મહેશ ચોકસી
સિંહ, ઈ. નીલકાંત
સિંહ, ઈ. નીલકાંત (જ. 1928) : મણિપુરી ભાષાના સાહિત્યકાર. તેમની કૃતિ ‘તીર્થયાત્રા’ને 1987ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તત્વજ્ઞાનના વિષયમાં એમ.એ. ઉપરાંત તેઓ કાયદાના સ્નાતક પણ છે. 1953થી 1971 સુધી તેમણે ઇમ્ફાલની ડી.એમ. કૉલેજમાં અધ્યાપક તરીકે કામ કર્યું. ત્યારબાદ તેમણે મણિપુર રાજ્ય કલા અકાદમીના સચિવ (1972-78) તથા મણિપુર…
વધુ વાંચો >સિંહ નામવર
સિંહ, નામવર (જ. 1 મે 1927, જીવણપુર, વારાણસી, ઉત્તરપ્રદેશ) : હિંદીના વિવેચક અને લેખક. તેમના વિવેચનગ્રંથ ‘કવિતા કે નયે પ્રતિમાન’(1968)ને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1971ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો હતો. ખેડૂત કુટુંબમાં જન્મ. બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી હિંદી સાથે એમ.એ. (1951) તથા પીએચ.ડી. (1956). બનારસ તથા સાગર યુનિવર્સિટીમાં અધ્યાપન. નવી દિલ્હીની જવાહરલાલ નહેરુ…
વધુ વાંચો >સિંહ સોનમણિ
સિંહ, સોનમણિ (જ. 1929, ઇમ્ફાલ) : મણિપુરી ભાષાના આ સાહિત્યકારની રચના ‘મમાઙ્થોઙ્ લોલ્લબદી મનીથોઙ્દા લાકઉદના’ને 1988ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર અપાયો હતો. કોલકાતા યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ડિગ્રી મેળવ્યા પછી તેઓ ઇન્ડિયન એડ્મિનિસ્ટ્રેટિવ સર્વિસમાં જોડાયા અને ત્યાંથી નિવૃત્ત થયા. ‘બખાલ સાઇરેઙ્’ નામનો તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ 1949માં પ્રકાશિત થયો. તેમનાં પ્રગટ થયેલાં…
વધુ વાંચો >સીકાસ વિક
સીકાસ વિક (જ. 30 ઑગસ્ટ 1923, ફિલાડેલ્ફિયા, પેન્સિલવેનિયા, યુ.એસ.) : અમેરિકાના ટેનિસ-ખેલાડી. તેઓ વિમ્બલ્ડન સિંગલ્સના 1953માં અને ફ્રેન્ચ તથા યુ.એસ. વિજયપદકોના 1954માં વિજેતા બન્યા હતા; પણ ડબલ્સના ખેલાડી તરીકે 13 ગ્રાન્ડ સ્લૅમ વિજયપદકો જીતીને તેઓ વિશેષ સફળતા પામ્યા. ઉત્તરોત્તર 4 વર્ષ સુધી મિક્સ્ડ ડબલ્સમાં વિજેતા બનીને તેમણે વિમ્બલ્ડનનો વિક્રમ સર્જ્યો;…
વધુ વાંચો >સીતાયન (1974)
સીતાયન (1974) : મૈથિલી કવિ વૈદ્યનાથ મલિક ‘વિધુ’(જ. 1912)- રચિત મહાકાવ્ય. આ કૃતિમાં 7 સર્ગો છે અને દરેકમાં 7 પેટાસર્ગો છે. આથી કવિએ તેને ‘પ્રથમ સપ્તસર્ગી સુમન’ તરીકે ઓળખાવ્યું છે. પ્રથમ સર્ગમાં તેમણે મિથિલાનું તેમજ વર્ષની તમામ ઋતુઓ દરમિયાનના તેના અદભુત સૌંદર્યનું ચિત્રાત્મક વર્ણન કર્યું છે; સાથોસાથ મિથિલાની સામાજિક રૂઢિઓ…
વધુ વાંચો >સીતારામમૂર્તિ તુમ્મલા
સીતારામમૂર્તિ, તુમ્મલા (જ. 1901, કાવુરુ, જિ. ગંતુર, આંધ્રપ્રદેશ; અ ?) : તેલુગુના નામી કવિ. તેમની ‘મહાત્મા-કથા’ (1968) કૃતિને 1969ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. 1930માં તેમણે આંધ્ર યુનિવર્સિટીમાંથી ‘ઉભયભાષા-પ્રવીણ’ની ડિગ્રી મેળવી. તેઓ સંસ્કૃત અને હિંદીની પણ સારી જાણકારી ધરાવતા હતા. પ્રારંભમાં પ્રકૃતિવિષયક કાવ્યો લખ્યા પછી તેઓ રાષ્ટ્રપ્રેમની હાકલથી…
વધુ વાંચો >સીમોં ક્લૉદ (યુજિન હેન્રી)
સીમોં, ક્લૉદ (યુજિન હેન્રી) (જ. 10 ઑક્ટોબર 1913, ટૅનૅનૅરિવ, માડાગાસ્કર) : ફ્રાન્સના નામી નવલકથાકાર. તેમણે તેમનું શિક્ષણ પૅરિસ ખાતે તેમજ ઑક્સફર્ડ તથા કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાં લીધું હતું. તેમણે ચિત્રકાર તરીકેની તાલીમ પણ લીધેલી. તેમની નવીન કોટિની નવલકથાઓ માટે 1985ના વર્ષનો સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. બીજા વિશ્વયુદ્ધમાં તેમણે પ્રથમ…
વધુ વાંચો >સી. રાધાકૃષ્ણન્
સી. રાધાકૃષ્ણન્ (જ. 15 ફેબ્રુઆરી, 1939, અમરપટ્ટમ, તા. તિરુર, જિ. મલ્લપુરમ્, કેરળ) : મલયાળમ ભાષાના આ સર્જકની કૃતિ ‘સ્પન્દમાપિનિંકાલ નન્દી’(1986)ને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1988ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. કોલકાતા યુનિવર્સિટીમાંથી પ્રયુક્ત ભૌતિકશાસ્ત્રમાં એમ.એસસી.ની ડિગ્રી મેળવ્યા પછી તેમણે કોડાઈકેનાલની ઍસ્ટ્રૉફિઝિકલ વેધશાળામાં કામગીરી બજાવી. ત્યારપછી તેમણે અનેક સાપ્તાહિકો તથા દૈનિકોના તંત્રીપદે કામગીરી…
વધુ વાંચો >સીસેન્બૅશર પીટર
સીસેન્બૅશર પીટર (જ. 25 મે 1960, ઑસ્ટ્રેલિયા) : ઑસ્ટ્રેલિયાના જુડો-ખેલાડી. 1984માં મહત્વનું જુડો વિજયપદક જીતનાર તેઓ પ્રથમ ઑસ્ટ્રેલિયન બન્યા. 1984માં તેઓ મિડલવેઇટ (80 કિગ્રા.) સ્પર્ધામાં સુવર્ણચંદ્રકના વિજેતા બન્યા. 1988માં ઑલિમ્પિક વિજયપદક જાળવી રાખનાર તેઓ પ્રથમ ‘જુડોકા’ બન્યા. 1979માં યુરોપિયન જુનિયર્સમાં તેઓ ત્રીજા ક્રમે આવ્યા અને 1980માં યુરોપિયન્સ બીજા ક્રમે આવ્યા…
વધુ વાંચો >સુકુમાર ઍઝિકૉડ
સુકુમાર ઍઝિકૉડ (જ. 14 મે 1926, ઍઝિકૉડ, જિ. કેન્નોર, કેરળ) : મલયાળમ ભાષાના વિવેચક અને વિદ્વાન. મદ્રાસ યુનિવર્સિટીમાંથી બી.કૉમ., બી.એડ. તથા મલયાળમ અને સંસ્કૃતમાં એમ.એ.. તે પછી કેરળ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.. 2002 પછી સ્વતંત્ર લેખનપ્રવૃત્તિ. ઍઝિકૉડ સુકુમાર તેમનો કારકિર્દી-આલેખ આ પ્રમાણે છે : માનાર્હ પ્રાધ્યાપક, પ્રો-વાઇસ-ચાન્સેલર અને મલયાળમના પ્રાધ્યાપક, કાલિકટ યુનિવર્સિટી;…
વધુ વાંચો >