યોગેન્દ્ર વ્યાસ
અમેરિકન-ઇન્ડિયન ભાષાઓ
અમેરિકન-ઇન્ડિયન ભાષાઓ પૂર્વભૂમિકા : પંદરમી સદીમાં કોલંબસ અને તે પછીના યુરોપિયનો ભારતની શોધમાં નવા જગતને કિનારે લાંગર્યા ત્યારે તેમણે એ પ્રદેશને ભારત માન્યો હતો, ત્યાંના રહેવાસીઓને ભારતીય માન્યા હતા અને તેમની ભાષાને ભારતીય એટલે કે ઇન્ડિયન ભાષાઓ માની હતી. પાછળથી એ આખો પ્રદેશ અમેરિકા તરીકે ઓળખાયો અને ત્યાંના મૂળ રહેવાસીઓની…
વધુ વાંચો >આર્મેનિયન ભાષા
આર્મેનિયન ભાષા : ઇન્ડો-યુરોપિયન ભાષાકુળના એક પેટાકુળ થ્રાકો-ફીજિયન જૂથની ભાષા. પ્રાચીન કાળમાં આંતોલિયામાં આ ભાષાનું પૂર્વરૂપ અસ્તિત્વ ધરાવતું હતું. એમ પણ કહી શકાય કે ફીજિયન ભાષામાંથી જ સીધી આર્મેનિયન ઊતરી આવી છે. જૂની આર્મેનિયન ભાષા જૂની ઈરાની અને જૂની સંસ્કૃત ભાષાને ખૂબ મળતી આવે છે. ચાર લાખ કરતાં વધુ ભાષકો…
વધુ વાંચો >ગુજરાત (ધર્મ અને સંસ્કૃતિથી ગુજરાતી ભાષા અને સાહિત્ય)
ગુજરાત ધર્મ અને સંસ્કૃતિ ધર્મ–સંપ્રદાય ગુજરાતમાં આનર્ત, સુરાષ્ટ્ર, લાટ અને તેની દક્ષિણે અપરાન્ત સુધીના પ્રદેશનો સમાવેશ થતો હતો. ભારતની પશ્ચિમેથી આથર્વણો અને પશ્ચિમોત્તર દિશામાંથી શર્યાતો અહીં આવ્યા ત્યારે સંભવત: વૈદિક ધર્મનાં છૂટાંછવાયાં કેન્દ્રો ઉત્તર ગુજરાત, લાટ અને નર્મદાતટ તથા કચ્છ-સુરાષ્ટ્રમાં હતાં. શર્યાતિએ તેના પુત્ર આનર્તને આ પ્રદેશનું રાજ્ય સોંપ્યું ત્યારથી…
વધુ વાંચો >તુર્કી ભાષા અને સાહિત્ય
તુર્કી ભાષા અને સાહિત્ય : તુર્કી ભાષા : તુર્કસ્તાનની રાષ્ટ્રીય ભાષા અને સાયપ્રસની એક રાજભાષા. તુર્કી ભાષા ઉરાલ-ઍલ્તાઇક ભાષાકુળની ઍલ્તાઇક ઉપશાખાની એક ભાષા છે. ઇસ્તંબુલમાં ભણેલીગણેલી વ્યક્તિઓ જે તુર્કી બોલે છે તે તેની માન્યભાષા અથવા સાહિત્યભાષા છે. સ્વરવ્યવસ્થાની સમતુલા અને તેને કારણે ભાષા ઉચ્ચારતી કે બોલતી વખતે આવતો લય તેની…
વધુ વાંચો >પંડિત બેચરદાસ દોશી
પંડિત, બેચરદાસ દોશી (જ. 2 નવેમ્બર 1889, વળા – વલભીપુર, જિ. ભાવનગર; અ. 11 ઑક્ટોબર 1982, અમદાવાદ) : સંસ્કૃત, પ્રાકૃત, પાલિ અને અપભ્રંશના બહુશ્રુત ગુજરાતી વિદ્વાન. પિતા : જીવરાજ લાધાભાઈ દોશી. માતા : ઓતમબાઈ. જ્ઞાતિએ વીસા શ્રીમાળી દેરાવાસી જૈન. લગ્ન અમરેલીમાં અજવાળી ઝવેરચંદ દોશી સાથે થયેલાં. દસ વર્ષની ઉંમરે પિતા…
વધુ વાંચો >બોલી અને ગુજરાતી બોલીઓ
બોલી અને ગુજરાતી બોલીઓ બોલી એટલે એક જ ભાષા-પ્રદેશમાં બોલાતી જ્ઞાતિ, વ્યવસાય કે વિશિષ્ટ હેતુની છાપ ધરાવતી ખાસ પ્રકારની ભાષા. તદનુસાર ગુજરાતમાં વિવિધ બોલીઓ છે. ભાષા-વપરાશની વિવિધતાનો અભ્યાસ ભાષાની પ્રકૃતિ (સ્વરૂપ) અને કામગીરીને સમજવામાં તો ઉપયોગી થાય જ, પરંતુ ભાષા શીખવા-શીખવવાની પ્રક્રિયામાં તથા ભાષા-આયોજનમાં પણ તે ઉપયોગી થઈ શકે. ભાષાનું…
વધુ વાંચો >ભાષા અને ભાષાવિજ્ઞાન
ભાષા અને ભાષાવિજ્ઞાન અધ્યયન પદ્ધતિઓ, ભાષાવિજ્ઞાનની શાખાઓ, ભાષાની વ્યાખ્યા, ભાષા : અવગમનનું સાધન, ભાષાની ઉત્પત્તિ, ભાષા અને વાણી, ભાષા અને બોલી, ભાષાવિજ્ઞાન અને અન્ય વિજ્ઞાનો, ભાષાનું સ્વરૂપલક્ષી અધ્યયન, ધ્વનિવિચાર, રૂપવિચાર, વાક્યવિચાર, ભાષાનું ઐતિહાસિક અધ્યયન, ભાષાપરિવર્તન, ભાષાઓનું સ્વરૂપનિષ્ઠ વર્ગીકરણ (typological classification), ભાષાકુળો, ભાષાનું શાસ્ત્રીય કે વૈજ્ઞાનિક પદ્ધતિએ અધ્યયન કરતું શાસ્ત્ર કે…
વધુ વાંચો >વ્યુત્પત્તિવિચાર (1975)
વ્યુત્પત્તિવિચાર (1975) : ગુજરાતી ભાષાવિજ્ઞાનક્ષેત્રે ડૉ. હરિવલ્લભ ભાયાણીના શ્રેષ્ઠ પ્રદાનરૂપ ગ્રંથ. ગુજરાતીમાં કાલક્રમે આવેલાં પરિવર્તનોનું અધ્યયન ઓગણીસમી સદીના ઉત્તરાર્ધથી આરંભાયું. એ સાથે ગુજરાતી શબ્દોની વ્યુત્પત્તિઓ અને ઇતિહાસને લગતી શાસ્ત્રીય વિચારણાઓ પણ શરૂ થઈ. ગુજરાતીમાં શબ્દોનાં મૂળ અને કુળ તેમજ ઇતિહાસની ગંભીર ભાવે તપાસ કરવાની પ્રવૃત્તિ વ્રજલાલ કા. શાસ્ત્રીના ‘ઉત્સર્ગમાળાથી’ આરંભાઈ.…
વધુ વાંચો >