મોહનભાઈ પુરુષોત્તમદાસ પટેલ
અશ્મીલભવન
અશ્મીલભવન (petrification, petrifaction) : પ્રાણી કે વનસ્પતિની અશ્મિલ રૂપે (કે જીવાવશેષમાં) ફેરવાવાની ક્રિયા, અશ્મિલભૂત થવાની પ્રવિધિ. તે જીવાવશેષજાળવણી માટેના વિવિધ સંજોગો પૈકીની એક રીત છે. કેટલાક જળકૃત નિક્ષેપોમાં પ્રાચીન પ્રાણી કે વનસ્પતિનાં અંગઉપાંગ મૂળ સ્વરૂપે તેમજ સંરચનામાં જીવાવશેષરૂપે જળવાયેલાં જોવા મળતાં હોય છે; પરંતુ તેમના શારીરિક માળખાનું મૂળ દ્રવ્ય મોટેભાગે…
વધુ વાંચો >અંતિમ હિમ-અશ્માવલિ
અંતિમ હિમ–અશ્માવલિ (terminal moraine) : હિમનદીના અંતિમ ભાગમાં તેની વહનક્રિયા દ્વારા એકત્રિત થયેલો વિભાજિત ખડક-ટુકડાઓનો ઢગ. હિમનદીના માર્ગની આડે, તેના પૂરા થતા છેક છેડાના પટ પર, જ્યાંથી બરફ પીગળીને પાણી સ્વરૂપે આગળ વહી જાય, એવી હિમનદીની પીગળતી જતી સ્થિર કિનારી પર, ખેંચાઈ આવેલો ખડક-ટુકડાઓનો જથ્થો એકત્રિત થઈને ઢગ સ્વરૂપે પથરાય…
વધુ વાંચો >આગંતુક ખડક
આગંતુક ખડક (xenolith) : અભ્યાગત ખડકટુકડા. અગ્નિકૃત ખડકની અંદર સમાવિષ્ટ થયેલા હોય, પણ સહઉત્પત્તિજન્ય ન હોય એવા ખડકટુકડાઓ માટે આ શબ્દનો પ્રયોગ થાય છે. એક રીતે જોતાં, અગ્નિકૃત ખડકોમાં કણરચનાની વિષમાંગતા અજાણ્યા ખડકટુકડાઓના પ્રવેશથી ઉત્પન્ન થઈ શકે છે. આ પ્રકારની પરિસ્થિતિ માટે જુદાં જુદાં કારણો હોઈ શકે. જેમ કે, બેથોલિથ,…
વધુ વાંચો >આઘાત આકૃતિ
આઘાત આકૃતિ (percussion figure) : ખનિજ પર આઘાત આપીને મેળવાતી તારક આકૃતિઓ. પોલાદનું બુઠ્ઠી અણીવાળું ઓજાર (punch) સંભેદિત પડરચનાવાળાં કેટલાંક ખનિજોની છૂટી પાડેલી માફકસરની પાતળી તકતીઓ (cleaved plates) પર મૂકીને આછો ફટકો મારવાથી ત્રણ, ચાર કે છ રેખીય વિકેન્દ્રિત કિરણ જેવી તારક આકૃતિઓ ઉત્પન્ન થતી હોય છે. આ પદ્ધતિ અખત્યાર…
વધુ વાંચો >આર્કોઝ
આર્કોઝ (Arkose) : ફેલ્સ્પારયુક્ત રેતીખડક. ઉત્પત્તિ-જળકૃત, કણજન્ય. ક્વાર્ટ્ઝ ઉપરાંત 25 % કે તેથી વધુ (નોંધપાત્ર પ્રમાણમાં) ફેલ્સ્પારના કણ ધરાવતો રેતીખડક. તે ગ્રૅનિટૉઇડ (ગ્રૅનૉઇટિક) કણરચનાવાળા એસિડિક-અગ્નિકૃત ખડકોની વિભંજન-પેદાશમાંથી બનેલો હોય છે; જો 25 %થી ઓછું ફેલ્સ્પાર પ્રમાણ હોય તો તેને ફેલ્સ્પેથિક રેતીખડક કહે છે. રેતીખડકનો આ એક નામસંસ્કરણ પામેલો પ્રકારભેદ જ…
વધુ વાંચો >આર્જેન્ટાઇટ
આર્જેન્ટાઇટ (Argentite : Silver Glance) : ચાંદીનું મહત્વનું ખનિજ. રાસાયણિક બંધારણ : Ag2S (સિલ્વર સલ્ફાઇડ, ચાંદી 87.1 %, ગંધક 12.9 %). સ્ફટિક વર્ગ : આઇસોમેટ્રિક. સ્ફટિકો મોટે ભાગે ઑક્ટાહેડ્રલ તેમજ ક્યૂબિક સ્વરૂપોવાળા હોય છે, ક્યારેક વિરૂપ આકારવાળા, ક્યારેક જાલાકાર રેખાઓવાળા કે તંતુમય, ક્વચિત્ જથ્થામય કે આવરણ તરીકે પણ મળે. રંગ :…
વધુ વાંચો >આર્થિક ભૂસ્તરશાસ્ત્ર
આર્થિક ભૂસ્તરશાસ્ત્ર (Economic Geology) : ભૂસ્તરશાસ્ત્રની એક શાખા. આ શાખા વિશેષે કરીને રાષ્ટ્રના આર્થિક માળખાના સંદર્ભમાં એક અતિ મહત્વની શાખા છે. પૃથ્વીના પોપડાના આર્થિક અને વ્યાવહારિક દૃષ્ટિએ ઉપયોગી બની શકે એવા ખડકો અને ખનિજોના સમુદાય સાથે તે ગાઢ સંબંધ ધરાવે છે. આર્થિક ભૂસ્તરશાસ્ત્રની કાર્યક્ષેત્રસીમામાં માત્ર ધાતુખનિજનિક્ષેપો જ નહિ, પરંતુ જેનું…
વધુ વાંચો >આર્સેનોપાયરાઇટ
આર્સેનોપાયરાઇટ (Arsenopyrite, જર્મન પર્યાય Mispickel) : આર્સેનિકનું ખનિજ. રાસાયણિક બંધારણ : FeAsS અથવા FeS2. FeAs2, આયર્ન સલ્ફાર્સેનાઇડ. આર્સેનિક-46.0%, ગંધક-19.7%, લોહ-34.3%. ક્યારેક લોહ, કોબાલ્ટથી વિસ્થાપિત થાય (3થી 4%) તો ખનિજ ડાનાઇટ (danaite) નામે ઓળખાય છે. આર્સેનોપાયરાઇટ ખનિજ ઉંડા કૂવાના પાણીમાં હોવાની શક્યતા છે. આ ખનિજ Toxic (ઝેરી) છે. આથી કૂવાના પાણીને…
વધુ વાંચો >આ-લાવા
‘આ’ લાવા-(‘aa’ lava) અથવા ખંડ લાવા (block lava) : ‘આ’ લાવા-એક પ્રકારના લાવા સ્વરૂપનું હવાઇયન ભાષાનું નામ. તાજો પ્રસ્ફુટિત થયેલો, ઠરી રહેલો બેઝિક લાવા પ્રવાહ, ઘનસ્વરૂપે સ્થૂળ ફીણમાં ફેરવાય છે કે નહિ, તે સ્થિતિ પર આધારિત, એકબીજાથી વિરોધાભાસી લક્ષણોવાળાં બે પ્રકારનાં સ્વરૂપો ધારણ કરે છે : (1) ખંડ લાવા અને…
વધુ વાંચો >