રક્ષા મ. વ્યાસ
એબાદી, શીરીન
એબાદી, શીરીન (જ. 21 જૂન 1947, ઈરાન) : 2003ના શાંતિ માટેના નોબેલ પારિતોષિકનાં વિજેતા ઈરાનનાં મુસ્લિમ મહિલા. તેઓ તહેરાન યુનિવર્સિટીમાંથી સ્નાતક થયેલાં અને ફારસી સાહિત્યના રસિયા શીરીને વ્યવસાય તરીકે કાયદાનું ક્ષેત્ર પસંદ કર્યું હતું. આ ક્ષેત્રમાં પ્રગતિ સાધતાં તેઓ 1975થી 79 દરમિયાન ઈરાનનાં પ્રથમ મહિલા-ન્યાયમૂર્તિના હોદ્દા સુધી પહોંચ્યાં. 1979ની ઇસ્લામિક…
વધુ વાંચો >એલચી
એલચી : અન્ય રાજ્યમાં સ્થાયી પ્રતિનિધિ તરીકે રહેતો રાજદૂત. દુનિયાનાં રાજ્યો પોતાનું હિત જાળવવા, પારસ્પરિક સંબંધો ગાઢ બનાવવા, અન્ય રાજ્યો સાથે સંપર્કમાં રહે છે અને તે માટે અરસપરસ પ્રતિનિધિઓની આપલે કરે છે. અન્ય રાજ્યમાં નિમાયેલ આવો પ્રતિનિધિ એલચી અથવા તો રાજદૂત કહેવાય છે. એલચી સંબંધી વ્યવસ્થા સંભાળવા માટેનો વિભાગ તે…
વધુ વાંચો >એશિયા
એશિયા દુનિયાના સાત ખંડો પૈકી સૌથી મોટો ખંડ. પૂર્વ ગોળાર્ધના ઉત્તર ભાગમાં 100 દ. અ.થી 800 ઉ. અ. અને 250 પૂ. રે.થી 1750 પૂ. રે. વચ્ચે આવેલો છે. પૃથ્વીના કુલ વિસ્તારના 11થી 12 ટકા અને કુલ સૂકી જમીનના 1/3 ભાગને તે આવરી લે છે. તેનું ક્ષેત્રફળ 4,46,14,399 ચોકિમી. છે. તેની…
વધુ વાંચો >ઓઝા, ગૌરીશંકર ઉદયશંકર
ઓઝા, ગૌરીશંકર ઉદયશંકર (જ. 21 ઑગસ્ટ 1805, ઘોઘા; અ. 1 ડિસેમ્બર 1891) : ગગા ઓઝા તરીકે જાણીતા, દીર્ઘકાલીન (57 વર્ષ) યશસ્વી કારકિર્દી ધરાવતા, જૂના ભાવનગર રાજ્યના દીવાન. ઘોઘામાં વડનગરા નાગર જ્ઞાતિમાં જન્મ. પિતા ઉદયશંકર, માતા અજબબા. ગામઠી નિશાળમાં સામાન્ય શિક્ષણ. દોઢ વર્ષે માતાનું અને તેર વર્ષે પિતાનું છત્ર ગુમાવનાર, મોસાળમાં…
વધુ વાંચો >ઓબામા, બરાક હુસેન
ઓબામા, બરાક હુસેન (જ. 4 ઑગસ્ટ 1961, હોનોલુલુ, હવાઈ રાજ્ય, અમેરિકા) : અમેરિકાના 44મા અને સૌપ્રથમ શ્યામવર્ણા (‘બ્લૅક’) પ્રમુખ. અમેરિકાના 230 વર્ષના ઇતિહાસમાં પ્રમુખપદ માટેની 56મી ચૂંટણીમાં એક આફ્રિકન–અમેરિકન સૌપ્રથમ વાર પ્રમુખપદના હોદ્દા પર ચૂંટાઈ આવ્યા છે. દેશના સર્વોચ્ચ સુકાનીપદે શ્યામવર્ણા નાગરિકને ચૂંટીને ઐતિહાસિક કદમ ઉઠાવવા સાથે અમેરિકા(યુ.એસ.)એ નવા રાજકીય…
વધુ વાંચો >ઓમાન
ઓમાન : અરબી દ્વીપકલ્પના અગ્નિખૂણામાં આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : 220 00′ ઉ. અ. અને 580 00′ પૂ. રે.. ભૂતકાળમાં તે મસ્કત અને ઓમાનના સંયુક્ત નામથી ઓળખાતું હતી. હોરમુઝની સામુદ્રધુનીમાં તે વ્યૂહાત્મક સ્થાને છે. તેની નૈર્ઋત્યે યેમેન (એડન), પશ્ચિમમાં સાઉદી અરેબિયા, વાયવ્યમાં સંયુક્ત આરબ અમીરાત (UAE), ઉત્તરમાં ઓમાનનો અખાત તથા…
વધુ વાંચો >ઑમ્બડુઝમૅન
ઑમ્બડુઝમૅન : જાહેર ફરિયાદોના સરળ અને ઝડપી નિવારણ માટેની સંસ્થા અને તેનો અધિકારી. સરકારનાં કાર્યો અને વહીવટી તંત્રની ગેરરીતિઓની તપાસ કરવા તેમજ સરકારના પેચીદા તંત્રમાં સામાન્ય નાગરિક વતી દરમિયાનગીરી કરવાની ખાસ કામગીરી આ સંસ્થા બજાવે છે. મૂળ સ્વીડિશ ભાષાનો આ શબ્દ લોકપાલ કે લોકાયુક્તની નિકટનો ‘કમિશનર’નો અર્થ ધરાવે છે. 18મી…
વધુ વાંચો >ઑર્ગેનિઝેશન ઑવ્ અમેરિકન સ્ટેટ્સ (OAS)
ઑર્ગેનિઝેશન ઑવ્ અમેરિકન સ્ટેટ્સ (OAS) : પશ્ચિમ ગોળાર્ધના દેશોએ સામૂહિક આત્મરક્ષણ, પ્રાદેશિક સહકાર અને પરસ્પરના વિવાદોનું શાંતિપૂર્ણ પદ્ધતિ દ્વારા નિરાકરણ લાવવાના હેતુથી રચેલું સંગઠન. 14 એપ્રિલ 1890ના રોજ અમેરિકા ખંડના દેશોના પ્રતિનિધિઓ વૉશિંગ્ટન ખાતે ફર્સ્ટ ઇન્ટરનૅશનલ કૉન્ફરન્સ ઑવ્ અમેરિકન સ્ટેટ્સના નિમિત્તે એકત્ર થયા ત્યારે આ સંસ્થાનાં બીજ રોપાયાં હતાં. આ…
વધુ વાંચો >ઑસ્ટ્રેલિયા
ઑસ્ટ્રેલિયા દક્ષિણ ગોળાર્ધમાં આવેલો સૌથી મોટો ટાપુમય દેશ. તે પૅસિફિક અને હિંદી મહાસાગરની વચ્ચે સેતુ સમાન છે. આ દેશ 100 41′ થી 430 39′ દ. અ. અને 1130 09’ થી 1530 39′ પૂ. રે. વચ્ચેનો 76,92,030 ચો.કિમી.નો વિસ્તાર આવરી લે છે. મકરવૃત્ત તેની લગભગ મધ્યમાંથી પસાર થાય છે. તેની જનસંખ્યા…
વધુ વાંચો >ઔલી સ્કીઇંગ કેન્દ્ર
ઔલી સ્કીઇંગ કેન્દ્ર : હિમાલયના ચમોલી ગઢવાલમાં આવેલું બરફ પરની રમતોનું જાણીતું કેન્દ્ર. ઉત્તરાખંડ રાજ્યના ચમોલી જિલ્લામાં આવેલા ગામ જોષીમઠથી 16 કિમી. દૂર આવેલું આ કેંદ્ર એશિયાભરમાં વિખ્યાત છે. ભૂતપૂર્વ ઉત્તરપ્રદેશના ચમોલી જિલ્લાનું પ્રથમ અને દેશનું નવું, બરફીલા ઢોળાવોવાળું આ હિમક્રીડા કેંદ્ર દુનિયાના નકશામાં તેજ ગતિએ ઊભરી રહ્યું છે. ઔલીના…
વધુ વાંચો >