મોહિયુદ્દીન બૉમ્બેવાલા
જૈન, (ડૉ.) જ્ઞાનચંદ
જૈન, (ડૉ.) જ્ઞાનચંદ (જ. 1923, અલ્લાહાબાદ અ. ઑગસ્ટ 2007 કૅલિફોર્નિયા યુ.એસ.એ.) : ઉર્દૂ ભાષાના આધુનિક યુગના નામાંકિત સંશોધક. માધ્યમિક અને કૉલેજશિક્ષણ મેળવ્યા પછી તેઓ અલ્લાહાબાદ યુનિવર્સિટીમાં જોડાયા. એમ.એ.ની ઉપાધિ મેળવ્યા બાદ ‘ઉર્દૂ કી નસરી દાસ્તાને’ પર વિદ્યાવાચસ્પતિની ઉપાધિ પ્રાપ્ત કરી. તેમના આ મહાનિબંધથી તેમને સંશોધક તરીકે ખ્યાતિ મળી; અને કેટલાક…
વધુ વાંચો >ઝકાઉલ્લાહ મૌલવી
ઝકાઉલ્લાહ મૌલવી (જ. 1822, દિલ્હી) : બહુમુખી પ્રતિભા ધરાવતા ઇતિહાસવિદ. તેમના વિદ્વાન પિતાએ પુત્રની કેળવણી પાછળ ભારે જહેમત લીધી. 12 વરસની ઉંમરે જ દિલ્હી કૉલેજમાં દાખલ થયા. પાછળથી ઉર્દૂના ખ્યાતનામ લેખકો બનેલા નઝીરઅહમદ અને મોહંમદ હુસેન આઝાદ ત્યાં તેમના સહાધ્યાયીઓ હતા. ભૂમિતિમાં વિશેષ રસ હોઈ, ભૂમિતિમાં તેઓ પારંગત થયા અને…
વધુ વાંચો >‘ઝૌક’, શેખ મોહંમદ ઇબ્રાહીમ
‘ઝૌક’, શેખ મોહંમદ ઇબ્રાહીમ (જ. 1787; અ. 1854) : પ્રતિષ્ઠિત ઉર્દૂ કવિ. તેઓ આખરી મુઘલ બાદશાહ બહાદુરશાહ ‘ઝફર’ના ઉસ્તાદ હતા. ‘ઝૌક’ તેમનું તખલ્લુસ અને ‘ખાકાનીએ હિન્દ’, ‘મલિકુશ્શોરા’, અને ‘ઉમદતુલ ઉસ્તાઝીન ખાન બહાદુર’ તેમના ખિતાબો હતા. તેમના નામની આગળ સામાન્ય રીતે લખાતો-બોલાતો શબ્દ ‘શેખ’ સૂચવે છે કે તેઓ ઉચ્ચ કુટુંબના હતા.…
વધુ વાંચો >તરક્કી-એ-ઉર્દૂ બ્યૂરો
તરક્કી-એ-ઉર્દૂ બ્યૂરો : ઉર્દૂ ભાષા–સાહિત્યના વિકાસ માટેની સંસ્થા. ઉર્દૂ ભાષાના સર્વાંગી વિકાસ અને પ્રસારણ માટે માનવ-સંસાધન મંત્રાલયે પહેલા ‘તરક્કી-એ-ઉર્દૂ બૉર્ડ’ અને પાછળથી ‘તરક્કી-એ-ઉર્દૂ બ્યૂરો’ની સ્થાપના કરી છે. તે ઉર્દૂ ભાષા માટે વ્યાપક, વિસ્તૃત અને નક્કર કાર્યક્રમોનું આયોજન કરે છે. ઉર્દૂ જ્ઞાનકોશ, બૃહત શબ્દકોશ, વૈજ્ઞાનિક અને ટૅકનિકલ વિદ્યાઓને લગતા સંજ્ઞાકોશ તેમજ…
વધુ વાંચો >તાબાં, ગુલામ રબ્બાની
તાબાં, ગુલામ રબ્બાની (જ. 15 ફેબ્રુઆરી 1914, પતોરા, ઉ.પ્ર.; અ. 1993, દિલ્હી) : પ્રગતિશીલ ઉર્દૂ સાહિત્યના કવિ અને લેખક. ઉત્તરપ્રદેશના જિલ્લા ફર્રુખાબાદના નાનકડા ગામ કાયમગંજ પાસેના પતોરા નામની વસ્તીમાં એક સુખી સંપન્ન જાગીરદાર કુટુંબમાં જન્મ. પ્રાથમિક શિક્ષણ ગામમાં જ મેળવીને ફર્રુખાબાદમાંથી મૅટ્રિકની પરીક્ષા પસાર કરી ઉચ્ચ શિક્ષણાર્થે અલીગઢ યુનિવર્સિટીમાં જોડાયા.…
વધુ વાંચો >દબીર, મિર્ઝા સલામતઅલી
દબીર, મિર્ઝા સલામતઅલી (જ. 1803, દિલ્હી; અ. 1875) : મરસિયાના કવિ. તેમણે ‘દબીર’ તખલ્લુસ અપનાવ્યું હતું. તેમના પિતા મિર્ઝા ગુલામહુસેન દિલ્હી છોડીને લખનૌ આવી રહ્યા તેથી દબીર પણ પિતાની સાથે બાળપણમાં જ લખનૌ આવ્યા. ત્યાં જ શિક્ષણ વગેરે મેળવ્યું. તે સમયે ઘરેઘર શેરોશાયરીનો રિવાજ હતો. કવિતા લખવી એક કલા હતી.…
વધુ વાંચો >દહેલવી શાહિદ એહમદ
દહેલવી શાહિદ એહમદ (જ. 26 મે 1906, દિલ્હી; અ. 27 મે 1967, કરાંચી) : ઉર્દૂ લેખક. તેમણે 1925માં ઉર્દૂ વિષય સાથે બી.એ.(ઑનર્સ)ની પદવી મેળવી. સાહિત્યરુચિ અને લેખનશૈલી તેમને વારસાગત હતાં. શરૂઆતથી જ તેઓ લેખન, સંપાદન અને પ્રકાશનના વ્યવસાયમાં જોડાયા. સાહિત્યકારો અને સમીક્ષકો વચ્ચેની કેટલીક રીતિનીતિથી વ્યથિત બનીને તેમણે તેમની પોતાની…
વધુ વાંચો >દાર, મિયાં બશીર અહમદ
દાર, મિયાં બશીર અહમદ (જ. 1 એપ્રિલ 1908; પંજાબ; અ. 29 માર્ચ 1979) : ઉર્દૂ સાહિત્યના સાહસિક નીડર અને વિદ્વાન તંત્રી. પ્રાથમિક શિક્ષણ મેળવ્યા પછી, લાહોરની સેન્ટ્રલ સ્કૂલમાં દાખલ થયા. 1910માં સરકારી કૉલેજમાંથી પ્રથમ વર્ષની પરીક્ષા આપ્યા પછી તેઓ ઇંગ્લૅન્ડ ગયા. ત્યાં ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો (ઈ. સ. 1913). કૉલેજમાં…
વધુ વાંચો >દાસ્તાન, વી અદબ
દાસ્તાન, વી અદબ : અરબી-ફારસી-ઉર્દૂમાં રચાયેલ કથાસાહિત્યનો લોકપ્રિય પ્રકાર. જગતની લગભગ દરેક ભાષામાં કથાસાહિત્ય જોવા મળે છે. અરબી-ફારસી અને ઉર્દૂમાં તે દાસ્તાન તરીકે ઓળખાય છે. મોટે ભાગે તે કાલ્પનિક હોય છે અને તેની રચના ગદ્ય તેમજ પદ્યમાં થયેલી હોય છે. પશ્ચિમ એશિયાની સંસ્કૃતિઓમાં તેનાં મૂળ જોઈ શકાય છે. ઈ. સ.…
વધુ વાંચો >દિલ્હી કૉલેજ
દિલ્હી કૉલેજ : ઉર્દૂ માધ્યમવાળી દિલ્હીની સૌપ્રથમ કૉલેજ. સ્થાપના 1825. દિલ્હી કૉલેજ મૂળ તો દિલ્હીમાં 1792માં સ્થપાયેલી ગાઝિયુદ્દીનની મદરેસાનું પરિવર્તન. ગાઝિયુદ્દીનની મદરેસા નવાબ નિઝામ-ઉલ-મુલ્ક આસિફ જાહના દીકરા નવાબ ગાઝિયુદ્દીનખાં ફીરોઝ જંગ બીજાએ શરૂ કરી હતી; તેની તાલીમી વ્યવસ્થા, અભ્યાસક્રમ, શિક્ષણ વગેરે ખૂબ પ્રશંસા અને પ્રસિદ્ધિ પામ્યાં હતાં; પરંતુ તે વિશેની…
વધુ વાંચો >