મોહનભાઈ પુરુસોત્તમદાસ પટેલ

અધોભૌમ જળ

અધોભૌમ જળ (sub-surface water) : ભૂપૃષ્ઠ નીચેની કોઈ પણ ઊંડાઈના સ્તરે મળી આવતા, નરમ કે સખત ખડકોનાં પડોમાં, તડોમાં, ફાટોમાં, સાંધાઓમાં કે આંતરકણછિદ્રોમાં સંચિત થયેલું ભૂગર્ભજળ. વર્ષા, હિમવર્ષા, કરા વગેરે જેવા સપાટીજળસ્રોતોમાંથી થતો ભૂમિજન્ય સ્રાવ અધોભૌમ જળ સ્વરૂપે એકત્રિત થતો રહે છે. ભૂગર્ભજળસંચયનાં ઉત્પાદક પરિબળોમાં મુખ્યત્વે વર્ષા-હિમવર્ષા પ્રમાણ, ભૂપૃષ્ઠના ઢોળાવો,…

વધુ વાંચો >

અનુષંગી ખનિજો અને ખનિજવર્ગો

અનુષંગી ખનિજો અને ખનિજવર્ગો (accessory minerals and mineral families) : અગ્નિકૃત ખડકોમાં જોવા મળતા ત્રણ પૈકીનો એક ખનિજ વર્ગ અને તેમાં સમાવિષ્ટ ખનિજો. બાકીના બે પ્રકાર તે આવશ્યક અને પરિણામી. આવશ્યક અને અનુષંગી ખનિજો મૅગ્માજન્ય સ્ફટિકીકરણની પેદાશો હોઈ તેમને મૂળભૂત અથવા પ્રાથમિક ખનિજો તરીકે પણ ઓળખે છે. પરિણામી ખનિજો ક્વચિત્…

વધુ વાંચો >

અભિશોષણ (ભૂસ્તર)

અભિશોષણ (ભૂસ્તર) (assimilation) : એક દ્રવ્યની બીજા દ્રવ્યમાં શોષાવાની, એકરૂપ થવાની કે આત્મસાત્ થવાની ક્રિયા. અભિશોષણ એ એવા પ્રકારની ગલન અને દ્રાવણની પ્રક્રિયા છે, જેમાં ઇતર (foreign) દ્રવ્ય, પછી તે ઘન હોય કે ન હોય, મૅગ્મામાં કે ઠરતા જતા અગ્નિકૃત ખડકમાં ભળવાની ક્રિયા કરે છે. અધૂરું અભિશોષણ મૅગ્મામાં કે તૈયાર…

વધુ વાંચો >

અભેદ્ય અને ભેદ્ય ખડકો

અભેદ્ય અને ભેદ્ય ખડકો (impervious and pervious rocks) : જળપ્રવેશક્ષમતા ન ધરાવતા ખડકો. પૃથ્વીના પોપડાના બંધારણમાં રહેલા કેટલાક ખડકોમાં ખનિજકણોની ઘનિષ્ઠ ગોઠવણીને કારણે આંતરકણ જગાઓ હોતી નથી, જેથી આ પ્રકારના ખડકોમાંથી પાણી સરળતાથી પસાર થઈ શકતું નથી, એટલે એ ખડકોને અભેદ્ય ખડકો કહે છે. દળદાર (massive) અગ્નિકૃત ખડકો તેનું ઉદાહરણ…

વધુ વાંચો >

અરવલ્લી

અરવલ્લી (જિલ્લો) : ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં સાબરકાંઠા જિલ્લામાંથી વિભાજન કરાયેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન અને આબોહવા : આ જિલ્લો 24 0´ ઉ. અ. અને 73 પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. તેનો વિસ્તાર 3,308 ચો.કિમી. છે. અરવલ્લી હારમાળાની ટેકરીઓ જે ગુજરાત અને રાજસ્થાનમાં વિસ્તરેલી છે. આ હારમાળા ઉપરથી આ જિલ્લાનું નામ ‘અરવલ્લી’ રાખવામાં…

વધુ વાંચો >

અર્ધકીમતી ખનિજો

અર્ધકીમતી ખનિજો (semiprecious minerals) : મૂલ્યવાન રત્નોની સરખામણીમાં ઓછાં કીમતી રત્નો-ઉપરત્નો. મૂલ્યવાન રત્નોમાં હીરા, પન્ના, માણેક, નીલમ વગેરેનો સમાવેશ થાય છે. ઉપરત્નોમાં અર્ધકીમતી ખનિજો જેવાં કે પોખરાજ, સ્પિનેલ (બેલાસ રૂબી, સ્પિનેલ રૂબી અને રૂબી સેલી), ઝરકૉન (હાયાસિન્થ અને જારગૉન), ઍક્વામરીન, બેરિલ, ક્રાયસોબેરિલ (ઍલેક્ઝાન્ડ્રાઇટ અને કૅટ્સ આઇ), ટુર્મેલિન (રૂબેલાઇટ અને ઇન્ડિકોલાઇટ),…

વધુ વાંચો >

અર્ધચંદ્રાકાર ઢૂવા

અર્ધચંદ્રાકાર ઢૂવા (barchans) (રેતીના) : તુર્કસ્તાનમાં ‘બાર્કાન્સ’ તરીકે ઓળખાતા રેતીના અર્ધચંદ્રાકાર ઢૂવા. દુનિયામાં જ્યાં જ્યાં રણપ્રદેશો આવેલા છે ત્યાં ક્યારેક એકાકી, છૂટાછવાયા જોવા મળતા એકમો તરીકે અથવા લાંબી હારમાળામાં ગોઠવાયેલા જૂથ સ્વરૂપે અથવા આજુબાજુએ એકમેકથી સંકળાયેલી શ્રેણી સ્વરૂપે રેતીના ઢૂવા મળી આવે છે. દૂરથી નિહાળતાં ઢૂવાનું સ્થળદૃશ્ય અસમાન રચનાવાળું અર્ધચંદ્રાકાર…

વધુ વાંચો >

અર્ધસ્ફટિકમય કણરચના

અર્ધસ્ફટિકમય કણરચના (hemicrystalline texture) : કેટલાક અગ્નિકૃત ખડકોમાં જોવા મળતી વિશિષ્ટ પ્રકારની કણરચના. તેને મેરોક્રિસ્ટલાઇન, હાઇપોક્રિસ્ટલાઇન, હાયલોક્રિસ્ટલાઇન કે હાઇપોહાયલાઇન પણ કહે છે. મૅગ્મા કે લાવાના ઠંડા પડવાનો દર અને ઘટ્ટતા જેવાં પરિબળો સ્ફટિકમયતાનો નિર્ણય કરવામાં સહાયભૂત થઈ પડતાં હોય છે, અર્થાત્ અગ્નિકૃત ખડકમાંનાં સ્ફટિકમય ખનિજો અને અસ્ફટિકમય ખનિજદ્રવ્ય વચ્ચે અસ્તિત્વ…

વધુ વાંચો >

અલ્ટ્રાબેઝિક અગ્નિકૃત ખડકો

અલ્ટ્રાબેઝિક અગ્નિકૃત ખડકો (ultrabasic igneous rocks) : સામાન્ય રીતે જે ખડકોમાં 45 %થી ઓછું સિલિકાપ્રમાણ હોય, ક્વાર્ટ્ઝ કે ફેલ્સ્પાર-ફેલ્સ્પેથૉઇડ જેવાં ખનિજો બિલકુલ ન હોય, પરંતુ આવશ્યક ખનિજો તરીકે ફેરોમૅગ્નેશિયમ સિલિકેટ ખનિજો જ હોય, ક્યારેક તેની સાથે ધાત્વિક ઑક્સાઇડ કે સલ્ફાઇડ હોય, ક્વચિત્ પ્રાકૃત ધાતુઓ હોય એવા ખનિજબંધારણવાળા અગ્નિકૃત ખડકો તે…

વધુ વાંચો >