માનવશાસ્ત્ર
દૂબે, શ્યામચરણ
દૂબે, શ્યામચરણ (જ. 25 જુલાઈ 1922; અ. 1996) : ભારતના ખ્યાતનામ માનવશાસ્ત્રી. નાગપુર યુનિવર્સિટીમાંથી એમ.એ. અને પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. તેમણે મધ્યપ્રદેશની ‘કુમાર જાતિ’ પર પોતાનો શોધનિબંધ લખ્યો અને તે માટે તેમને યુનિવર્સિટી તરફથી મૉરિસ મેમોરિયલ શિષ્યવૃત્તિ મળી હતી. વ્યાખ્યાતા તરીકે નાગપુર, લખનૌ અને ઉસ્માનિયા યુનિવર્સિટીમાં અધ્યાપન કર્યું. તે પછી…
વધુ વાંચો >દૂબ્વા, મેરી યુજિન
દૂબ્વા, મેરી યુજિન (જ. 28 જાન્યુઆરી 1858, એડ્સન, નેધરલૅન્ડ; અ. 16 ડિસેમ્બર 1940, ડી બેડલીર) : ડચ શરીરજ્ઞ, નૃવંશશાસ્ત્રી અને ભૂસ્તરવિજ્ઞાની. તેમણે વાનર અને માનવ વચ્ચેની કડીસ્વરૂપ જાવામૅનના અવશેષો શોધી કાઢ્યા હતા. તેમની કારકિર્દી ઍમસ્ટરડૅમ યુનિવર્સિટીના શરીરવિજ્ઞાનના વ્યાખ્યાતા તરીકે 1886થી શરૂ થઈ. તેમણે પૃષ્ઠવંશીઓમાં સ્વરપેટીની તુલનાત્મક અંત:સ્થ રચના વિશે સંશોધનો…
વધુ વાંચો >ધાનકા
ધાનકા : ગુજરાતની એક આદિવાસી જાતિના લોકો. ધાનકા, ધાણક કે ધાનકને નામે ઓળખાતી આ આદિવાસી જાતિ મુખ્યત્વે વડોદરા જિલ્લાના નસવાડી, તિલકવાડા અને છોટાઉદેપુર તાલુકાઓમાં, ભરૂચ જિલ્લામાં રાજપીપળામાં, સૂરતમાં ઉચ્છલ-નીઝરમાં અને થોડા પ્રમાણમાં ખેડા અને પંચમહાલ જિલ્લાઓમાં પણ જોવા મળે છે. દંતકથા અનુસાર તેઓ મૂળ ચૌહાણ રજપૂતો હતા, પરંતુ પાવાગઢના પતનથી…
વધુ વાંચો >નાગ જાતિ
નાગ જાતિ : અસમની ઉત્તરે પહાડોમાં વસતા લોકો. દેશના ઈશાન ખૂણામાં અસમની ઉત્તરે એક નાના સ્વતંત્ર રાજ્ય તરીકે ઓળખાતા 16,519 ચોકિમી. ક્ષેત્રફળવાળા, બ્રહ્મપુત્ર નદીની ખીણ અને નાગ ટેકરીઓવાળા પ્રદેશમાં રહેનારા લોકો. જૂના ઉલ્લેખોમાં નાગ તરીકે ઓળખાતા તે આ લોકો હશે. બીજી રીતે ઓછાં કપડાં પહેરતા હોઈ નગ્ન પરથી નાગ થયું…
વધુ વાંચો >નાડેલ, એસ. એફ.
નાડેલ, એસ. એફ. (જ. 24 એપ્રિલ 1903, ઑસ્ટ્રિયા; અ. 14 જાન્યુઆરી 1956, કેનબેરા) : પ્રસિદ્ધ માનવશાસ્ત્રી. તેમનો ઉછેર ઑસ્ટ્રિયામાં થયો હતો. તેમનો મૂળ રસ અને તાલીમ સંગીત પરત્વેનાં હતાં. તેમણે પીએચ.ડી.ની પદવી વિયેના યુનિવર્સિટીમાંથી મનોવિજ્ઞાન અને દર્શનશાસ્ત્રમાં પ્રાપ્ત કરી હતી. સંગીતના મનોવિજ્ઞાન અને દર્શન વિશે પુસ્તક પણ લખ્યું તથા સંગીતના…
વધુ વાંચો >નાયકા
નાયકા : ગુજરાતમાં વસતી એક આદિવાસી જાતિ. તે ‘નાયકા’ કે ‘નાયકડા’ તરીકે ઓળખાય છે. તેઓ મુખ્યત્વે પંચમહાલ, વડોદરા અને વલસાડ જિલ્લાઓમાં વસે છે. તેઓ મૂળે ભીલ જાતિનું એક પેટાજૂથ હશે તેમ મનાય છે. ચાંપાનેરના હિન્દુ રાજાના લશ્કરમાં તેઓ લશ્કરી ટુકડીના આગેવાનો – નાયક તરીકે કામ કરતા હતા તે પરથી તે…
વધુ વાંચો >નિષાદ પ્રજા
નિષાદ પ્રજા (આદિ આગ્નેય કે પ્રોટૉ-ઓસ્ટ્રૉલોઇડ) : નિષાદ લોકો પૂર્વ પાષાણયુગના અંતમાં ભૂમધ્ય સમુદ્રના પૂર્વદેશોમાંથી આશરે દશથી આઠ હજાર વર્ષ પૂર્વે ભારતમાં આવ્યા હતા. ઘેરા ભૂરા રંગના, લાંબા માથાવાળા, પહોળા અને ચપટા નાકવાળા, ગૂંચળિયા વાળવાળા અને વળેલા હોઠવાળા આ લોકો કાશ્મીર, ગંગા-યમુનાની અંતર્વેદી, બંગાળ, બિહાર, મધ્યપ્રદેશ તેમજ દક્ષિણ ભારતમાં ફેલાયેલા…
વધુ વાંચો >પટેલિયા
પટેલિયા : મધ્યપ્રદેશ અને ગુજરાતની એક આદિવાસી જાતિ. ગુજરાતના આદિવાસીઓમાં પટેલિયા શિક્ષિત અને આગળ પડતી આદિવાસી જાતિ છે, જે પંચમહાલ જિલ્લામાં દાહોદ અને લીમખેડા તાલુકાઓમાં મુખ્યત્વે છે. ગુજરાત બહાર મધ્યપ્રદેશમાં ઝાબુઆ, અલિરાજપુર, ધાર, ઇન્દોર, ગુના તથા રાજગઢ જિલ્લાઓમાં તેની સવિશેષ વસ્તી છે. તેમની ઉત્પત્તિ અંગે કોઈ ચોક્કસ પુરાવા મળતા નથી;…
વધુ વાંચો >પુરુષાભ વાનર (anthropoid apes)
પુરુષાભ વાનર (anthropoid apes) : માનવઆકૃતિને મળતા આવતા પુચ્છવિહીન મોટા કદના કપિ. મુખ્યત્વે તેમનો આવાસ વૃક્ષો પર હોય છે. ગોરીલા, ચિમ્પાન્ઝી, ગિબન અને ઉરાંગઉટાંગનો તેમાં સમાવેશ થાય છે. આ પૈકી ગોરીલા અને ચિમ્પાન્ઝી મધ્ય આફ્રિકાનાં જંગલોમાં, ગિબન અગ્નિ એશિયામાં અને ઉરાંગઉટાંગ ઇન્ડોનેશિયાના બૉર્નિયો અને સુમાત્રાના ટાપુઓમાં જોવા મળે છે. આ…
વધુ વાંચો >પ્રાકૃતિક માનવવિજ્ઞાન (ecological anthropology)
પ્રાકૃતિક માનવવિજ્ઞાન (ecological anthropology) : છેલ્લા સૈકામાં વિકાસ પામેલું વિવિધ સજીવોના સંતુલનના આંતરસંબંધોનો ઊંડાણપૂર્વક અભ્યાસ રજૂ કરતું વિજ્ઞાન. ‘પ્રકૃતિ’ શબ્દ કુદરત–વાતાવરણ માટે વપરાય છે. આ માટે ગ્રીક શબ્દ ‘Okios’ છે, જેનો અર્થ ‘નિવાસસ્થાન–ઘર’ એવો થાય છે. વનસ્પતિ, જીવજંતુ, પશુ, પંખી, માનવ – એ સૌનું નિવાસસ્થાન પૃથ્વી છે. માનવીની આજુબાજુનું સર્વ…
વધુ વાંચો >