મ્યુઝિયમ

મ્યુઝિયમ ઑવ્ મૉડર્ન આર્ટ, ન્યૂયૉર્ક

મ્યુઝિયમ ઑવ્ મૉડર્ન આર્ટ, ન્યૂયૉર્ક : અદ્યતન કલાશૈલીનો સંગ્રહ અને  પ્રદર્શન ધરાવતું વિશ્વનું એક જાણીતું મ્યુઝિયમ. તેમાં 1880થી આજ સુધીની અમેરિકા અને અન્ય દેશોની તમામ પ્રકારની મુખ્ય કલા વિશેની ગતિવિધિ દર્શાવતી 1,00,000થી વધુ વસ્તુઓનો સંગ્રહ છે. આ સંગ્રહમાં ચિત્રો, શિલ્પો, આલેખનો, સ્થાપત્ય અને ડિઝાઇન, સુશોભનકલા, ઔદ્યોગિક ડિઝાઇન, હસ્તકલા, નકશીકામ અને…

વધુ વાંચો >

મ્યુઝિયૉલૉજી

મ્યુઝિયૉલૉજી : મ્યુઝિયમની ચીજવસ્તુઓને સુરુચિપૂર્વક પ્રદર્શિત કરવા અંગેની વિદ્યા. મ્યુઝિયમોની લોકપ્રિયતા વધતાં થોડાં વર્ષોથી આ વિદ્યાનો સ્વતંત્ર વિદ્યા તરીકે વિકાસ થયો છે. મ્યુઝિયમની પ્રદર્શિત કરવા અંગેની સામગ્રીમાં દર્શકો વધુમાં વધુ રસ લે અને એ રીતે જે તે પદાર્થનું યથાર્થ જ્ઞાન સંક્રાંત થતું જાય, એવું પ્રયોજન આ વિદ્યાશાખાનું રહેલું છે. આમાં…

વધુ વાંચો >

રજની પારેખ આર્ટ્સ કૉલેજ મ્યુઝિયમ, ખંભાત

રજની પારેખ આર્ટ્સ કૉલેજ મ્યુઝિયમ, ખંભાત : છઠ્ઠીથી સત્તરમી સદી વચ્ચેના શૈવ, વૈષ્ણવ, શાક્ત અને સૌર સંપ્રદાયને લગતા પ્રાગ્-ઐતિહાસિક અને મધ્યકાલીન અવશેષો ધરાવતું સંગ્રહસ્થાન. તે 929 ચોમી. વિસ્તાર આવરી લે છે. પ્રારંભમાં 1960થી શિલ્પ-કલાકૃતિઓ શ્રી રજની પારેખ આર્ટ્સ ઍન્ડ કૉમર્સ કૉલેજમાં સંગૃહીત કરવામાં આવેલી. પાછળથી તેને માટેનું નવું મકાન 1996માં…

વધુ વાંચો >

રમકડાં-મ્યુઝિયમ

રમકડાં-મ્યુઝિયમ : જર્મનીમાં સોનબર્ગ ખાતે સૈકા જૂનાં તથા આધુનિક રમકડાંનો વિપુલ સંગ્રહ. વિશ્વનાં રમકડાંનો પાંચમો ભાગ અહીં સંગૃહીત હોઈ તે ‘વિશ્વ રમકડાં રાજધાની’ (વર્લ્ડ ટૉઇઝ કૅપિટલ) તરીકે ઓળખાય છે. ત્રણ માળના મકાનમાં આ સંગ્રહસ્થાન આવેલું છે. સૌથી નીચેના માળે યાંત્રિક રમકડાં છે. તેમાં વરાળથી ચાલતું એન્જિન, રોલર કોસ્ટર, મોટા જથ્થામાં…

વધુ વાંચો >

રશિયન મ્યુઝિયમ

રશિયન મ્યુઝિયમ : સેંટ પીટર્સબર્ગમાં આવેલું રશિયન કલાના સંગ્રહનું અગત્યનું મ્યુઝિયમ. ઓગણીસમી સદીના પ્રારંભમાં સ્થપતિ કાર્લો રોસીએ સેંટ પીટર્સબર્ગમાં એક મહેલ બાંધવો શરૂ કરેલો. ‘મિખાઇલૉવ્સ્કી પૅલેસ’ નામ ઓળખાતા આ મહેલનું બાંધકામ 1823માં પૂરું થયેલું. 1891માં આ મહેલ ‘રશિયન મ્યુઝિયમ’માં ફેરવાયો અને ત્યાં પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન રશિયન કલાની કૃતિઓ જાહેર…

વધુ વાંચો >

રાજા દિનકર કેળકર મ્યુઝિયમ

રાજા દિનકર કેળકર મ્યુઝિયમ : ભારતનું એક પ્રેરણાદાયી સંગ્રહસ્થાન. આ મ્યુઝિયમમાં ભારતીય કલાને વરેલા સ્વ. દિનકર કેળકરનો સંગ્રહ પ્રદર્શિત કરવામાં આવ્યો છે. તેમણે 60 વર્ષ સુધી અવિરત પ્રવાસ ખેડીને ભારતનાં અતિ અંતરિયાળ ગામો અને નગરોમાંથી કલાત્મક ચીજવસ્તુઓ ખરીદી લાવી મહારાષ્ટ્ર રાજ્યના પુણે શહેરમાં તેનો સંગ્રહ કર્યો હતો. તેમના સંગ્રહની એકેએક…

વધુ વાંચો >

રાય, કૃષ્ણદાસ

રાય, કૃષ્ણદાસ (જ. 1885ની આસપાસ; અ. ? ) : ભારતીય કલા અંગે જાગૃતિ પ્રેરનાર કલામર્મજ્ઞ અને વિદ્વાન તથા વારાણસીના વિશ્વવિખ્યાત મ્યુઝિયમ ‘ભારત કલા ભવન’ના સ્થાપક. બાળપણથી જ કૃષ્ણદાસને ચિત્રો દોરવાનો છંદ લાગ્યો હતો. તરુણવયે તેઓ ચિત્રકાર તો ન બન્યા, પણ કલાપ્રેમ એટલો વધ્યો કે તે કલા-ઇતિહાસકાર અને આલોચક બન્યા. 1910માં…

વધુ વાંચો >

રાવલ, ઇન્દ્રશંકર

રાવલ, ઇન્દ્રશંકર (જ. 2 સપ્ટેમ્બર 1920, પોરબંદર; અ. 29 ઑગસ્ટ 2002, ગાંધીનગર) : સ્વાતંત્ર્યસેનાની, સંશોધક, વિદ્યાવ્યાસંગી અને અધ્યાત્મવાદી. સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રાના સંસ્કારી ઔદીચ્ય બ્રાહ્મણ પરિવારમાં જન્મ. પિતા ખોડીદાસ એકેશ્વરવાદી શિવોપાસક, કમ્પાઉન્ડર; નૉન-મેટ્રિક છતાં અંગ્રેજી અને લૅટિનનો ભારે શોખ તથા ચિત્રકાર. વૈષ્ણવ પુદૃષ્ટિ સંપ્રદાયમાં માનનાર, ચુસ્ત ગાંધીભક્ત માતા ધનલક્ષ્મી ધારાસણા મીઠા…

વધુ વાંચો >

રિક્સ મ્યુઝિયમ, ઍમ્સ્ટરડૅમ (નેધરલૅન્ડ)

રિક્સ મ્યુઝિયમ, ઍમ્સ્ટરડૅમ (નેધરલૅન્ડ) : મહાન ડચ ચિત્રકારો જેવા કે રૅમ્બ્રાં, વરમીર, હૉલ્સ અને રૉટ્સડાલ જેવા પ્રસિદ્ધ ચિત્રકારોની ભવ્ય કૃતિઓનો સંગ્રહ. 1808માં હૉલૅન્ડના રાજા લૂઈ નેપોલિયનની આજ્ઞાથી, 1798માં હેગમાં સ્થાપેલા કલાસંગ્રહ ‘ધ નૅશનલ મ્યુઝિયમ’માંથી ફ્રાન્સમાં નહિ ખસેડાયેલાં ચિત્રોનો પ્રથમ સંગ્રહ આમાં ગોઠવવામાં આવ્યો. સૌપ્રથમ તે ડચ ચિત્રોને ઍમ્સ્ટરડૅમના ટાઉનહૉલમાં લટકાવવામાં…

વધુ વાંચો >

રૉબર્ટ ગૅડોનનો કલાસંગ્રહ

રૉબર્ટ ગૅડોનનો કલાસંગ્રહ : જર્મનીમાં મ્યૂનિક ખાતેનો ત્રીજી સદીથી ઓગણીસમી સદી સુધીની ભારતીય કલાકૃતિઓનો સર્વશ્રેષ્ઠ અને વિશાળ સંગ્રહ. ‘થેરપી’ નામના તબીબી સામયિકના તંત્રી રૉબર્ટ ગૅડોનના અંગત સંગ્રહને 1966માં જનતા માટે વિધિવત્ રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. રોબર્ટના પિતામહ શિલ્પી હતા. તેમના સંસ્કાર રૉબર્ટમાં ઊતર્યા અને 1955થી તેમને ભારતીય કલાકૃતિઓના સંગ્રહનો…

વધુ વાંચો >