મહેશ ચોકસી

શબ્દાર આકાશ

શબ્દાર આકાશ (1971) : ઊડિયા કવિ સીતાકાન્ત મહાપાત્ર (1937)-રચિત કાવ્યસંગ્રહ. આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1974ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. આ સંગ્રહ 35 કાવ્યોનો બનેલો છે. પ્રાચીન પુરાણકથાઓમાં જે વ્યાપકતા જોવા મળે છે તેનું કવિએ વ્યક્તિગત કાવ્યદર્શન સાથે સંકલિત અર્થઘટન કરી આ બધાં કાવ્યોમાં નિરૂપણ કર્યું છે. તેમના આગળના કાવ્યસંગ્રહો…

વધુ વાંચો >

શર્મા, અરુણ

શર્મા, અરુણ (જ. 1 ફેબ્રુઆરી 1931, દિબ્રુગઢ, આસામ) : આસામી નાટ્યકાર. ગુવાહાટીની કૉટન કૉલેજમાંથી સ્નાતક થયા. પછી બે-એક વર્ષ તેમણે માધ્યામિક શાળામાં નોકરી કરી. તેમના પિતાએ તેમની નાટ્યવિષયક શક્તિઓને ઉત્તેજન આપ્યું. શિક્ષકની કારકિર્દી પછી તેઓ ઑલ ઇન્ડિયા રેડિયોના ગુવાહાટી કેન્દ્રમાં જોડાયા. તેની નૉર્થ ઈસ્ટર્ન સર્વિસના નિયામક તરીકે નિવૃત્ત થયા. તેમણે…

વધુ વાંચો >

શર્મા, રામકરણ

શર્મા, રામકરણ (જ. 20 માર્ચ 1927, શિવપુર, જિ. સારન, બિહાર) : સંસ્કૃતના વિદ્વાન અને કવિ. પટના યુનિવર્સિટીમાંથી સંસ્કૃત અને હિંદીમાં એમ.એ.; આ ઉપરાંત ‘સાહિત્યાચાર્ય’, વ્યાકરણશાસ્ત્રી તથા વેદાંતશાસ્ત્રી. કૅલિફૉર્નિયા યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. અધ્યાપન, સંશોધન અને લેખન તેમની મુખ્ય પ્રવૃત્તિ. તેમને તેમના સંસ્કૃત કાવ્યસંગ્રહ ‘સંધ્યા’ માટે 1989ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત…

વધુ વાંચો >

શર્મા, રામલાલ

શર્મા, રામલાલ (જ. 1905, ગુઢા, સ્લાથિયા ગામ, જમ્મુ; અ. ?) : ડોગરી ભાષાના લેખક. તેમની કૃતિ ‘રતુ દા આનન’ બદલ 1988નો સાહિત્ય અકાદમી પુરસ્કાર તેમને અપાયો હતો. 1931માં તેઓ કાશ્મીરી વનવિદ્યાના અભ્યાસક્રમમાં જોડાયા અને 35 વર્ષની લાંબી સેવા પછી 1960માં રેન્જ અધિકારી તરીકે તેઓ નિવૃત્ત થયા. ડોગરી સંસ્થા, જમ્મુમાં પણ…

વધુ વાંચો >

શર્મા, રામવિલાસ

શર્મા, રામવિલાસ (જ. 10 ઑક્ટોબર 1912, ઊંચાગૉંવ–સાની, જિ.  ઉન્નાવ, ઉત્તર પ્રદેશ) : હિંદીના પ્રગતિશીલ વિવેચક, ભાષાશાસ્ત્રી, કવિ અને વિચારક. તેમને તેમના ગ્રંથ ‘નિરાલા કી સાહિત્યસાધના’ (1960) માટે 1970ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો. લખનૌ યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં એમ.એ. (1934) અને પીએચ.ડી.ની ડિગ્રી મેળવી હતી. તેમનો કારકિર્દી-આલેખ આ પ્રમાણે છે…

વધુ વાંચો >

શર્મા, વેણુધર

શર્મા, વેણુધર (જ. 1894, ચેરિંગ, જિ. શિવસાગર, આસામ; અ. 1981) : આસામી ભાષાના અગ્રેસર ઇતિહાસકાર. આસામના ઇતિહાસ-પ્રસિદ્ધ સ્થળે મધ્યમવર્ગીય પરિવારમાં તેમનો જન્મ થયો હતો. ચેરિંગ એહોમ રાજ્યવંશની રાજધાનીનું ઐતિહાસિક ઘટનાઓનાં સંસ્મરણોથી ભરેલું પ્રાચીન શહેર હતું. આથી શાળાના અભ્યાસકાળથી જ તેમનામાં ઐતિહાસિક જિજ્ઞાસા જાગી ચૂકી હતી. શિવસાગરમાંથી મૅટ્રિકની પરીક્ષા પાસ કર્યા…

વધુ વાંચો >

શર્મા, શેષેન્દ્ર

શર્મા, શેષેન્દ્ર (જ. 20 ઑક્ટોબર 1927, નાગરાજુપડુ, જિ. નેલોર, આંધપ્રદેશ) : તેલુગુ કવિ અને વિદ્વાન. આંધ્ર યુનિવર્સિટીમાંથી બી.એ. અને મદ્રાસ યુનિવર્સિટીમાંથી બી.એલ.ની ડિગ્રી મેળવી. તેમનો કારકિર્દી-આલેખ આ પ્રમાણે છે : આંધ્ર પ્રદેશ સરકારમાંથી મ્યુનિસિપલ કમિશનર તરીકે નિવૃત્ત; ઉપપ્રમુખ, ઇન્ડિયન લગ્વેજ ફૉરમ, હૈદરાબાદ; સ્થાપક, કવિસેના 1974; સભ્ય, આંધ્ર પ્રદેશ સાહિત્ય અકાદમી;…

વધુ વાંચો >

શહરયાર

શહરયાર (જ. 16 માર્ચ 1936, આન્વલ, જિ. બરેલી) : જાણીતા ઉર્દૂ સાહિત્યકાર. ‘શહરયાર’ના ઉપનામથી લખતા અખલાક મોહમદખાં નામના આ ઉર્દૂ સાહિત્યકારની કૃતિ ‘ખ્વાબ કા દર બંધ હૈ’-ને 1987ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર અપાયો હતો. એમ.એ. તથા પીએચ.ડી.ની ડિગ્રી મેળવ્યા પછી તેમણે અલીગઢ યુનિવર્સિટીમાં ઉર્દૂના અધ્યાપક તરીકે કારકિર્દીનો આરંભ કર્યો હતો…

વધુ વાંચો >

શાસ્ત્રી, નીલાવીર શર્મા

શાસ્ત્રી, નીલાવીર શર્મા (જ. 1927) : મણિપુરી ભાષાના કવિ તથા ટૂંકી વાર્તાના લેખક. ‘તત્ખ્રવા પુન્સી લૈપુલ’ નામના તેમના ટૂંકી વાર્તાના સંગ્રહને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1989ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો હતો. તેમનો ઉછેર ઇમ્ફાલમાં થયો; ત્યાં હિંદી ભાષાના શિક્ષક તરીકેની કારકિર્દી પછી 1987માં નિવૃત્ત. હિંદી ભાષાના શિક્ષણકાર્યના ક્ષેત્રે તેમણે બજાવેલી સેવાને લક્ષમાં…

વધુ વાંચો >

શાસ્ત્રી, રામનાથ

શાસ્ત્રી, રામનાથ (જ. 15 એપ્રિલ 1914; જમ્મુ–તાવી; જમ્મુ અને કાશ્મીર) : ડોગરી અને હિંદીના લેખક. પંજાબ યુનિવર્સિટીમાંથી ‘શાસ્ત્રી’ તથા ‘પ્રભાકર’ની ડિગ્રી ઉપરાંત સંસ્કૃતમાં એમ.એ.ની ડિગ્રી. અધ્યાપનનો વ્યવસાય; સંસ્કૃતના નિવૃત્ત પ્રાધ્યાપક. પછી સ્વતંત્ર લેખનપ્રવૃત્તિ. તેમનો કારકિર્દી-આલેખ આ પ્રમાણે છે : ડોગરી ભાષાના સિનિયર ફેલો, જમ્મુ યુનિવર્સિટી, 1971-75; મુખ્ય સંપાદક, ડોગરી શબ્દકોશ…

વધુ વાંચો >