રક્ષા મ. વ્યાસ
ચિલી
ચિલી દક્ષિણ અમેરિકા ભૂમિખંડના દક્ષિણ છેડા પર પશ્ચિમ કાંઠે આવેલો દેશ. લૅટિન અમેરિકાનો આ દેશ પેરુની દક્ષિણમાં તથા આર્જેન્ટિનાની પશ્ચિમમાં પૅસિફિક મહાસાગરકાંઠે આવેલો છે. તે આશરે 17 ° 30´ દ.થી 56° 0´ દ. અક્ષાંશવૃત્ત તથા 67° 0´ પ.થી 75° 40´ પ. રેખાંશવૃત્ત વચ્ચે વિસ્તરેલો છે. તેનો વિસ્તાર 7,56,626 ચોકિમી. થયો…
વધુ વાંચો >ચીન
ચીન ભારતની ઉત્તરે આવેલો પ્રાચીન સંસ્કૃતિ અને સુદીર્ઘ ઇતિહાસ ધરાવતો દેશ. ભૌગોલિક સ્થાન, વિસ્તાર અને સીમા : ચીનનો વિસ્તાર ઉત્તર ગોળાર્ધમાં 18° ઉ. અ.થી 53° ઉ. અક્ષાંશ વચ્ચે આવેલો છે. આ રીતે તેનો દક્ષિણ તરફનો ભાગ ઉષ્ણ કટિબંધની આબોહવાવાળો અને મધ્ય તથા ઉત્તર તરફનો ભાગ સમશીતોષ્ણ કટિબંધની આબોહવાવાળો છે. 74°…
વધુ વાંચો >ચૂંટણી
ચૂંટણી : લોકશાહી શાસનપદ્ધતિમાં મતદારો દ્વારા પ્રતિનિધિઓને પસંદ કરવાની પ્રક્રિયા. આધુનિક સમયમાં ‘લોકોની, લોકો દ્વારા ચાલતી અને લોકોને જવાબદાર એવી સરકાર’ એમ જ્યારે લોકશાહીની વ્યાખ્યા આપવામાં આવે છે ત્યારે તેમાં પ્રતિનિધિઓની મતદારો દ્વારા થતી પસંદગી અથવા ચૂંટણી અભિપ્રેત છે. આધુનિક સમયમાં નિર્ણય લેવાની પ્રક્રિયામાં સીધી સામેલગીરી કે પ્રત્યક્ષ લોકશાહી શક્ય…
વધુ વાંચો >ચેક પ્રજાસત્તાક
ચેક પ્રજાસત્તાક : યુરોપના મધ્યભાગમાં આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : તે 48° 23’થી 51° 03’ ઉ. અ. અને 12° 5’થી 19° 58’ પૂ. રે.ની વચ્ચેનો આશરે 78,866 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે જર્મની અને પોલૅન્ડ, પૂર્વ તરફ પોલૅન્ડ અને સ્લોવાકિયા, દક્ષિણે ઑસ્ટ્રિયા તથા પશ્ચિમે જર્મની આવેલાં છે.…
વધુ વાંચો >ચેચન્યા
ચેચન્યા : સામાન્ય રીતે ‘ચેચન્યા’ નામથી ઓળખાતું ચેચેન પ્રજાસત્તાક. ભૌગોલિક સ્થાન : તે 43° 20’ ઉ. અ. અને 45° 42’ પૂ. રે.ની આજુબાજુનો 15,300 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે ઈચકેરિયા, ચેચેનિયા કે નૉક્સિયન નામોથી પણ ઓળખાય છે. તે ચારે બાજુ રશિયાઈ સમવાયતંત્રના પ્રદેશોથી ઘેરાયેલું છે. તેની ઉત્તર તરફ…
વધુ વાંચો >ચેટરજી, સોમનાથ
ચેટરજી, સોમનાથ (જ. 25 જુલાઈ 1929, તેજપુર, આસામ; અ. 13 ઑગસ્ટ 2018, કોલકાતા) : ભારતની 14મી લોકસભાના સર્વાનુમતિથી ચૂંટાયેલા સાંસદ અને સૌપ્રથમ વાર ભારતીય સામ્યવાદી (માર્કસવાદી) પક્ષનું પ્રતિનિધિત્વ ધરાવનાર લોકસભાના અધ્યક્ષ. તેમના પિતા એન. સી. ચેટરજી સર્વોચ્ચ અદાલતના ઍડ્વોકેટ તેમજ હિંદુ મહાસભાના વિભાગીય અધ્યક્ષ હતા. માતા વીણાપાણિદેવી. સોમનાથ ચેટરજીએ કલકત્તા…
વધુ વાંચો >જમૈકા
જમૈકા : ઉત્તર અમેરિકા ખંડના અગ્નિખૂણામાં આવેલા ટાપુઓમાંનો એક (ટાપુ)દેશ. ભૌગોલિક સ્થાન 18o 15’ ઉ. અ. 77o 30’ પ. રે. વેસ્ટ ઇન્ડીઝ ટાપુઓ નામે ઓળખાતા આ સમૂહમાં હવાના, ક્યુબા, જમૈકા, પોર્ટોરિકો, ડોમિનિકન, બહામા તેમજ હૈટી (હૈતી) ટાપુઓનો સમાવેશ થાય છે. ઇટાલીનો વતની ક્રિસ્તોફર કોલંબસ આ ટાપુ પર 1494માં પહોંચ્યો હતો.…
વધુ વાંચો >જયલલિતા જયરામ
જયલલિતા જયરામ (જ. 24 ફેબ્રુઆરી 1948, માંડ્યા, કર્ણાટક; અ. 5 ડિસેમ્બર 2016, ચેન્નાઈ) : તામિલનાડુનાં રાજદ્વારી મહિલા-નેતા અને ભૂતપૂર્વ અભિનેત્રી. પિતા આર. જયરામ અને માતા સંધ્યા. માતા તમિળ અને તેલુગુ ફિલ્મોનાં ચરિત્ર અભિનેત્રી હતાં; તેથી શિશુ વયથી નૃત્ય અને સંગીતમાં તેઓ રુચિ ધરાવતાં હતાં. તેમણે 12 વર્ષની નાની વયે જ…
વધુ વાંચો >જર્મની
જર્મની ભૂગોળ મધ્ય યુરોપમાં આવેલો, યુરોપમાં રશિયા પછી સૌથી વધારે વસ્તીવાળો અને કુદરતી સંપત્તિ ધરાવતો સમૃદ્ધ ઔદ્યોગિક દેશ. ભૌગોલિક સ્થાન આશરે 47° 30’થી 55° ઉ. અ. અને 6° 15° પૂ. રે.ની વચ્ચેનો વિસ્તાર. જર્મનીનો કુલ વિસ્તાર 3,57,093 ચોકિમી. છે. તેની સરહદો 9 દેશો સાથે જોડાયેલી છે. પશ્ચિમે નેધરલૅન્ડઝ્, બેલ્જિયમ, લક્ઝમબર્ગ;…
વધુ વાંચો >જાપાન
જાપાન જાપાન એટલે કે ‘ઊગતા સૂર્યના દેશ’ની ઉપમા પામેલો પૂર્વ એશિયાના તળપ્રદેશને અડીને આવેલો દેશ. પૅસિફિક મહાસાગરમાં લગભગ 2100 કિમી. લાંબી ચાપાકાર દ્વીપશૃંખલા બનાવતો આ દેશ આશરે 26° 59’થી 45° 31’ ઉ. અ. અને 128° 06’થી 145° 49’ પૂ. રે. વચ્ચે વિસ્તરેલો છે. 4 મુખ્ય ટાપુઓ ઉપરાંત લગભગ 3000 જેટલા…
વધુ વાંચો >