મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી
હમાસા
હમાસા : અરબી કવિતાનો એક પ્રકાર. અરબી ભાષામાં ‘હમાસા’નો અર્થ શૌર્ય અને બહાદુરી થાય છે. ઇસ્લામ પૂર્વેના અરબ કબીલાઓ વચ્ચેના આંતરવિગ્રહોમાં યોદ્ધાઓને પાણી ચઢાવવા માટે શૌર્યગીતો લલકારવામાં આવતાં હતાં અને તેમણે વ્યક્તિગત રીતે દર્શાવેલી બહાદુરીના પ્રસંગો તથા તેમની વિગતોને કવિતાસ્વરૂપ આપવામાં આવતું હતું. આ પ્રકારનાં શૌર્યગીતો પ્રાચીન કાળથી મૌખિક પ્રણાલિકાઓના…
વધુ વાંચો >હમીદુલ્લા ડૉ. મુહમ્મદ
હમીદુલ્લા, ડૉ. મુહમ્મદ (જ. 19 ફેબ્રુઆરી 1908, હૈદરાબાદ; અ. 17 ડિસેમ્બર 2002, ફ્લોરિડા, યુ.એસ.) : ભારતના એક પ્રખ્યાત વિદ્વાન. જેમણે ફ્રાંસમાં રહીને પોતાનું સમગ્ર જીવન ઇસ્લામી ઇતિહાસ તથા માનવ-સભ્યતાના અભ્યાસ માટે અર્પણ કર્યું હતું. તેમનો સંબંધ હાલના તામિલનાડુના અકૉટ જિલ્લાના અરબી કુળના એક પ્રતિષ્ઠિત અને સંસ્કારી કુટુંબ સાથે થયો હતો.…
વધુ વાંચો >હમ્ઝા ઇસ્ફહાની
હમ્ઝા ઇસ્ફહાની (જ. 893, ઇસ્ફહાન, ઈરાન; અ. 961) : ઈરાનનો પ્રસિદ્ધ ઇતિહાસકાર, ભાષાશાસ્ત્રી, વ્યાકરણશાસ્ત્રી. જે તે શાસ્ત્રની તેની અરબી કૃતિઓ આધારભૂત ગણાય છે અને પાશ્ચાત્ય દેશોને તેમનો પરિચય ઘણા લાંબા સમય પહેલાં થઈ ચૂક્યો છે. અબૂ અબ્દુલ્લાહ હમ્ઝાનો જન્મ ઈરાનના ઐતિહાસિક નગર ઇસ્ફહાન(EKBATANA)માં થયો હતો અને ત્યાં જ તેણે પોતાનું…
વધુ વાંચો >હરીરી બદીઉઝ્ઝમાન (1054–1122)
હરીરી બદીઉઝ્ઝમાન (1054–1122) : અરબી ભાષાનો કવિ, ભાષા-શાસ્ત્રી અને ‘મકામાત’ નામની વિખ્યાત ગદ્યકૃતિનો લેખક. અબૂ મુહમ્મદ અલ-કાસમ બિન અલી બિન મુહમ્મદ બિન ઉસ્માન અલ-હરીરીનો જન્મ 1054માં ઇરાકના શહેર બસરાની પાસે થયો હતો. તેણે બસરામાં શિક્ષણ મેળવ્યું હતું અને તેની નિમણૂક ગુપ્ત બાતમી એકત્ર કરનાર સરકારી વિભાગના વડા અધિકારી તરીકે થઈ…
વધુ વાંચો >હસન ગૌસી (મુહમ્મદ બિન) ગુજરાતી–મંડવી (સોળમો–સત્તરમો સૈકો)
હસન ગૌસી (મુહમ્મદ બિન) ગુજરાતી–મંડવી (સોળમો–સત્તરમો સૈકો) : સાધક અને ફારસીના પ્રથમ પંક્તિના કવિ તથા લેખક. આખું નામ મુહમ્મદ બિન હસન ગૌસી. તેમના ફારસી ચરિત્ર-લેખ-સંગ્રહ ‘ગુલઝારે અબ્રારે’ તેમને અનન્ય ખ્યાતિ અપાવી છે. મુહમ્મદ બિન હસન ગૌસીનો જન્મ જૂન 1555માં માન્ડુ શહેરમાં થયો હતો જે મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં આવેલું ઐતિહાસિક અને…
વધુ વાંચો >હસન નિઝામી નિશાપુરી (તેરમો સૈકો)
હસન નિઝામી નિશાપુરી (તેરમો સૈકો) : હિન્દુસ્તાનના સૌથી પ્રાચીન અને ગુલામવંશના શરૂઆતના બે સુલતાનો કુતુબુદ્દીન ઐબક (1206–1210) તથા શમ્સુદ્દીન ઈલતુતમિશ(1210–1236)ના સમયના ફારસી ઇતિહાસ તાજુલ મઆસિરના લેખક અને કવિ. તેમનો જન્મ ઈરાનના પ્રાચીન ઐતિહાસિક નગર નિશાપુરમાં થયો હતો. તેઓ પોતાનું વતન છોડીને પહેલાં ગઝની (અફઘાનિસ્તાન) અને ત્યાંથી દિલ્હી આવ્યા હતા. તેમણે…
વધુ વાંચો >હસન બસરી
હસન બસરી (જ. 642, મદીના; અ. 728) : ઇસ્લામના શરૂઆતના કાળના પ્રસિદ્ધ વિદ્વાન અને સૂફી સંત. તેમણે એક તરફ પવિત્ર કુરાનના ખરા અર્થઘટન (તફસીર) અને બીજી તરફ બધા જ વર્ગોના લોકોને નૈતિક શિખામણ આપવાનું કામ કર્યું હતું. તેમના પિતાનું નામ યસાર અને માતાનું નામ ખૈરા હતું. હસન બસરીનો ઉછેર મદીનામાં…
વધુ વાંચો >હસન બિન સબ્બાહ
હસન બિન સબ્બાહ (જ. ? ; અવસાન : 1124) : મુસલમાનોના શીઆ સંપ્રદાયના ઇસ્માઇલીઓના વિખ્યાત ધર્મગુરુ તથા શીઆ વિચારધારા વિશેનાં પુસ્તકોના લેખક. હસન બિન સબ્બાહે અગિયાર અને બારમા સૈકાઓમાં શીઆ ઇસ્માઇલીઓના પ્રચારક (દાઈ) તરીકે સર્વોચ્ચ સ્થાન ભોગવ્યું હતું. તેમણે ઈરાન તથા ઇજિપ્તમાં ધાર્મિક શિક્ષણ મેળવ્યું હતું અને ઇજિપ્તના પાટનગર કેરોથી…
વધુ વાંચો >હસ્સાન બિન સાબિત
હસ્સાન બિન સાબિત (જ. 563, યસ્રિબ, મદીના; અ. 677) : અરબી ભાષાના પ્રખ્યાત કવિ. તેમને પયગંબર મુહમ્મદ સાહેબ(સ. અ. વ.)ના સહાબી (companion) બનવાનું અને તેમની પ્રશંસામાં કાવ્યો લખવાનું બહુમાન મળ્યું હતું. તેમનો જન્મ ઇસ્લામ પૂર્વે થયો હતો અને તેઓ યુવાવસ્થામાં ગસ્સાની વંશના અરબ રાજવીઓના દરબારી કવિ હતા અને તેમની પ્રશંસામાં…
વધુ વાંચો >હારૂન અલ્ રશીદ
હારૂન, અલ્ રશીદ (જ. ફેબ્રુઆરી 766, રે, ઈરાન; અ. 24 માર્ચ 809, તુસ) : અબ્બાસી વંશનો પાંચમો અને નામાંકિત ખલીફા. તે સમયે મુસ્લિમ સામ્રાજ્યમાં ઉત્તર આફ્રિકા, સ્પેનનો કેટલોક પ્રદેશ, મોટા ભાગના મધ્ય-પૂર્વના દેશો અને ભારતના કેટલાક પ્રદેશનો સમાવેશ થતો હતો. હારૂન વિદ્યા, સંગીત તથા કલાઓનો આશ્રયદાતા હતો. તેના અમલ દરમિયાન…
વધુ વાંચો >