મિહિર જોશી

લૅટિસ ગતિશાસ્ત્ર (Lattice Dynamics) અથવા લૅટિસ કંપનો (Lattice Vibrations)

લૅટિસ ગતિશાસ્ત્ર (Lattice Dynamics) અથવા લૅટિસ કંપનો (Lattice Vibrations) : સમતોલ અવસ્થામાં લૅટિસ તત્વો n, n + 1 નાં દોલનો. લૅટિસ ગતિશાસ્ત્ર અથવા લૅટિસ કંપનો સમજવા માટે એક સરળ પ્રયાસના ભાગ રૂપે અનંત લંબાઈ ધરાવતી એક સમાન દળ ધરાવતા પરમાણુઓની એક-પરિમાણીય સુરેખ લૅટિસની કલ્પના કરવામાં આવે છે. આ લૅટિસમાં ઉત્પન્ન…

વધુ વાંચો >

લોહચુંબક (Magnet)

લોહચુંબક (Magnet) : લોહ(લોખંડ)ને આકર્ષવાનો ગુણ ધરાવતો પદાર્થ. લોહચુંબક કાયમી તેમજ બિનકાયમી એમ બે પ્રકારનાં હોય છે. ચુંબકત્વના અનેક પ્રકારો છે; જેમાં લોહચુંબક ફેરોમૅગ્નેટિઝમ (ferromagnetism) પ્રકારનું ચુંબકત્વ ધરાવે છે. લોખંડના ઑક્સાઇડ (Fe3O4) એશિયા માઇનોર(Asia Minor)ના મૅગ્નેશિયા વિસ્તારમાં મળેલ હતા, તે લોખંડના ટુકડાને આકર્ષવાની શક્તિ ધરાવતા હતા. તે મૅગ્નેટાઇટ (Magnetite) તરીકે…

વધુ વાંચો >

લોહવિદ્યુત (Ferroelectricity)

લોહવિદ્યુત (Ferroelectricity) : સામાન્ય પરાવિદ્યુત (dielectric) પદાર્થોમાં ધ્રુવીભવન(polarization)નો વીજક્ષેત્ર સાથે રેખીય સંબંધ હોવાની અને બાહ્ય વીજક્ષેત્રની ગેરહાજરીમાં ધ્રુવીભવન શૂન્ય થવાની ઘટના. એક વર્ગના પદાર્થો કે જે સ્વયંભૂ (spontaneous) ધ્રુવીભવન દર્શાવે છે તેના માટે ધ્રુવીભવન (P) અને વીજક્ષેત્ર (E) વચ્ચેનો સંબંધ બિન-રેખીય (nonlinear) છે. આ પ્રકારના પદાર્થો શૈથિલ્ય (hysteresis) વક્ર દર્શાવે…

વધુ વાંચો >

વાતીય ઓજારો (pneumatic tools)

વાતીય ઓજારો (pneumatic tools) : વાયુના ગતિશીલ ગુણધર્મો ઉપર કાર્ય કરતાં ઓજારો. વાતીય ઓજારો ત્રણ મુખ્ય ઉપકરણો ઉપર નિર્મિત કર્યાં હોય છે : (1) હવાની ટાંકી (ઍરસિલિન્ડર), (2) વેઇન-મોટર (vane motor) અને (3) છંટકાવ કરનાર સંરચના (sprayer). હવાની ટાંકીમાં પિસ્ટન (હરતો-ફરતો દટ્ટો) હોય છે, જે ટાંકીના છેડા સુધી સંકોચિત (compressed)…

વધુ વાંચો >

વિકિરણતા (radiance)

વિકિરણતા (radiance) : સપાટીના કોઈ એક બિંદુ ઉપર આપાત થતી અથવા ઉત્સર્જિત થતી વીજચુંબકીય વિકિરણની માત્રા. વિકિરણ-ઊર્જાના બિંદુવત્ સ્રોત માટે, ચોક્કસ દિશામાં એકમ પ્રક્ષિપ્ત ક્ષેત્રફળ દીઠ વિકિરણ-તીવ્રતા છે, તેને (વિકિરણતાને) વડે દર્શાવાય છે, જ્યાં Ie વિકિરણ-તીવ્રતા છે, A સપાટીનું ક્ષેત્રફળ છે અને θ નિશ્ચિત દિશા અને સપાટી વચ્ચેનો કોણ છે.…

વધુ વાંચો >

વિકિરણ-તીવ્રતા (Radiant Intensity)

વિકિરણ-તીવ્રતા (Radiant Intensity) : વીજચુંબકીય વર્ણપટની સંપૂર્ણ અવધિ (complete range) માટે સ્રોત (source) દ્વારા ઉત્સર્જિત થતી વીજચુંબકીય ઊર્જાની ચમકનો જથ્થો (quantitative expression for brilliance). સમદિગ્ધર્મી (isotropic) ઉત્સર્જક (radiator) દ્વારા પ્રતિ એકમ ઘન કોણ માટે ઉત્સર્જિત થતી ઊર્જાના જથ્થાને માપીને તે મેળવવામાં આવે છે. ત્રિ-પરિમાણીય અવકાશમાં બધી દિશાઓમાં સમદિગ્ધર્મી બિંદુવત્ સ્રોત…

વધુ વાંચો >

વિકિરણ-ફ્લક્સ (radiant flux)

વિકિરણ-ફ્લક્સ (radiant flux) : કોઈ એક સ્રોત (source) દ્વારા ઉત્સર્જિત થતી કે ઝિલાતી કુલ વિકિરણ ઊર્જા. દૃશ્યપ્રકાશની તરંગલંબાઈની અવધિ (range) સામાન્ય રીતે 0.01 mmથી 1000 mm સુધી લેવામાં આવે છે. 1 mm = 106 મીટર, જેમાં પારજાંબલી (ultraviolet) તથા અવરક્ત(infrared)-વિકિરણ પણ ગણી લેવામાં આવે છે. ફ્લક્સનો એકમ જૂલ/સેકંડ (J/s) અથવા…

વધુ વાંચો >