મ. ઝ. શાહ

લિલી

લિલી : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા એમેરિલિડેસી કુળની કેટલીક જાતિઓ. આ બધી જાતિઓ કંદમાંથી થાય છે. તેમનાં પાન સાંકડાં, પટ્ટી આકારનાં અને લાંબાં હોય છે. તેઓ બધી જગાએ થાય છે. પરંતુ થોડા ભેજવાળી આબોહવામાં અને સાધારણ છાંયામાં સારી રીતે થાય છે. તેની કેટલીક જાતિઓ આ પ્રમાણે છે. સ્પાઇડર લિલી અથવા…

વધુ વાંચો >

લીમડો

લીમડો દ્વિદળી વર્ગમાં આવેલા મેલિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Azadirachta indica A. Juss. (સં. નિંબ, પ્રભદ્ર; સર્વતોભદ્ર; મ. કડૂનિંબ, બાળંત નિંબ; હિં., બં. નીમ; ત.તુ.ક. એવું.; તે. વેપ્પા; મલ. વેપ્પુ; અં. માર્ગોસા ટ્રી, નીમ ટ્રી) છે. તે વિશાળ, સદાહરિત, 12 મી.થી 18 મી. ઊંચું અને 1.8 મી.થી 2.4…

વધુ વાંચો >

લીલી વાડ

લીલી વાડ : ઉદ્યાન, ખેતર, પટાંગણ કે નાના ભૂખંડ(plot)ની ફરતે આવેલી લીલા છોડોની બનેલી સરહદ સૂચવતી આડ. તેને માટે સામાન્યત: થોર, મેંદી કે અન્ય નાની શોભન-વનસ્પતિઓ પસંદ કરવામાં આવે છે. આવા છોડોને અવારનવાર કાપતા રહી વાડને એકસરખી રાખવામાં આવે છે. લીલી વાડમાં નાના એકસરખા છોડ હોય તો તેને કાપવાની જરૂર…

વધુ વાંચો >

લૂણી

લૂણી : દ્વિદળી વર્ગમાં આવેલા પૉર્ચ્યુલેકેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Portulaca oleracea Linn. (મોટી લૂણી) અને P. quadrifolia Linn. (નાની લૂણી) (સં. ચિવિલ્લિકા, ધોલિકા; મ. ધોળ, હિં. બડીનોનિઆશાક, કુલ્ફા; બં. વનપુની, ક્ષુદેગુની; ક. ગોલિ. તે. અઈલકુરા, અં. કૉમન પર્સલેન) છે. મોટી લૂણી એક માંસલ, ભૂપ્રસારી કે ટટ્ટાર એકવર્ષાયુ…

વધુ વાંચો >

લેગરસ્ટ્રોમિયા

લેગરસ્ટ્રોમિયા : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા લિથ્રેસી કુળની એક પ્રજાતિ. તે ક્ષુપ અને વૃક્ષ-જાતિઓની બનેલી છે અને તેનું વિતરણ મુખ્યત્વે દક્ષિણ-પૂર્વ એશિયાથી ઑસ્ટ્રેલિયા સુધી થયેલું છે. કેટલીક જાતિઓ કીમતી ઇમારતી લાકડું આપે છે. થોડીક જાતિઓ શોભન છે. ભારતમાં તેની 10 જેટલી જાતિઓ થાય છે. Lagerstroemia hypoleuca kurz (આંદામાન-પાબ્ડા, પાઇન્મા), L.…

વધુ વાંચો >

લેડીઝ લેસ (Lady’s lace)

લેડીઝ લેસ (Lady’s lace) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા એપિયેસી (અંબેલીફેરી) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Pimpinella monoica છે. છોડના દેખાવ પરથી તેનું નામ લેડીઝ લેસ પડ્યું હોવાની શક્યતા છે. તે શિયાળામાં થાય છે. ઑક્ટોબર પછી તેનાં બી રોપી ધરુ 5 સેમી.થી 7 સેમી. ઊંચું થાય ત્યારે તેને કાયમના…

વધુ વાંચો >

લૅન્ટાના

લૅન્ટાના : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા વર્બિનેસી કુળની એક પ્રજાતિ. તેની જાતિઓ શાકીય, ઉપક્ષુપ (under shrub) અને ક્ષુપ-સ્વરૂપ ધરાવે છે અને મુખ્યત્વે અમેરિકાના ઉષ્ણકટિબંધીય અને ઉપોષ્ણકટિબંધીય પ્રદેશોમાં તેમનું વિતરણ થયેલું છે. બહુ થોડી જાતિઓ જૂની દુનિયાના ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં થાય છે. ભારતમાં તેની સાત કે આઠ જાતિઓ થાય છે. ગંધારી (Lanatana…

વધુ વાંચો >

લૅન્ડ સ્કેઇપ (દૃશ્યભૂમિ)

લૅન્ડ સ્કેઇપ (દૃશ્યભૂમિ) : ભૂમિદૃશ્ય. તે કુદરતી દૃશ્યની સુંદરતા સાથે સંકળાયેલ છે. ઉદ્યાનમાં સપાટ ભૂમિ પર લૉન હોય તેના પ્રમાણમાં થોડો ઊંચો, આછા ઢાળવાળો અને મોટી જગા ખુલ્લી રહે તે રીતે લૉનનો ટેકરો કર્યો હોય તો તે સુંદર લાગે છે અને માનવ- ઉપયોગમાં પણ આવી શકે છે. સપાટ લૉનથી ઉદભવતી…

વધુ વાંચો >

લૉન (lawn)

લૉન (lawn) : વ્યવસ્થિત રીતે કાતરેલા ઘાસવાળી હરિયાળી ભૂમિ. દરેકને આવી લીલી-પોચી લૉન ઉપર ચાલવાનું, બેસવાનું અને તે જોવાનું ગમે છે. સામાન્ય રીતે ઊગતા ઘાસને, આવું એકસરખું લીલુંછમ રાખવું એ પણ એક કળા છે. આ માટે મુખ્યત્વે ધરો (cynodon dactylon દુબ, દૂર્વા; કુળ : પોએસી ઘાસ) વપરાય છે. વિશ્વમાં cynodonની…

વધુ વાંચો >

વર્બિના (verbena)

વર્બિના (verbena) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા વર્બિનેસી કુળની એક પ્રજાતિ. તેની ત્રણ જાતિઓ સામાન્ય રીતે બગીચામાં ઉછેરવામાં આવે છે : (1) વર્બિના હાઇબ્રિડ્સ (Verbena hybrids), (2) વર્બિના એરિનૉઇડીસ (V. erinoides) અને (3) વર્બિના વેનૉસા (V. venosa). જોકે હવે મોટેભાગે વર્બિના હાઇબ્રિડ્સ જાતિ ઉછેરવામાં આવે છે. મોટા છોડની નીચે, લીલીછમ…

વધુ વાંચો >