મુગટલાલ પોપટલાલ બાવીસી

ચાંદબીબી

ચાંદબીબી (જ. 1547, લખનૌ; અ. જુલાઈ 1600, અહમદનગર) : દક્ષિણ હિંદના અહમદનગર રાજ્યની શૂરવીર, ર્દઢ મનોબળવાળી અને શક્તિશાળી સ્ત્રીશાસક. અહમદનગર રાજ્યના શાસક હુસેન નિઝામશાહની પુત્રી અને સુલતાન મુઝફ્ફરશાહની ફોઈ. એક કાર્યક્ષમ અને પરાક્રમી સ્ત્રી તરીકે તેણે વિજાપુરના સુલતાન તેના પતિ અલી આદિલશાહને શાસન ચલાવવામાં અને યુદ્ધના સંચાલનમાં પણ મદદ કરી…

વધુ વાંચો >

ચેદિઓ

ચેદિઓ : વૈદિક સમયની એક પ્રાચીન જાતિ. તે લોકો સંભવત: યમુના નદી અને વિંધ્યાચળ પર્વત વચ્ચેના પ્રદેશમાં રહેતા હતા. તેમના કશુ નામના રાજાએ તેના પુરોહિતને 10 રાજાઓ સેવક તરીકે દાનમાં આપ્યા હતા એવો ‘દાનસ્તુતિ’માં ઉલ્લેખ છે. ચેદિઓ યદુઓમાંથી ઊતરી આવ્યા હતા એવી માહિતી પૌરાણિક સાહિત્યમાંથી મળે છે. યાદવોના નેતા વિદર્ભ…

વધુ વાંચો >

ચોળ

ચોળ : ચોળ રાજ્ય. મૌર્ય સમ્રાટ અશોકના સમયમાં કૃષ્ણા નદીની દક્ષિણે આવેલા તામિલ (દ્રવિડ) દેશમાં પેન્નાર અને વેલ્લારુ નદીઓની વચ્ચે સમુદ્રતટ પર આવેલું ચોલરાષ્ટ્ર કે ચોલમંડલમ્. ચોળ રાજાઓની રાજ્યની સીમાઓ બદલાતી રહી હતી. આ રાજ્યની સૌથી પ્રાચીન રાજધાની ઉરગપુર (= ઉરૈપૂર, ત્રિચિનોપલ્લીની પાસે) હતી; પછી ક્રમશ: કાવેરીપટ્ટનમ્ (કાવેરી નદીકિનારાનું પ્રસિદ્ધ…

વધુ વાંચો >

જગડૂશાહ

જગડૂશાહ (આશરે ઈ. સ. 1195થી 1265) : કચ્છનો અતિ શ્રીમંત જૈન વેપારી અને દાનવીર. તે ભદ્રેશ્વરમાં રહેતો હતો. તેનો જન્મ અને અવસાન કઈ સાલમાં થયાં એ જાણવા મળતું નથી. એ લવણપ્રસાદ વાઘેલા, વીરધવલ, વીસલદેવ અને જૈન મંત્રીઓ વસ્તુપાલ-તેજપાલનો સમકાલીન હતો. તેના પૂર્વજો શ્રીમાળના વતની હતા અને કંથકોટમાં થોડો સમય રહીને…

વધુ વાંચો >

જગમલ મેહર

જગમલ મેહર : ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટિમ્બાણક (હાલનું ટિમાણા) ગામનો શાસક. એણે ઈ. સ. 1208 (વિ.સં. 1264)માં તળાજા તીર્થમાં બે શિવાલય બંધાવીને એના નિભાવ માટે જમીન આપી હતી એવી વિગત એક તામ્રપત્રમાંથી જાણવા મળે છે. એ તામ્રપત્રમાં એનો ઉલ્લેખ ‘મેહરરાજ’ તરીકે કરવામાં આવ્યો છે. ભીમદેવ 2જાનો મહાઅમાત્ય રાણક ચાચિંગદેવ…

વધુ વાંચો >

જશવંતસિંહ મહારાજા

જશવંતસિંહ મહારાજા (જ. ?  અ. ડિસેમ્બર 1678) : રાજસ્થાનના મારવાડ રાજ્યના રાઠોડ વંશના રાજવી તથા ગુજરાતના મુઘલ સૂબા. તેમના પિતા ગજસિંહને અમરસિંહ, જશવંતસિંહ અને અચલસિંહ એમ ત્રણ પુત્રો હતા. પિતાના મૃત્યુ પછી ભાયાતો તથા સરદારોએ સૌથી મોટા પુત્ર અમરસિંહને ગાદી માટે અયોગ્ય ઠરાવીને જશવંતસિંહને જોધપુરની ગાદી ઉપર બેસાડ્યા (મે, 1638).…

વધુ વાંચો >

જેઠવા વંશ

જેઠવા વંશ : સૌરાષ્ટ્રનો સૌથી જૂનો રાજવંશ. જેઠવાઓ સૌરાષ્ટ્રમાં ક્યારે આવ્યા અને જેઠવા તરીકે કઈ રીતે ઓળખાયા એ વિશે નિશ્ચિતપણે કહી શકાતું નથી. તેઓ જ્યાં રાજ્ય કરતા હતા એ પ્રદેશ દસમી સદીની મધ્યમાં જ્યેષ્ઠુકદેશ તરીકે ઓળખાતો હતો. ડૉ. વિલ્સન એમને જાટ તરીકે ઓળખાવે છે, જ્યારે ડૉ. જૅક્સન એમને હૂણ લોકોની…

વધુ વાંચો >

ટોકુગાવા

ટોકુગાવા : જાપાનનું એક શાસક કુટુંબ. 1192માં જાપાનના શહેનશાહે મિનામોટો યોરીટોમો નામના એક શક્તિશાળી લશ્કરી સેનાપતિને ‘શોગુન’(દેશરક્ષક)નો ઇલકાબ આપી તેને દેશના વહીવટ અને રક્ષણનું કામ સોંપ્યું હતું. એ પછી ‘શોગુન’ની સત્તા અને પ્રભાવ વધવા લાગ્યાં. એનો ઇલકાબ વંશપરંપરાનો બન્યો. યોરીટોમો પછી આશિકાગા અને હિદેયોશી નોંધપાત્ર શોગુનો થયા. 1603માં હિદેયોશીને દૂર…

વધુ વાંચો >

ડેમોસ્થિનિસ

ડેમોસ્થિનિસ (જ. ઈ. સ. પૂ. 384, ઍથેન્સ; અ. 12 ઑક્ટોબર ઈ. સ. પૂ. 322, કેલોરિયા) : ઍથેન્સનો રાજનીતિજ્ઞ પુરુષ અને પ્રાચીન ગ્રીસનો એક મહાન લોકશાહીપ્રેમી, વક્તા તથા વિદ્વાન. તેનો જન્મ શ્રીમંત કુટુંબમાં થયો હતો. શરૂઆતમાં એનું શારીરિક સ્વાસ્થ્ય નબળું હતું. એની જીભ થોથવાતી હતી. પણ એણે દરિયાકિનારે અને અરીસા સામે…

વધુ વાંચો >

ડેલિયન સંઘ

ડેલિયન સંઘ : ઍથેન્સના નેતૃત્વ હેઠળ ગ્રીક રાજ્યોનો સંઘ. ઈ. સ. પૂ. 480-479માં ઈરાન અને ગ્રીસ વચ્ચે જે લડાઈઓ થઈ એમાં ઈરાનનો પરાજય થયો, પરંતુ એ પછી ગ્રીક લશ્કરનો સેનાપતિ અને સ્પાર્ટાનો રાજવી પોસાનિયસ ઈરાનતરફી બની ગયો. તેથી સ્પાર્ટાએ ગ્રીક રાજ્યોનો વિશ્વાસ ગુમાવ્યો. ઍથેન્સના અરિસ્ટાઇડીઝ અને સિમોન  નામના નેતાઓએ હવે…

વધુ વાંચો >