યાંત્રિક ઇજનેરી

પટ્ટો (belt)

પટ્ટો (belt) : એક શાફ્ટમાંથી બીજા શાફ્ટને શક્તિનું સંચારણ (transmission) કરવા માટે નમ્ય જોડાણ કરનાર (flexible connector)  ઉપકરણ. શક્તિનું સંચારણ બંને શાફ્ટને દાતાઓ દ્વારા જોડીને પણ થઈ શકે. પરંતુ જ્યારે બે શાફ્ટની ધરીઓ વચ્ચેનું અંતર વધુ હોય ત્યારે પટ્ટા વપરાય છે. ચાર જાતના પટ્ટા વ્યવહારમાં વપરાય છે : (1) સપાટ…

વધુ વાંચો >

પરિછિદ્રક (reamer)

પરિછિદ્રક (reamer) : દાગીનામાં પાડેલા છિદ્રને સાફ કરી (વધુ સારું પૃષ્ઠ-સમાપન મેળવી), તેનાં પરિમાણો વધુ ચોક્કસ મેળવવા માટેનું સાધન. પ્રથમ ડ્રિલિંગ કર્યા પછી પરિછિદ્રક અથવા રીમર વપરાય છે. પરિછિદ્રકમાં શારડી(ડ્રિલ)નાં પાનાં કરતાં કર્તનધારો વધારે સંખ્યામાં હોય છે; પરંતુ ડ્રિલિંગમાં ધાતુ જેટલા પ્રમાણમાં છોલાય તેના કરતાં રીમિંગમાં ઓછી છોલાય છે; કારણ…

વધુ વાંચો >

પરિભ્રામી એન્જિનો (rotary engines)

પરિભ્રામી એન્જિનો (rotary engines) ઊર્જાનું યાંત્રિક કાર્યશક્તિમાં રૂપાંતર કરનાર યંત્ર. વ્યાપક અર્થમાં તેને એન્જિન કહેવામાં આવે છે. જે એન્જિનમાં પરિભ્રામક ચકતી (ચક્ર) દ્વારા મુખ્ય ધરીને સીધી પરિભ્રામી ગતિ મળે તે એન્જિન પરિભ્રામી એન્જિન કહેવાય. એન્જિનોમાં ઊર્જાસ્રોત-ઇંધન રૂપે પેટ્રોલ કે ડીઝલ તેલ બાળીને પેદા થતી ઉષ્માની કે રેલવેમાં ઉપરના વીજ દોરડામાંથી…

વધુ વાંચો >

પર્ટ (Programme Evaluation and Review Technique – PERT)

પર્ટ (Programme Evaluation and Review Technique – PERT) : નિર્માણયોજનાનાં વિક્ટ કાર્યો પૂરાં કરવા માટે, સમયનો અંદાજ કાઢી તદનુસાર સમયસારણી બનાવીને વિકસાવવામાં આવેલી સંકલન-પદ્ધતિ. નિર્માણયોજના સાંગોપાંગ સમયસર પૂરી થાય તે માટે વિવિધ પ્રકારની સંચાલકીય અંકુશપદ્ધતિઓ વિકસાવવામાં આવેલી છે. તે પૈકી એક છે ‘કાર્યક્રમ મુલવણી અને પુનરવલોકન પદ્ધતિ’ (Programme Evaluation and…

વધુ વાંચો >

પવનચક્કી (wind mill)

પવનચક્કી (wind mill) : પવનની ઊર્જાને નાથવા માટેની ચક્કી. પવનચક્કીઓનું વર્ગીકરણ : પવનચક્કીઓનું વર્ગીકરણ નીચે પ્રમાણે કરવામાં આવે છે : આ બંને પ્રકારેમાં જુદી જુદી જાતની પવનચક્કીઓ વપરાશમાં છે. ક્ષૈતિજ પવનચક્કી : વ્યાપક પ્રમાણમાં આ પ્રકારની પવનચક્કીઓ મળે છે. તેમાં, એક પાંખિયાવાળી અથવા બે, ત્રણ કે બહુ પાંખિયાંવાળી પવનચક્કીઓ આવે…

વધુ વાંચો >

પંખાકાર કાંપસમૂહ (Bajada Bahada)

પંખાકાર કાંપસમૂહ (Bajada, Bahada) : (1) શુષ્ક કે અર્ધશુષ્ક પ્રદેશોમાં પૂર-પટ(flood-sheet)ને પરિણામે શિલાચૂર્ણની નિક્ષેપક્રિયા દ્વારા વિસ્તૃત પંખાકારમાં રચાતું મેદાની સ્વરૂપ. (2) પર્વત અને થાળાની વચ્ચેના વિસ્તારમાં પર્વત-તળેટીથી થાળા સુધીના ભાગમાં પંખાકારે કાંપના ભેગા થતા જવાથી રચાતું લગભગ સપાટ મેદાની આવરણ. (3) પર્વતની હારમાળાના તળેટી-વિસ્તારમાં પર્વતની ધારે ધારે કાંપના સંગમથી શ્રેણીબંધ…

વધુ વાંચો >

પંખો (air-fan)

પંખો (air-fan) : હવા ફેંકતું સાધન. હવાના દબાણમાં ફેરફાર કરીને હવાના પ્રવાહ દ્વારા ઠંડક ઉત્પન્ન કરવા માટેનાં અનેક ઉપકરણોમાં પંખો મુખ્ય છે. રાજમહેલોથી માંડી સામાન્ય જનસમાજમાં હાથથી ચલાવાતા જાતજાતના પંખાઓ ખાસ કરીને ઉનાળાની ગરમીથી રાહત મેળવવા વપરાતા રહ્યા છે. હાલ વિદ્યુત-પંખાઓ આ માટે વપરાય છે. વિદ્યુત-પંખાઓ બે, ત્રણ કે ચાર…

વધુ વાંચો >

પંપ

પંપ : વાયુ અથવા પ્રવાહી જેવા તરલોની હેરફેર અથવા તેમને સંકોચવા માટેની પ્રયુક્તિ (device). પિયત અને પાકસંરક્ષણ એ ખેતઉત્પાદનનાં અનિવાર્ય અંગો હોઈ પિયત માટે પાણી ખેંચવા કે પાકસંરક્ષણ અર્થેનાં રસાયણોનો છંટકાવ કરવા માટે પંપ એ પાયાની જરૂરિયાત છે. પાકસંરક્ષણ અર્થે મુખ્યત્વે માનવશક્તિ અને યંત્રશક્તિ પર આધારિત બે પ્રકારના પંપોનો ઉપયોગ…

વધુ વાંચો >

પિસ્ટન અને સિલિંડર

પિસ્ટન અને સિલિંડર : એન્જિનના મહત્વના ભાગો. સિલિંડરમાં પિસ્ટન પશ્ચાગ્ર (reciprocating) ગતિએ ફરે છે. સિલિંડર એ બહારનો અને પિસ્ટન એ અંદરનો ભાગ ગણાય. એન્જિનમાં ઉચ્ચ દબાણવાળી વાયુની શક્તિનું યાંત્રિક શક્તિમાં રૂપાંતર કરવામાં સિલિંડર-પિસ્ટનની જોડ મહત્વનો ભાગ ભજવે છે. સિલિંડરને ઠંડું પાડવા માટે, સિલિંડરની આસપાસ જૅકેટ મૂકવામાં આવે છે ને તેમાંથી…

વધુ વાંચો >

પૅકિંગ-1

પૅકિંગ-1 : વરાળ અને દ્રવચાલિત (hydraulic) ઉપયોગ વખતે ઊંચા દબાણ માટે વપરાતું સીલ. બે ભાગ વચ્ચેની ગતિ સમયાંતરિત (iufrequent) હોય. [દા. ત., વાલ્વ સ્તંભ (valve stem)માં] અથવા સતત હોય (દા. ત., પંપમાં અથવા એન્જિનના પિસ્ટન રૉડમાં.) સીલ અને પૅકિંગની વચ્ચે કોઈ ભેદભાવની રેખા ન હોઈ પૅકિંગને સીલ જ કહેવાય છે.…

વધુ વાંચો >