મહેશ ચોકસી
બેલઝોની, જિયોવાની બેટિસ્ટા
બેલઝોની, જિયોવાની બેટિસ્ટા (જ. 1778, પૅડુઆ, ઇટાલી; અ. 1823) : સાહસખેડુ અને પ્રાચીન ચીજોના સંગ્રાહક. 1815માં તેઓ ઇજિપ્ત ગયા. ત્યાં મહંમદ અલીએ તેમને સિંચાઈ માટે હાઇડ્રોલિક યંત્રસામગ્રી તૈયાર કરવાનું કાર્ય સોંપ્યું. ત્યારપછી તેઓ ઇજિપ્તમાં આવેલી કબરોમાંથી મૂલ્યવાન પ્રાચીન અવશેષો ઉઠાવી એકઠા કરવામાં પ્રવૃત્ત બન્યા. સાથોસાથ ઇજિપ્તની પ્રાચીનકળાના અવશેષોનું સંશોધન પણ…
વધુ વાંચો >બૅલડ
બૅલડ : ‘બૅલાદે’ અને ‘બૅલે’ની માફક આ શબ્દ પણ ઉત્તરકાલીન લૅટિન તથા ઇટાલિયન ‘બૅલારે’ એટલે કે ‘નૃત્ય કરવું’ એ શબ્દ પરથી ઊતરી આવ્યો છે. તાત્વિક રીતે બૅલડ એક પ્રકારનું ગીત છે અને તેમાં વાર્તાકથન હોય છે. પ્રારંભમાં તે નૃત્યની સંગતમાં સંગીત સાથે ગવાતું રજૂ થતું. મોટાભાગનાં બૅલડની કેટલીક લાક્ષણિકતાઓની તારવણી…
વધુ વાંચો >બેલ, માર્ટિન
બેલ, માર્ટિન (જ. 1938, કેમ્બ્રિજ, ઇંગ્લૅન્ડ) : ટેલિવિઝનના ખબરપત્રી. તેમણે કેમ્બ્રિજ ખાતે અભ્યાસ કર્યો અને 1962માં બીબીસીમાં જોડાયા. 1964થી 1976 દરમિયાન તેઓ વિદેશો માટેના વૃત્તાંતનિવેદક બન્યા. 1976–1977માં તેઓ રાજકારણી બાબતોના, 1993–94માં વિયેના ખાતેના અને 1994થી 1996 દરમિયાન વિદેશી બાબતોના વૃત્તાંતનિવેદક તરીકે કામગીરી બજાવતા રહ્યા. તેમને ‘રૉયલ ટેલિવિઝન સોસાયટીઝ રિપૉર્ટર ઑવ્…
વધુ વાંચો >બેલાકિયેફ, મિલી ઍલેક્સિવિચ
બેલાકિયેફ, મિલી ઍલેક્સિવિચ (જ. 1837, નિઝિની નૉવગોરોડ, રશિયા; અ. 1910) : રશિયાના નામી સ્વરરચનાકાર (composer). તેમણે કારકિર્દીનો પ્રારંભ કર્યો કૉન્સર્ટ-પિયાનોવાદક તરીકે અને ત્યારબાદ તેમણે સ્વરરચનાકારની કારકિર્દી અપનાવી. તેઓ રશિયાની રાષ્ટ્રીય સંગીત સ્કૂલના અગ્રણી બની રહ્યા. 1862માં તેમણે ‘પીટર્સબર્ગ ફ્રી સ્કૂલ ઑવ્ મ્યુઝિક’ની સ્થાપના કરી. 1883માં તેઓ ‘ઇમ્પીરિયલ કૅપૅલા’ના નિયામક બન્યા.…
વધુ વાંચો >બૅલિસ, વિલિયમ મૅડોક (સર)
બૅલિસ, વિલિયમ મૅડોક (સર) (જ. 1860, વૉલ્વર હૅમ્પટન, ઇંગ્લૅન્ડ; અ. 1924) : દેહધર્મવિદ્યા(physiology)ના અગ્રણી નિષ્ણાત. તેમણે લંડનની યુનિવર્સિટી કૉલેજ ખાતે વિજ્ઞાનનો અભ્યાસ કર્યો અને 1888થી 1924 દરમિયાન ત્યાં દેહધર્મવિદ્યા વિશે અધ્યાપનકાર્ય કર્યું. તેમણે મોટા ભાગનું સંશોધનકાર્ય તેમના સાથી અર્નેસ્ટ હેનરી સ્ટાલિંગના સહયોગમાં કર્યું. એમાં સૌથી મહત્વની સંશોધન-કામગીરી તે કાર્ડિયો-વૅસ્ક્યુલર તંત્રનો…
વધુ વાંચો >બેલી, આંદ્રે
બેલી, આંદ્રે (જ. 1880, મૉસ્કો; અ. 1934) : નામી રુસી નવલકથાકાર, કવિ અને વિવેચક. મૂળ નામ બૉરિસ નિકોલેવિચ બ્યુગેવ. તેઓ અગ્રણી પ્રતીકવાદી (symbolist) લેખક હતા. શરૂઆતમાં તેઓ ધર્મશાસ્ત્રના તત્વજ્ઞાની વ્લાદિમીર સૉલોવિવના સંપર્કમાં અને પછી તેમના પ્રભાવ હેઠળ આવ્યા. મૉસ્કો યુનિવર્સિટીમાં હતા ત્યારે તેમણે અવનતિ-વિષયક કાવ્યો લખ્યાં, જે ‘ધ નૉર્ધર્ન સિમ્ફની’(1902)માં…
વધુ વાંચો >બૅલે
બૅલે : આયોજનબદ્ધ સમૂહનૃત્યનો પાશ્ચાત્ય પ્રકાર. તેમાં સંગીતના સથવારે સુયોજિત નૃત્યગતિ વડે નર્તકો કોઈ કથાનકની રજૂઆત કરે છે અથવા કોઈ અમૂર્ત ખ્યાલનો વિકાસ પ્રસ્તુત કરે છે. ગીતકાવ્યપ્રધાન (lyric) રંગભૂમિનું જ તે વિસ્તૃત સ્વરૂપ લેખાય છે. તેનો ઇતિહાસ 400 વર્ષ જૂનો છે અને તેમાં સતત સંશોધન-સુધારણા તથા ભજવણી-પ્રક્રિયાની દસ્તાવેજી સામગ્રી સચવાયેલી…
વધુ વાંચો >બૅસી, ઍગસ્ટિનો મારિયા
બૅસી, ઍગસ્ટિનો મારિયા (જ. 1773, ઇટાલી; અ. 1856) : જાણીતા જીવવિજ્ઞાની અને જીવાણુવિજ્ઞાની. તેમણે પૅવિયા ખાતે અભ્યાસ કર્યો. પ્રાણીજગતના રોગો વિશે તેમણે જે સંશોધનકાર્ય કર્યું તેમાં લૂઇ પૅશ્ચર તથા રૉબર્ટ કૉકની કામગીરીના અંશત: પૂર્વસંકેત સાંપડી રહે છે. 1835માં તેમણે પુરવાર કર્યું હતું કે રેશમના કીડાનો ઉદભવ ફૂગ રૂપે થાય છે…
વધુ વાંચો >બે-સોખ રૂહ
બે-સોખ રૂહ (1977) : કાશ્મીરી કવિ ગુલામ રસૂલ સંતોષ(જ. 1929)નો કાવ્યસંગ્રહ. અગ્રણી કાશ્મીરી કવિ હોવા ઉપરાંત સંતોષ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલા ચિત્રકાર છે અને ચિત્રકલાની તાલીમ તેઓ વડોદરામાં એન. એસ. બેન્દ્રે પાસે પામ્યા હતા. કવિતા અને ચિત્ર ઉપરાંત તાંત્રિક તત્ત્વજ્ઞાનમાંયે તેમને વિશેષ લગાવ છે; પરિણામે માનવજીવનનું – તેનાં મૂલ્યોનું પરિપક્વ રીતે…
વધુ વાંચો >બૅસોવ, નિકોલાઈ
બૅસોવ, નિકોલાઈ (જ. 1922, સેંટ પીટર્સબર્ગ, રશિયા) : રશિયાના વિખ્યાત પદાર્થવિજ્ઞાની. મેઝર અને લેઝરની શોધથી તેઓ ભારે નામના પામ્યા. 1958થી ’73 દરમિયાન મૉસ્કોના લૅબેડેવ ફિઝિક્સ ઇન્સ્ટિટ્યૂટ ખાતે તેમણે નાયબ નિયામક તરીકે કામગીરી બજાવી. 1973માં તેઓ એ સંસ્થાના નિયામક નિમાયા. તેમના સંશોધનકાર્યના પરિપાકરૂપે 1955માં મેઝર જેવું મહત્વનું સાધન વિકસાવવાની ભૂમિકા મળી…
વધુ વાંચો >