મહેશ ચોક્સી
ફ્લેમિંગ, સર ઍલેક્ઝાન્ડર
ફ્લેમિંગ, સર ઍલેક્ઝાન્ડર (જ. 6 ઑગસ્ટ 1881, લૉચફિલ્ડ, આયશૉયર, સ્કૉટલૅન્ડ; અ. 11 માર્ચ 1955, લંડન) : સ્કૉટિશ જીવાણુવિજ્ઞાની (bacteriologist). તેઓ ખેડૂતપુત્ર હતા અને સ્થાનિક ગામઠી શાળામાં પ્રારંભિક અભ્યાસ કર્યા પછી તેમને ક્લિમાર્નોક એકૅડેમી ખાતે મોકલવામાં આવ્યા હતા. તેમની 13 વર્ષની વયે તેમના પિતાનું અવસાન થવાથી તેઓ લંડનમાં પોતાના ભાઈ સાથે…
વધુ વાંચો >ફ્લૉરી, હાવર્ડ વૉલ્ટર
ફ્લૉરી, હાવર્ડ વૉલ્ટર (જ. 24 સપ્ટેમ્બર 1898, ઍડિલેડ, ઑસ્ટ્રેલિયા; અ. 21 ફેબ્રુઆરી 1968, ઑક્સફર્ડ) : ઑસ્ટ્રેલિયાના નામી શરીર-રોગવિજ્ઞાની. તેમણે અર્ન્સ્ટ બૉરિસ ચેનના સહયોગથી (1928માં ઍલેક્ઝાન્ડર ફ્લેમિંગે શોધી કાઢેલા) પેનિસિલીનને તબીબી સારવારના ઉપયોગ માટે છૂટું પાડ્યું અને તેનું વિશુદ્ધ રૂપ પ્રયોજ્યું. તેમણે ઔષધવિજ્ઞાનનો ઍડિલેડ અને ઑક્સફર્ડ યુનિવર્સિટી ખાતે અભ્યાસ કર્યો. તે…
વધુ વાંચો >બૅટન, જીન
બૅટન, જીન (જ. 1909, ન્યૂઝીલૅન્ડ; અ. 1982) : ખ્યાતનામ મહિલા વિમાની. 1934માં એક ‘જિપ્સી મોથ’ જેવા વિમાનમાં ઉડ્ડયન કરીને તેમણે ઇંગ્લૅન્ડથી ઑસ્ટ્રેલિયા સુધીના ઉડ્ડયન-પ્રવાસ અંગેનો ઍમી જૉન્સનનો વિક્રમ, તેમનાથી લગભગ 5 દિવસ જેટલો ઓછો પ્રવાસસમય લઈને તોડવામાં સફળતા મેળવી અને તેથી તેઓ ખૂબ નામના પામ્યાં. વળી, તે ઉડ્ડયનમાં વળતો પ્રવાસ…
વધુ વાંચો >બ્યૂકનાન, જેમ્સ
બ્યૂકનાન, જેમ્સ (જ. 1791, સ્ટોનીબૅટર, પૅન્સિલવૅનિયા; અ. 1868) : અમેરિકાના પંદરમા પ્રમુખ (1857–61). તેમણે ડિકિન્સન કૉલેજ ખાતે અભ્યાસ કર્યો અને 1812માં ‘બાર’માં તેમને પ્રવેશ મળ્યો. 1848માં તેઓ ‘સેક્રેટરી ઑવ્ સ્ટેટ’ તરીકે નિમાયા અને એ દરમિયાન તેઓ ઑરેગૉનની સીમાનો વિવાદ ઉકેલવામાં સફળ થયા. ડેમૉક્રૅટિક પક્ષ તરફથી નૉમિનૅશન થતાં તેઓ 1856માં પ્રમુખપદે…
વધુ વાંચો >માઇનહૉફ, અલરિક
માઇનહૉફ, અલરિક (જ. 1934, ઑલ્ડનબર્ગ, જર્મની; અ. 1976) : જર્મનીનાં મહિલા આતંકવાદી. અભ્યાસકાળ દરમિયાન તેઓ જર્મનીનાં અણુશસ્ત્રોના નિ:શસ્ત્રીકરણની પ્રખર ઝુંબેશ ચલાવતાં હતાં. ડાબેરી પત્રકાર તરીકે તેમનું ખૂબ માન હતું. પરંતુ જેલવાસી આતંકવાદી આંદ્રે બૅડરની મુલાકાત લેતી વખતે તેઓ તેમના પ્રભાવ હેઠળ આવ્યા અને ઉદ્દામવાદી સામાજિક સુધારા લાવવા માટે હિંસાનો બળપ્રયોગ…
વધુ વાંચો >માજિદ જહાંગીરખાન
માજિદ જહાંગીરખાન (જ. 28 સપ્ટેમ્બર 1946, લુધિયાણા, પંજાબ, ભારત) : પાકિસ્તાનના ક્રિકેટ-ખેલાડી. તેમણે 15 વર્ષ અને 47 દિવસની વયે પ્રથમ કક્ષાની મૅચમાં સદી નોંધાવી અને એ રીતે સદી નોંધાવનારા કાયમ માટેના સૌથી નાની વયના ખેલાડી બની રહ્યા, પરંતુ વિશ્વના એક સર્વોત્તમ બૅટધર તરીકેની પ્રતિષ્ઠા મેળવતાં તેમને એક દશકો લાગ્યો. એ…
વધુ વાંચો >મીડ, રિચાર્ડ
મીડ, રિચાર્ડ (જ. 1938, એપસ્ટૉ, મન્માઉથશાયર, સાઉથ ઈસ્ટ વેલ્સ) : નિષ્ણાત અશ્વારોહક. બ્રિટનના તેઓ એક સૌથી સફળ અને ઑલિમ્પિક કક્ષાના અશ્વારોહક હતા. ઑલિમ્પિક્સમાં તેઓ ત્રિદિવસીય સાંધિક રમતના સુવર્ણચંદ્રકના 1968 અને 1972માં વિજેતા બન્યા તથા 1972માં વ્યક્તિગત વિજયપદકના વિજેતા બન્યા અને એ રીતે 3 સુવર્ણચંદ્રક મેળવ્યા. 1970 અને 1982માં તેઓ વિશ્વચૅમ્પિયનશિપની…
વધુ વાંચો >રંગનાયકમ્મા (શ્રીમતી)
રંગનાયકમ્મા (શ્રીમતી) (જ. 21 સપ્ટેમ્બર 1929, દાચવરામ, જિ. ખામ્મામ, આંધ્રપ્રદેશ) : તેલુગુ ભાષાનાં મહિલા-નવલકથાકાર. પારંપરિક શિક્ષણ સાવ ઓછું. તેઓ માર્કસવાદની અસર નીચે આવ્યાં અને સ્ત્રી-હકના આંદોલનનાં પ્રણેતા બન્યાં. સામ્યવાદી વિચારસરણીનો અભ્યાસ કર્યો. સત્તાધારી વર્ગોના અન્યાયને પડકારીને તેમણે નિરાધાર આમજનતાના શોષણ સામે જેહાદ કરી. તેમની પ્રથમ નવલ ‘કૃષ્ણ વેણી’(1957)માં ભાવનાની વિવશતા…
વધુ વાંચો >રંગ બિન્નપા
રંગ બિન્નપા (1963) : કન્નડ લેખક એસ. વી. રંગન્ના રચિત ચિંતનાત્મક લખાણો તથા ધાર્મિક બોધનો ગ્રંથ. તેમાં ‘વચન’ના નમૂના મુજબ લખાયેલી 1,212 પદ્યાત્મક ગદ્ય રચનાઓનો સંગ્રહ છે. જ્ઞાનસાધનાને વરેલા આ વિદ્વાનની પારદર્શક દૂરંદેશિતા તેમાં ઠલવાઈ છે. સ્ત્રી-પુરુષોનાં સ્વભાવ તથા રીતભાતનાં આ વિલક્ષણ નિરીક્ષકનાં કેટલાંક ચિંતનો સંક્ષિપ્ત, મુદ્દાસર તથા અર્થસાધક છે;…
વધુ વાંચો >શર્મા, મદનમોહન
શર્મા, મદનમોહન (જ. 30 જુલાઈ 1934, જમ્મુ, જમ્મુ અને કાશ્મીર) : ડોગરી ભાષાના વાર્તાકાર, નવલકથાલેખક અને નાટ્યકાર. કાશ્મીર યુનિવર્સિટીમાંથી એમ.એ. થયા. શિક્ષક તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો. અંગ્રેજીના પ્રાધ્યાપક તરીકે નિવૃત્ત થયા. હવે સ્વતંત્ર રીતે લેખનકાર્યમાં વ્યસ્ત. ડોગરી માતૃભાષામાં તેમણે લખેલાં પુસ્તકો આ પ્રમાણે છે : ‘ધરન તે ધુરોં’ (નવલકથા); ‘અંગારે…
વધુ વાંચો >