રક્ષા મ. વ્યાસ

કંટક, પ્રેમાબહેન

કંટક, પ્રેમાબહેન (જ. 1905, કંવર; અ. 1985) : સ્વાતંત્ર્યસેનાની અને મહિલા સશક્તીકરણનાં સમર્થક. તેઓ 1928માં મુંબઈ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયાં. અભ્યાસકાળનાં વર્ષો દરમિયાન વિદ્યાર્થી-લડતમાં સક્રિય રહ્યાં અને સાઇમન કમિશન સમક્ષ દેખાવો યોજવાના કાર્યમાં જોડાયાં. બૉમ્બે પ્રેસિડેન્સી યૂથ લીગમાં કારોબારીના સભ્ય તરીકે ચૂંટાયાં. આ અરસામાં સામ્યવાદી વિચારધારાનો અભ્યાસ કર્યો, પણ આકર્ષાયાં ગાંધીવિચારથી.…

વધુ વાંચો >

કાયદો

કાયદો કોઈ પણ દેશ કે રાજ્યમાં જે નિયમો કે સિદ્ધાંતો હસ્તક નાગરિકોને ન્યાય અપાતો હોય છે, જેને અનુસરીને રાજ્યો-રાજ્યો વચ્ચેના, રાજ્ય અને નાગરિકો વચ્ચેના તથા પરસ્પર નાગરિકો વચ્ચેના વિવાદોનો નિકાલ કરવામાં આવતો હોય છે તથા જેને આધારે શાંતિ અને વ્યવસ્થા જળવાતી હોય છે તે નિયમો કે સિદ્ધાંતોનો સંપુટ. 1. સામાન્ય…

વધુ વાંચો >

કાસિમ, અબ્દુલ કરીમ

કાસિમ, અબ્દુલ કરીમ (જ. 21 નવેમ્બર 1914, બગદાદ; અ. 9 ફેબ્રુઆરી 1963, બગદાદ) : ઇરાકમાં 1958ના બળવા દ્વારા રાજાશાહીને પદભ્રષ્ટ કરનાર લશ્કરી અધિકારી અને નવા પ્રજાસત્તાકના પ્રમુખ અને વડાપ્રધાન. તેમણે ઇરાકની લશ્કરી અકાદમીમાં સૈનિક તરીકેની તાલીમ લીધી અને વિવિધ સ્તરે બઢતી મેળવી 1955 સુધીમાં ઉત્તરોત્તર ઊંચા હોદ્દા હાંસલ કર્યા. રાજાશાહીની…

વધુ વાંચો >

કાસ્ટ્રો, (રુઝ) ફિડેલ

કાસ્ટ્રો, (રુઝ) ફિડેલ (જ. 13 ઑગસ્ટ 1926, ખિરાન, ક્યૂબા; અ. 25 નવેમ્બર 2016, હવાના, ક્યૂબા) : 1959થી ક્યૂબામાં એકધારું, એકહથ્થુ શાસન ચલાવનાર સામ્યવાદી ક્રાંતિકારી નેતા તથા લશ્કરના વડા. ફિડેલ કાસ્ટ્રો એકીસાથે વડાપ્રધાન તથા રાષ્ટ્રપ્રમુખ હતા અને તેમની રાહબરી નીચે ક્યૂબા પશ્ચિમ ગોળાર્ધમાં એકમાત્ર સામ્યવાદી સત્તા તરીકે ટકી રહ્યું હતું. રશિયા…

વધુ વાંચો >

કાંશીરામ

કાંશીરામ (જ. 15 માર્ચ 1934, ખાવસપુર, રોપર જિલ્લો, પંજાબ; અ. 8 ઑક્ટોબર 2006, દિલ્હી) : અગ્રિમ રાજકારણી દલિત નેતા,  અને બહુજનસમાજ પક્ષ(BSP)ના સ્થાપક. પંજાબી ચમારમાંથી રૈદાસી શીખ બન્યા ત્યારે તેઓ સામાન્ય ભારતીયજન તરીકે સરકારી નોકરી કરતા હતા. ડૉ. આંબેડકર જયંતીની જાહેર રજા નાબૂદ કરવાના મુદ્દે દલિત કર્મચારીઓએ શરૂ કરેલી લડતમાં…

વધુ વાંચો >

કિમ-ઇલ-સુંગ

કિમ-ઇલ-સુંગ (જ. 15 એપ્રિલ 1912, પિયોંગયાંગ, ઉત્તર કોરિયા; અ. 8 જુલાઈ 1994, પિયોંગયાંગ) : ઉત્તર કોરિયાના સૈનિક, રાજનીતિજ્ઞ અને પછીથી પ્રમુખ. તેમનું મૂળ નામ કિમ-સુંગ-જૂ હતું. 1948થી 72 ડેમૉક્રેટિક પીપલ્સ રિપબ્લિક ઑવ્ કોરિયા(ઉત્તર કોરિયા)ના પ્રીમિયર અને ડિસેમ્બર 1972થી ઉત્તર કોરિયાના પ્રમુખ અને રાજ્યના વડા બન્યા. 1931માં કોરિયાની કમ્યુનિસ્ટ પાર્ટીમાં જોડાઈને…

વધુ વાંચો >

કેન્ટુકી

કેન્ટુકી : પૂર્વ યુ.એસ.ના મધ્ય ભાગમાં 37° 30′ ઉ. અ. અને 85° 15′ પ. રે.ની આજુબાજુ આવેલું રાજ્ય. તે રેડ ઇન્ડિયનોની શિકારભૂમિ તરીકે ઓળખાતું, પ્રેરીનું ટૂંકા ઘાસનું મેદાન ધરાવે છે. વ્યુત્પત્તિની ર્દષ્ટિએ કેન્ટુકીનો અર્થ છે ‘આવતીકાલની ભૂમિ’. આ રાજ્યનું પર્યાયીનામ (nick name) ‘બ્લૂગ્રાસ સ્ટેટ’ (Bluegrass state) છે. તેની ઉત્તરે ઇલિનૉય…

વધુ વાંચો >

કેન્યાટા જોમો

કેન્યાટા, જોમો (જ. 1897, નૈરોબી, કેન્યા; અ. 22 ઑગસ્ટ 1978, મૉમ્બાસા, કેન્યા) : કેન્યાના સ્વાતંત્ર્યસંગ્રામના અગ્રણી નેતા, સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી તેના પ્રથમ વડાપ્રધાન અને રાષ્ટ્રપ્રમુખ તથા સર્વ આફ્રિકાવાદના પ્રખર પુરસ્કર્તા. તેમનો જન્મ આફ્રિકાની કિકુયુ જાતિમાં થયો હતો. તે આ જ જાતિના કેન્દ્રીય મંડળ(Kikuyu Central Association)ના મહામંત્રી નિમાયા હતા (1928). પશ્ચિમના સામ્રાજ્યવાદના…

વધુ વાંચો >

કૉન્ડા કેનેથ

કૉન્ડા, કેનેથ (જ. 28 એપ્રિલ 1924, લુબવા, ઉત્તર ઝામ્બિયા; અ. 17 જૂન 2021, લુસાકા, ઝામ્બિયા) : ઝામ્બિયાના સ્વાતંત્ર્ય આંદોલનના નેતા અને તેના પ્રથમ પ્રમુખ. ઝામ્બિયાની સૌથી મોટી જાતિ બૅમ્બામાં જન્મ. માતા અને પિતા બંને શિક્ષકો. કેનેથ તેમનું આઠમું સંતાન હતા. શાળાકીય શિક્ષણ પ્રથમ લુબવામાં અને પછી લુસાકામાં લઈને થોડો સમય…

વધુ વાંચો >

કોયાજી બાનુ જહાંગીર

કોયાજી, બાનુ જહાંગીર (જ. 7 સપ્ટેમ્બર 1917, મુંબઈ; અ. 15 જુલાઈ 2004, પુણે) : ‘પદ્મભૂષણ’ અને 1993ના વર્ષના રેમન મૅગ્સેસે પારિતોષિક-વિજેતા તબીબ, મહિલાઉત્કર્ષ, બાળવિકાસ અને જાહેરસેવાઓના ક્ષેત્રે મહારાષ્ટ્ર રાજ્યમાં અનન્ય પ્રદાન કરનાર પારસી મહિલા. તેમના દાદા ભરૂચની ગ્રામીણ શાળાના આચાર્ય. પિતા પેસ્તનજી કાપડિયા વ્યવસાયે સ્થપતિ અને માતા બાપઈમાઈ નસરવાનજી મિસ્ત્રી…

વધુ વાંચો >