મૃગેશ વૈષ્ણવ

ચિંતા

ચિંતા : અણગમતી, અસ્પષ્ટ (vague), વ્યાપક (diffuse) અજંપા(apprehension)ની લાગણી. તેમાં વિવિધ શારીરિક લક્ષણો પ્રગટ થાય છે. વ્યક્તિની સામાન્ય લાગણી, સ્વભાવગત લક્ષણ, મનની પ્રસંગોચિત સ્થિતિ, માનસિક રોગનું લક્ષણ અથવા માનસિક રોગ – એમ ચિંતાનાં વિવિધ સ્વરૂપો જોવા મળે છે. ચિંતાના મુખ્ય બે પ્રકારો ગણી શકાય : (1) સામાન્ય અથવા સાહજિક (normal)…

વધુ વાંચો >

ચિંતાશામકો (tranquillizers, anti-anxiety drugs)

ચિંતાશામકો (tranquillizers, anti-anxiety drugs) : મનોવિકારી ચિંતા (anxiety) શમાવતી દવાઓ. મનોવિકારી ચિંતા અને ખિન્નતા(depression)ના વિકારમાં ક્યારેક નિદાન અને દવાઓની વિભિન્નતા સ્પષ્ટ થયેલી નથી હોતી તેથી ક્યારેક ખિન્નતા-નિવારક (anti-depressant) દવાઓ પણ ચિંતાને દબાવવા માટે વપરાય છે. આ ઉપરાંત પ્રોપેનોલોલ અને બુસ્પીરોન નામની બે જુદાં જ જૂથની દવાઓ પણ ચિંતાશમન માટે વપરાય…

વધુ વાંચો >

તનાવ અને અનુકૂલન

તનાવ અને અનુકૂલન : પરિસ્થિતિમાં થતા ફેરફારથી મનની તનાવભરી સ્થિતિ અને તે સતત રહેતી પરિસ્થિતિ સાથે ગોઠવવાની પ્રક્રિયા. માનસિકતણાવ–તનાવ (stress) અને મનોવેદના (distress) એ આધુનિક ઝડપી યુગનો માનસિક વિકાર છે. આધુનિક જીવન જીવવાની શૈલી જ એવી છે કે જીવનમાંથી સુખસંતોષ, શાંતિ, ધીરજ, હળવાશ, ફુરસદ જેવા અનુભવોની બાદબાકી થતી જાય છે…

વધુ વાંચો >

પરિસ્થિતિ-અનુકૂલન

પરિસ્થિતિ–અનુકૂલન : વ્યક્તિ અને વાતાવરણ વચ્ચે સમાયોજન (adjustment) સાધવાની પ્રક્રિયા. આ પ્રક્રિયામાં વ્યક્તિ કાં તો વાતાવરણને અનુરૂપ થાય છે અથવા તે તેને બદલે છે. એક બાજુ વ્યક્તિની જરૂરિયાતો અને બીજી બાજુ વાતાવરણની માગણીઓ પૂરેપૂરી સંતોષાય તેવી પરિસ્થિતિ એટલે અનુકૂલન. બીજી રીતે કહીએ તો પરિસ્થિતિ-અનુકૂલન એટલે વ્યક્તિ અને તેના સામાજિક પર્યાવરણ…

વધુ વાંચો >

પુનરાવર્તી વિચાર-કાર્યવળગણ (obsessive-compulsive disorder)

પુનરાવર્તી વિચાર–કાર્યવળગણ (obsessive-compulsive disorder) : વારંવાર બળજબરીથી આવતા (બલિષ્ઠ-આગમની વિચારો, intrusive thoughts)ને તથા બળજબરીપૂર્વક થયે જતા બલિષ્ઠ-આગમની વર્તન(intrusive behaviour)ને અનુક્રમે પુનરાવર્તી બલિષ્ઠ વિચાર-વળગણ (obsession) તથા પુનરાવર્તી બલિષ્ઠ કાર્યવળગણ (compulsion) કહે છે. વળી આ દર્દીએ સારી રીતે જાણે છે કે આ પ્રકારનાં વિચારો કે વર્તન અનૈચ્છિક અને અર્થહીન હોય છે. પુનરાવર્તી…

વધુ વાંચો >

ભ્રાંતિ (delusion)

ભ્રાંતિ (delusion) : માનસિક વિકારોમાં જોવા મળતી પોતાના વિશેની ખોટી માન્યતા, છાપ કે મનોભ્રમ (hallucination), જે સત્યની જાણ થતાં દૂર થાય છે. તે ક્યારેક ઉપદંશના, મગજને અસર કરતા છેલ્લા તબક્કામાં પણ જોવા મળે છે. આવી ભ્રાંતિમાં વ્યક્તિ જો પોતાને બિનઉપયોગી કે વ્યર્થ માને તો તેને ખિન્નતાજન્ય ભ્રાંતિ (depressive delusion) કહે…

વધુ વાંચો >

મનોભ્રંશ

મનોભ્રંશ (dementia) : વ્યક્તિની સામાજિક અને આર્થિક ક્રિયાઓને અસર કરે તેવી રીતે તેની વૈધિક ક્રિયાઓમાં થયેલા સતત અને કાયમી ઘટાડાની સ્થિતિ. (1) ભાષા, (2) સ્મૃતિ, (3) અંતર જાણવાનું ર્દષ્ટિકૌશલ્ય (visuospatial skill), (4) લાગણીઓ અને વ્યક્તિત્વ તથા (5) સંક્ષિપ્તીકરણ (abstraction) કરવું, ગણતરી કે અંદાજો બાંધવાની ક્ષમતા જેથી બોધાત્મકતા (cognition) વગેરે 5…

વધુ વાંચો >