વિકિરણતા (radiance) : સપાટીના કોઈ એક બિંદુ ઉપર આપાત થતી અથવા ઉત્સર્જિત થતી વીજચુંબકીય વિકિરણની માત્રા. વિકિરણ-ઊર્જાના બિંદુવત્ સ્રોત માટે, ચોક્કસ દિશામાં એકમ પ્રક્ષિપ્ત ક્ષેત્રફળ દીઠ વિકિરણ-તીવ્રતા છે, તેને (વિકિરણતાને) વડે દર્શાવાય છે, જ્યાં Ie વિકિરણ-તીવ્રતા છે, A સપાટીનું ક્ષેત્રફળ છે અને θ નિશ્ચિત દિશા અને સપાટી વચ્ચેનો કોણ છે.

તે સપાટીના વિકિરણ-ઊર્જા ઝીલતાં કોઈ બિંદુનું એક ઘન કોણ(Ω) દીઠ કિરણન (Ee) છે તેને  દર્શાવવાય છે.

કિરણન આપાત વિકિરણની દિશાને લંબ સપાટીને અનુલક્ષીને લેવામાં આવે છે.

જયોતિતીવ્રતા માટે સામાન્ય સમીકરણ નીચે મુજબ લખી શકાય છે, જે બિંદુવત્ સ્રોત તેમજ ઝીલક (receptor) બંને માટે છે :

જ્યાં Φe એ વિકિરણ-ફ્લક્સ છે. વિકિરણતા વૉટ પ્રતિ સ્ટેરેડિયન પ્રતિ ચોરસ મીટર(Watt per steradian per square meter)ના એકમમાં માપવામાં આવે છે.

મિહિર જોશી