મુગટલાલ પોપટલાલ બાવીસી

થૉમ્પસન, એડવર્ડ

થૉમ્પસન, એડવર્ડ (જ. 28 સપ્ટેમ્બર 1856, વુસ્ટર, યુ.એસ.; અ. 11 મે 1935, પ્લેનફિલ્ડ, યુ.એસ.) : અમેરિકાના જાણીતા પુરાતત્વવિદ. એમણે પુરાતત્વવિદ્યાની કોઈ વિધિસરની કે વ્યવસ્થિત તાલીમ લીધી ન હતી. તેમણે યુકાટનના ચિચેન ઇટ્ઝા ખાતે ખોદકામ કરીને મય સંસ્કૃતિના અવશેષો શોધી કાઢ્યા હતા. તેમણે ઈ. સ. 1885થી 1909 સુધી યુકાટનમાં અમેરિકાના કૉન્સલ…

વધુ વાંચો >

દરજી, ઝીણાભાઈ રણછોડજી

દરજી, ઝીણાભાઈ રણછોડજી (જ. 24 મે 1919, વ્યારા, જિ. સૂરત; અ. 31 ઑગસ્ટ 2004) : દક્ષિણ ગુજરાતના પીઢ ગાંધીવાદી, સ્વાતંત્ર્યસેનાની અને રચનાત્મક કાર્યકર. શરૂઆતથી જ એમનું જીવન ખડતલ અને સાદું રહ્યું હતું. તેઓ પોતાના વિચારો મક્કમતાથી વ્યક્ત કરતા અને એમને અમલમાં મૂકવા પ્રયત્નો કરતા. એમણે ખાદીપ્રચાર, દારૂબંધી, અસ્પૃશ્યતાનિવારણ, દલિતસેવા, ગ્રામોદ્ધાર,…

વધુ વાંચો >

દામોદરગુપ્ત

દામોદરગુપ્ત : છઠ્ઠી સદીના ઉતરાર્ધમાં થયેલો મગધનો રાજવી. ગુપ્ત સમ્રાટોના શાસન પછી મગધમાં ઉત્તરકાલીન ગુપ્ત રાજાઓએ રાજ્ય કર્યું હતું તેની માહિતી બિહારમાં ગયા પાસેના અફસદમાં આવેલા શિલાલેખમાંથી મળે છે. આ લેખમાંથી આઠ રાજાઓની વિગત મળે છે જેમનાં નામ અનુક્રમે કૃષ્ણગુપ્ત, હર્ષગુપ્ત, જીવિતગુપ્ત, કુમારગુપ્ત, દામોદરગુપ્ત, મહાસેનગુપ્ત, માધવગુપ્ત અને આદિત્યસેન છે. આ…

વધુ વાંચો >

દેશમુખ, દુર્ગાબાઈ

દેશમુખ, દુર્ગાબાઈ (જ. 15 જુલાઈ 1909, રાજામુંદ્રી; અ. 9 મે 1981, હૈદરાબાદ) : ભારતનાં અગ્રણી સામાજિક કાર્યકર, બાહોશ સાંસદ અને કુશળ વહીવટકર્તા. રાષ્ટ્રીયતાથી રંગાયેલા આંધ્રપ્રદેશના એક મધ્યમવર્ગીય પરિવારમાં જન્મ. બાળપણમાં જ પિતાનું અવસાન થતાં માતા દ્વારા ઉછેર. માતા પાસેથી બાળપણમાં સમાજકાર્યના બોધપાઠ મળ્યા. માતા જિલ્લા કૉંગ્રેસ કમિટીનાં મંત્રી હતાં. આઠ…

વધુ વાંચો >

દેસાઈ, ઈશ્વરલાલ ઇચ્છારામ

દેસાઈ, ઈશ્વરલાલ ઇચ્છારામ (જ. 18 જુલાઈ 1903, વાલોડ, સૂરત જિલ્લો; અ. 19 જાન્યુઆરી 1979, સૂરત) : લેખક, પીઢ પત્રકાર અને સ્વાતંત્ર્યસૈનિક. તેમના પિતા વ્યારામાં તલાટી હોવાથી ત્યાં રહ્યા. પિતાનું અવસાન થતાં તેમણે ધરમપુર, મુંબઈ અને સૂરતમાં રહીને મૅટ્રિક સુધી અભ્યાસ કર્યો. 1921માં અસહકારની લડતમાં ભાગ લેવા  સૂરતની મિશન હાઈસ્કૂલમાંથી અભ્યાસ…

વધુ વાંચો >

દેસાઈ, કાનજીભાઈ

દેસાઈ, કાનજીભાઈ (જ. 1886, સૂરત; અ. 6 ડિસેમ્બર 1961, સૂરત) : ગુજરાતના સ્વાતંત્ર્યસેનાની. કૉંગ્રેસના આગેવાન. તેમનું નામ ક્ધૌયાલાલ નાનાભાઈ દેસાઈ હતું. એમના પૂર્વજો ઓલપાડના જાગીરદાર હતા. એમના દાદા રતિલાલ સૂરતમાં રહેતા હતા. કાનજીભાઈ 1901માં મૅટ્રિક પાસ થયા પછી મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં જોડાયા. ત્યાં પ્રીવિયસની પરીક્ષા પસાર કર્યા પછી પિતાની માંદગીને…

વધુ વાંચો >

નાટેસન, જી. એ.

નાટેસન, જી. એ. (જ. 24 ઑગસ્ટ 1873, ગણપતિ અહરાહરમ, જિ. તાન્જાવુર, તમિળનાડુ; અ. 10 જાન્યુઆરી 1949, ચેન્નાઈ) : વિદ્વાન પત્રકાર. તેમનો જન્મ મધ્યમ વર્ગના બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. કુંભકોણમની હાઈસ્કૂલમાં તિરુચિરાપલ્લીની સેન્ટ જૉસેફ્સ કૉલેજમાં અને ચેન્નાઈની પ્રેસિડન્સી કૉલેજમાં અભ્યાસ કરીને 1897માં તેઓ સ્નાતક થયા. ત્યારપછી તેમના ભાઈ વૈદ્યરામને તેમને ‘મદ્રાસ…

વધુ વાંચો >

નાના ફડનવીસ

નાના ફડનવીસ (જ. 12 ફેબ્રુઆરી 1742, સાતારા; અ. 13 માર્ચ 1800, પુણે) : મરાઠા રાજ્યનો છેલ્લો મુત્સદ્દી અને દીર્ઘદૃષ્ટિવાળો નેતા. તેમનું નામ બાલાજી જનાર્દન ભાનુ હતું. એમણે દસ વર્ષ સુધી માધવરાવ 1લાના સમયમાં નાણાખાતાના અધિકારી તરીકે કામ કર્યું હતું. ફડનવીસ એટલે રાજ્યની આવક અને ખર્ચ ઉપર દેખરેખ રાખનાર અધિકારી. નાણાકીય…

વધુ વાંચો >

નારાયણપાલ

નારાયણપાલ : ઈ. સ.ની 9મી સદીમાં થયેલ બંગાળના પાલ વંશનો રાજા. ઈ. સ.ની 8મી સદીમાં બંગાળમાં પાલ વંશનું રાજ્ય સ્થપાયું હતું. તેની સ્થાપના ગોપાલ નામના રાજાએ કરી હતી. એ પોતે બૌદ્ધ-ધર્મી હતો અને એના વંશજો પણ બૌદ્ધ ધર્મ પાળતા હતા. એણે લગભગ ઈ. સ. 750થી 770 સુધી રાજ્ય કર્યું. એના…

વધુ વાંચો >

નેબુખદનેસ્સર (નેબુકદનેઝર)

નેબુખદનેસ્સર (નેબુકદનેઝર) (જ. ઈ. સ. પૂ. 630; અ. ઈ. સ. પૂ. 562) : બૅબિલોનમાં થયેલ ખાલ્ડિયન પ્રજાનો પ્રતાપી રાજા. ખાલ્ડિયન સામ્રાજ્યના સ્થાપક નેબોપોલાસરના પુત્ર નેબકદ્રેઝરે ઈ. સ. પૂ. 605થી 562 સુધી રાજ્ય કર્યું. તેના સમયનો તે મહાન સેનાપતિ હતો. તેણે ફિનિશિયન નગરો, સીરિયા તથા પૅલેસ્ટાઇન પર વિજયો મેળવ્યા. તેણે ઇજિપ્તના…

વધુ વાંચો >