રક્ષા મ. વ્યાસ
ગુજરાત (ઇતિહાસ)
ગુજરાત ઇતિહાસ પ્રાગ્–ઇતિહાસ અને આદ્ય–ઇતિહાસ સંસ્કૃતિના ઉગમકાળથી માનવ લેખનકલા જાણતો નહોતો ને પ્રયોજાતો નહોતો. સંસ્કૃતિનાં હજારો વર્ષોનો વૃત્તાંત અ-લિખિત રહ્યો છે. એ કાલની સંસ્કૃતિને જાણવા માટે અન્ય સમકાલીન સાધનોનો આધાર લેવો પડે છે. આથી સંસ્કૃતિના આ પ્રાગ-અક્ષરજ્ઞાન કે નિર્-અક્ષરજ્ઞાન કાલને ‘પ્રાગ-ઐતિહાસિક કાલ’ તરીકે ઓળખવામાં આવે છે. પ્રાગ-ઐતિહાસિક સંસ્કૃતિનો સમય પટ…
વધુ વાંચો >ગુજરાલ ઇન્દર કુમાર
ગુજરાલ, ઇન્દર કુમાર (જ. 4 ડિસેમ્બર 1919, ઝેલમ, પશ્ચિમ પંજાબ [હાલના પાકિસ્તાનનો વિસ્તાર] અ. 30 નવેમ્બર 2012, ગુરગાંવ) : ભારતના પૂર્વવડાપ્રધાન, રાજકારણી અને કલારસિક નેતા. પિતા અવતાર નરેન ગુજરાલ સ્વાતંત્ર્ય સેનાની અને પાકિસ્તાની બંધારણસભાના સભ્ય; પરંતુ હિન્દુસ્તાનના વિભાજનની બેકાબૂ પરિસ્થિતિમાં પાકિસ્તાન છોડી ભારત આવ્યા અને જલંધરમાં સ્થાયી થયા. તેઓ નિરાશ્રિતોના…
વધુ વાંચો >ગુપ્ત, ઇન્દ્રજિત
ગુપ્ત, ઇન્દ્રજિત (જ. 16 માર્ચ 1919, કોલકાતા; અ. 20 ફેબ્રુઆરી 2001, કૉલકાતા) : પ્રથમ પંક્તિના સામ્યવાદી નેતા અને જાગરૂક સાંસદ. બ્રાહ્મોસમાજમાં વિશ્વાસ ધરાવતા કુટુંબમાં જન્મ. તેમના દાદા બિહારીલાલ ગુપ્ત અને મોટા ભાઈ ભારતીય સનદી સેવાના અધિકારીઓ હતા. તેમના પિતા ઇન્ડિયન ઑડિટ ઍન્ડ એકાઉન્ટ સર્વિસના સભ્ય હતા. શાલેય અભ્યાસ સિમલા ખાતે…
વધુ વાંચો >ગેટ્સ, બિલ (વિલિયમ હેનરી)
ગેટ્સ, બિલ (વિલિયમ હેનરી) (જ. 28 ઑક્ટોબર 1955, સિયૅટલ, વૉશિંગ્ટન) : વિશ્વનો અને ઇતિહાસનો સૌથી નાની વયનો ધનકુબેર. માઇક્રોસૉફ્ટ કૉર્પોરેશનનો માલિક અને મુખ્ય વહીવટકર્તા. સૉફ્ટવેરનો સર્વોચ્ચ સોદાગર. તેને 12 વર્ષની નાની વયથી કમ્પ્યૂટરનું ભારે આકર્ષણ હતું અને એ જ અરસામાં સૉફ્ટવેરની શરૂઆત કરી કમ્પ્યૂટરની બેઝિક લૅંગ્વેજ વિકસાવી. 15 વર્ષની વયે…
વધુ વાંચો >ગોપાલસ્વામી, એન.
ગોપાલસ્વામી, એન. (જ. 21 એપ્રિલ નિડામંગલમ્, તમિલનાડુ) : ભારતના મુખ્ય ચૂંટણી-અધિકારી. શાલેય શિક્ષણ તેમણે મન્નારગુડી ખાતે મેળવ્યું. તેઓ તિરુચિરાપલ્લીની સેંટ જૉસેફ કૉલેજમાંથી રસાયણશાસ્ત્રના સ્નાતક બન્યા. દિલ્હી યુનિવર્સિટીમાંથી રસાયણશાસ્ત્રના અનુસ્નાતક બની આ વિષયનો સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો. ત્યારબાદ લંડન યુનિવર્સિટી ખાતે અર્બન ડેવલપમેન્ટ પ્લાનિંગનો અભ્યાસ કરી તેમણે ડિપ્લોમા હાંસલ કર્યો. સરકારી સેવામાં…
વધુ વાંચો >ગોર, આલ્બર્ટ (જુનિયર)
ગોર, આલ્બર્ટ (જુનિયર) (જ. 31 માર્ચ 1948, વૉશિંગ્ટન ડી.સી.) : અમેરિકાના 45મા ઉપપ્રમુખ અને 2007ના નોબેલ શાંતિ પુરસ્કારના વિજેતા. આ પુરસ્કારમાં સહભાગી હતી ઇન્ટરગવર્નમેન્ટલ પૅનલ ઑન ક્લાઇમેટ ચેન્જ નામની સંસ્થા. અમેરિકાના આ અગ્રિમ રાજનીતિજ્ઞ બહુમુખી પ્રતિભા ધરાવતા નેતા છે. તેમના પિતા આલ્બર્ટ ગોર સિનિયર લાંબો સમય અમેરિકાની પ્રતિનિધિસભા અને સેનેટના…
વધુ વાંચો >ગોવા
ગોવા : ભારતના પશ્ચિમ કિનારે અરબી સમુદ્ર ઉપર આવેલ સહેલાણીઓના સ્વર્ગરૂપ ટાપુ અને રાજ્ય. તે 14° 53´ અને 15° 48´ ઉ. અ. તથા 73° 45´ અને 74° 24´ પૂ. રે. વચ્ચે આવેલું છે. તેની ઉત્તર-દક્ષિણ લંબાઈ 105 કિમી. અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ 60 કિમી. છે. તે મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્યોની સરહદો…
વધુ વાંચો >ગ્રીસ (હેલિનિક પ્રજાસત્તાક)
ગ્રીસ (હેલિનિક પ્રજાસત્તાક) દક્ષિણ યુરોપનો એક નાનો દેશ. તે ભૂમધ્ય સમુદ્રવિસ્તારના બાલ્કન દ્વીપકલ્પના દક્ષિણ ભાગને આવરે છે. તેની પશ્ચિમે આયોનિયન સમુદ્ર તથા પૂર્વમાં ઍજિયન સમુદ્ર આવેલા છે. તેની ઉત્તરે આલ્બેનિયા, યુગોસ્લાવિયા અને બલ્ગેરિયા છે. આશરે 34° 50´ ઉ.થી 41° 45´ ઉ. અક્ષાંશવૃત્ત તેમજ 19° 20´ પૂ.થી 28° 0´ પૂ. રેખાંશવૃત્ત…
વધુ વાંચો >ઘાના
ઘાના : આફ્રિકાની પશ્ચિમ બાજુએ 3° ઉ. અ.થી 11° 10´ ઉ. અ. તથા 1° પૂ. રેખાંશથી 3° 15´ પ. રેખાંશ વચ્ચે આવેલો દેશ. ઘાનાનું ક્ષેત્રફળ 2,38,533 ચોકિમી. છે. યુનો દ્વારા દર્શાવેલ માહિતી મુજબ આ દેશની વસ્તી 3,24,95,483 છે (2022). તેની ઉત્તરે વૉલ્ટા, પૂર્વ તરફ ટોગો, દક્ષિણે આટલાન્ટિક મહાસાગર અને પશ્ચિમે…
વધુ વાંચો >ચાવલા નવીન
ચાવલા નવીન (જ. 30 જુલાઈ 1945, નવી દિલ્હી) : ભારતના 16મા નિવૃત્ત મુખ્ય ચૂંટણી-અધિકારી અને સેવકશાહ. પ્રારંભિક અને શાલેય શિક્ષણ લૉરેન્સ સ્કૂલ, સનાવર, હિમાચલ પ્રદેશ ખાતે મેળવેલું. તે દરમિયાન તેમને બે વર્ષ માટે ભારત સરકારની શિષ્યવૃત્તિ મળી હતી. 1962–66નાં વર્ષો દરમિયાન દિલ્હીની સેંટ સ્ટીફન કૉલેજમાંથી ઇતિહાસના સ્નાતક બન્યા. ત્યારબાદ ફરી…
વધુ વાંચો >