રક્ષા મ. વ્યાસ
નાઇજિરિયા
નાઇજિરિયા : આફ્રિકા ખંડના મધ્ય-પશ્ચિમ ભાગમાં ઍટલાન્ટિક મહાસાગરના કિનારે આવેલો દેશ. જળમાર્ગ અને સિંચાઈની સુવિધા પૂરી પાડતી નાઇજર નદી આ દેશમાંથી પસાર થતી હોવાથી તેનું નામ નાઇજિરિયા પડ્યું છે. તે લગભગ 4° 20´ ઉ. અ.થી 13° 48´ ઉ. અ. અને 2° 38´ પૂ. રે.થી 14° 38´ પૂ. રે વચ્ચે આવેલો…
વધુ વાંચો >નાગરવાડિયા, વીરબાળાબહેન
નાગરવાડિયા, વીરબાળાબહેન (જ. 1 ઑગસ્ટ 1913, કરાચી; અ. 15 ઑગસ્ટ 2006, અમદાવાદ) : સ્વાતંત્ર્યસેનાની, સમાજસેવિકા અને વૃદ્ધાશ્રમ-પ્રવૃત્તિના પ્રણેતા. તેમના પિતાશ્રી મહિલાઓના સમાન અધિકારોના પુરસ્કર્તા હોવાથી પુત્રીને સમાજસેવાનાં કાર્યોમાં અને સ્વાતંત્ર્ય-લડત માટે પ્રોત્સાહિત કરતા. ભારતની સ્વાતંત્ર્ય-લડતના પ્રભાવ હેઠળ તેમણે વિદેશી કપડાંનો મોહ છોડ્યો અને ખાદી અપનાવી. પૂરી હિંમત અને જુસ્સાથી તેઓ…
વધુ વાંચો >નાગરિક અધિકારો
નાગરિક અધિકારો : નાગરિકને તેના સર્વાંગી વિકાસ માટે સભ્ય સમાજ દ્વારા અપાતું વૈચારિક સાધન. નાગરિકત્વ સમાજ અને રાજ્યના સભ્ય તરીકે પ્રાપ્ત થયેલો અધિકાર છે. સમાજના અન્ય ઘટકો સાથે ઘર્ષણ નિવારી સંવાદ સાધવો તેમજ પ્રત્યેક નાગરિકને વ્યક્તિત્વના પૂર્ણ વિકાસની તક આપવી તે નાગરિક જીવનની પાયાની જરૂરિયાત છે. તે આ અધિકારો દ્વારા…
વધુ વાંચો >નાગરિકશાસ્ત્ર
નાગરિકશાસ્ત્ર : નગર અને તેના રહેવાસીઓ અંગે વિચારણા કરતું શાસ્ત્ર. એક શાસ્ત્ર તરીકે નાગરિકશાસ્ત્રની પ્રચલિતતા હવે સીમિત બની ગઈ છે છતાં અમુક અંશે તેનું મહત્ત્વ નકારી શકાય નહિ. પ્રાચીન ગ્રીક પ્રજાનાં નગરો માટે વપરાતો અંગ્રેજી શબ્દ હતો ‘polis’ જેમાંથી ‘politics’ રાજ્યશાસ્ત્ર શબ્દની વ્યુત્પત્તિ થઈ. આવી જ બીજી પ્રાચીન પ્રજા રોમની,…
વધુ વાંચો >નાડર, રાલ્ફ
નાડર, રાલ્ફ (જ. 27 ફેબ્રુઆરી 1934, વિન્સ્ટેડ, કનેક્ટિકટ, યુ.એસ.) : અમેરિકાના અગ્રણી ધારાશાસ્ત્રી તથા ગ્રાહકસુરક્ષાના વિખ્યાત હિમાયતી. લેબનોનથી અમેરિકામાં કાયમી વસવાટ માટે દાખલ થયેલાં પ્રવાસી માતાપિતાના પુત્ર. ઉચ્ચ શિક્ષણ અમેરિકાની પ્રિન્સ્ટન યુનિવર્સિટી તથા હાવર્ડ લૉ સ્કૂલમાં લીધું. કાયદાના અભ્યાસ દરમિયાન સ્વયંચાલિત વાહનો દ્વારા થતા માર્ગઅકસ્માતોનો તથા તે વાહનોના ઉત્પાદન દરમિયાન…
વધુ વાંચો >નારાયણન્ કે. આર. (કોચેરિલ રમણ)
નારાયણન્, કે. આર. (કોચેરિલ રમણ) (જ. 27 ઑક્ટોબર, 1920, ઉઝહવ્વુર, કેરળ; અ. 9 નવેમ્બર, 2005 નવી દિલ્હી) : ભારતના તેરમા રાષ્ટ્રપ્રમુખ અને અનુભવી પ્રશાસક. પિતાનું નામ રમણ વૈદ્યન્. દલિત વર્ગમાંથી રાષ્ટ્રપ્રમુખના સર્વોચ્ચ પદ સુધી પહોંચનાર તેઓ દેશના પ્રથમ નાગરિક છે. 199297 દરમિયાન તેઓ ભારતના ઉપરાષ્ટ્રપ્રમુખ હતા. તેઓ અંગ્રેજી વિષય સાથે…
વધુ વાંચો >નિર્વાસિતો
નિર્વાસિતો : જાતિ, ધર્મ, રાષ્ટ્રીયતા કે રાજકીય માન્યતાઓને કારણે આચરવામાં આવતા ત્રાસ-જુલ્મથી બચવા માટે દેશવટો કરી ગયા હોય કે જેમને દેશમાંથી હાંકી કાઢવામાં આવ્યા હોય તેવા લોકો. ફ્રેંચ શબ્દ ‘refugie’માંથી ઊતરી આવેલો અંગ્રેજી પર્યાય ‘refugee’ પરથી નિર્વાસિત શબ્દ પ્રચલિત બન્યો. 1658માં રોમન કૅથલિક ફ્રાન્સમાંથી નાસી છૂટેલ પ્રૉટેસ્ટન્ટ હ્યુગેનૉટ્સને દર્શાવવા માટે…
વધુ વાંચો >નૅશનલ કૉન્ફરન્સ (જમ્મુ અને કાશ્મીર)
નૅશનલ કૉન્ફરન્સ (જમ્મુ અને કાશ્મીર) : ભારતના જમ્મુ-કાશ્મીર રાજ્યનો પ્રાદેશિક પક્ષ. 1932માં જમ્મુ-કાશ્મીર રાજ્યમાં શેખ અબદુલ્લા અને ગુલામ અબ્બાસ ચૌધરી દ્વારા તેની સ્થાપના થઈ હતી અને 1939માં તે સંગઠને ‘નૅશનલ કૉન્ફરન્સ’ નામ ધારણ કર્યું. આ વેળા તેની નેમ રાજ્યના તમામ લોકોનું પ્રતિનિધિત્વ કરવાની હતી. 1941માં ગુલામ અબ્બાસ આ પક્ષથી અલગ…
વધુ વાંચો >નૅશનલ રેલ મ્યુઝિયમ
નૅશનલ રેલ મ્યુઝિયમ : નવી દિલ્હીના ચાણક્યપુરી ખાતે આવેલું ભારતીય રેલ વિરાસતનું સંગ્રહાલય. આ રેલવે મ્યુઝિયમમાં ભારતમાં રેલવેનો આરંભ થયો ત્યારથી આજ સુધીનો રેલવેની ચીજવસ્તુઓનો સંગ્રહ થયો છે અને તેની જોવાલાયક વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી છે. તેની શરૂઆત 1 ફેબ્રુઆરી, 1977માં થઈ. તે દસ એકર(એટલે કે 40,000 વર્ગ માઈલ)ના વિસ્તારમાં…
વધુ વાંચો >નૉર્વે
નૉર્વે ઉત્તર યુરોપના સ્કૅન્ડિનેવિયન દ્વીપકલ્પમાં આવેલો દેશ. ભૌગોલિક સ્થાનની દૃષ્ટિએ તે 57° 53´થી 71° 0´ ઉ. અ. અને 5° 0´થી 31° 15´ પૂ. રે. વચ્ચે આવેલો છે. સ્વાલબાર્ડ અને યાન માઇએન ટાપુ સહિત તેનું કુલ ક્ષેત્રફળ 3,23,895 ચોકિમી. જેટલું છે. ઉત્તરે આર્ક્ટિક મહાસાગરનો બેરન્ટ્સ સમુદ્ર, વાયવ્ય તેમજ પશ્ચિમે નૉર્વેજિયન સમુદ્ર…
વધુ વાંચો >