સંસ્કૃત અને અંગ્રેજીનો અભ્યાસ વધુ…

વધુ વાંચો >

કેદારનાથ (નાથજી)

કેદારનાથ (નાથજી) (જ. 25 ડિસેમ્બર 1883; અ. 1978) : મહારાષ્ટ્રીય જ્ઞાની સંત. વતન રાયગડ જિલ્લાનું પાલી ગામ, પિતા અપ્પાજી બળવંત, અટક કુલકર્ણી; પરંતુ વ્યવસાયે ઉપ-રજિસ્ટ્રારના હોદ્દા પર હોવાથી દેશપાંડે તરીકે પણ ઓળખાતા. બાળપણ થાણા, રત્નાગિરિ, ખાનદેશ વગેરે જિલ્લાઓમાં વીત્યું. ચાર-પાંચ વર્ષે રત્નાગિરિ જિલ્લામાં ગુહાગરની ધૂળી નિશાળમાં શિક્ષણનો પ્રારંભ. માધ્યમિક શિક્ષણ…

વધુ વાંચો >