મહેશ ચોકસી
પ્રેમચંદ
પ્રેમચંદ – કલમ કા સિપાહી (1962) : હિંદીના નવલકથાકાર અને ટૂંકી વાર્તાના લેખક અમૃતરાય (જ. 1921) લિખિત પ્રેમચંદ(1876–1936)ની જીવનકથા. હિંદીના અગ્રણી સર્જક પ્રેમચંદની સર્વપ્રથમ સર્વાંગસંપૂર્ણ જીવનકથા હોવા ઉપરાંત આ પુસ્તક જીવનકથાની લેખનકળાનો હિંદીમાં સર્વપ્રથમ સફળ પ્રયાસ લેખાય છે. તેમાંની મબલખ દસ્તાવેજી સામગ્રી, ક્ષોભરહિત સચ્ચાઈ, જોમભરી, સરળ, સ્વાભાવિક રજૂઆત-શૈલીના કારણે આ…
વધુ વાંચો >ફિબિગર, જૉહાનિસ (ઍન્ડ્રિયાસ ગ્રિબ)
ફિબિગર, જૉહાનિસ (ઍન્ડ્રિયાસ ગ્રિબ) (જ. 23 એપ્રિલ 1867, સિલ્કબર્ગ, ડેન્માર્ક; અ. 30 જાન્યુઆરી 1928, કોપનહેગન) : સુખ્યાત ડૅનિશ રુગ્ણવિદ (pathologist). પ્રયોગશાળામાંનાં પ્રાણીઓમાં નિયંત્રિત સ્વરૂપે સૌપ્રથમ વાર કૅન્સર-પ્રવેશ કરાવવાની સિદ્ધિ બદલ તેમને 1926માં શરીરક્રિયાવિદ્યા (physiotherapy) કે ઔષધ-વિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર અપાયો હતો. આ શોધથી કૅન્સર-સંશોધન-ક્ષેત્રે નિર્ણાયક વિકાસ સાધી શકાયો. તે રૉબર્ટ કૉક…
વધુ વાંચો >ફૂલ બિન ડાલી (1971)
ફૂલ બિન ડાલી (1971) : ડોગરી લેખક શ્રીવત્સ વિકલ(1930–1970)-રચિત સર્વપ્રથમ નવલકથા અને તે લેખકના અવસાન પછી પ્રગટ થઈ હોવાથી તે લેખકની છેલ્લી પ્રકાશિત નવલકથા પણ બની રહે છે. આ કૃતિમાં લેખકે ડોગરી પ્રજાની વિવિધ સામાજિક સમસ્યાઓની છણાવટ કરી છે અને રોજબરોજના પ્રશ્નો માટે લોકમાનસની રૂઢિચુસ્તતા કારણભૂત છે એવું નિદાન પણ…
વધુ વાંચો >બક્ષી, ઉપેન્દ્ર
બક્ષી, ઉપેન્દ્ર (જ. 9 નવેમ્બર 1938, રાજકોટ) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલા ભારતના ન્યાયવિદ. પિતાનું નામ વિષ્ણુપ્રસાદ, માતાનું નામ મુક્તાબહેન. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ રાજકોટમાં. 1959માં ગુજરાત યુનિવર્સિટીમાંથી અંગ્રેજી વિષય સાથે બી.એ., 1962માં મુંબઈ યુનિવર્સિટીમાંથી એલએલ.બી. તથા 1967માં એલએલ.એમ. અને અમેરિકાની કૅલિફૉર્નિયા યુનિવર્સિટીમાંથી ડૉક્ટર ઑવ્ જ્યુરિસ્ટિક સાયન્સની પદવી મેળવી. તેમની કાયદાશાસ્ત્રના…
વધુ વાંચો >બટન, ડિક
બટન, ડિક (રિચાર્ડ બટનનું લાડકું નામ) (જ. 1929, અગલવુડ, ન્યૂ જર્સી) : આઇસ સ્કેટિંગના દક્ષ ખેલાડી. 1948–52માં તેઓ 5 વખત વિશ્વકક્ષાના ચૅમ્પિયન બન્યા. 1948 અને 1952ની ઓલિમ્પિક રમતોમાં તેઓ સુવર્ણચંદ્રક વિજેતા બન્યા. સતત નવીનતા પ્રદર્શિત કરનાર ખેલાડી તરીકે તેમજ ‘એબીસી’ ટેલિવિઝનના વૃત્તાંત સમીક્ષક તરીકે તેમણે અમેરિકામાં આ રમતને લોકભોગ્ય બનાવવામાં…
વધુ વાંચો >બટલિન, બિલી
બટલિન, બિલી (જ. 1899, દક્ષિણ આફ્રિકા; અ. 1980) : હૉલિડે કૅમ્પના આદ્ય પ્રણેતા. પોતાનાં માતાપિતા સાથે તે કૅનેડામાં વસવાટ કરવા ગયા. તેમણે પ્રથમ વિશ્વયુદ્ધમાં સેવા બજાવી. પછી 5 પાઉન્ડ જેટલી મામૂલી મૂડી ગજવામાં નાખી ઇંગ્લૅન્ડ જવા નીકળી પડ્યા, ત્યાં એક આનંદમેળા(‘ફન-ફેર’)માં થોડો વખત નોકરી કરી અને તે પછી પોતાનો સ્વતંત્ર…
વધુ વાંચો >બડ, ઝોલા
બડ, ઝોલા (જ. 1966, બ્લૉન ફૉન્ટેન, દક્ષિણ આફ્રિકા) : દક્ષિણ આફ્રિકાના નામી મહિલા દોડવીર. વિવાદમાં અટવાયેલાં હતાં છતાં, તેમણે 5,000 મી.ની દોડ માટે 15 મિ. 1.83 સેકન્ડના સમયનો વિશ્વવિક્રમ નોંધાવ્યો; તે વખતે તે દક્ષિણ આફ્રિકાનાં નાગરિક હતાં. તેમનાં માતાપિતાની સામાજિક પૂર્વભૂમિકાને લક્ષમાં લઈ, 1984માં તેમને બ્રિટિશ નાગરિકત્વ આપવામાં આવ્યું અને…
વધુ વાંચો >બદનામી દી છાન
બદનામી દી છાન (1973) : ડોગરી વાર્તાકાર રામનાથ શાસ્ત્રીનો વાર્તાસંગ્રહ. આમાં તેમની ઉત્તમ વાર્તાઓ પૈકી 6 વાર્તાનો સમાવેશ છે. પ્રસ્તાવનામાં શાસ્ત્રીએ કથાસાહિત્યમાં કલ્પના તથા ટેકનિકનું મહત્ત્વ આંક્યા પછી પ્રેરણાતત્ત્વને સૌથી મહત્ત્વનું લેખ્યું છે; આ વાર્તાઓને એવા પ્રેરણાતત્ત્વે જ જન્મ આપ્યો છે. ચોક્કસ ઉદ્દેશથી લખાયેલી તેમની વાર્તાઓમાં કોઈ વાદ કે વિચારસરણીના…
વધુ વાંચો >બનહટ્ટી, શ્રીનિવાસ નારાયણ
બનહટ્ટી, શ્રીનિવાસ નારાયણ (જ. 1901, પુણે; અ. 1975) : મરાઠીના નામાંકિત લેખક, સંપાદક અને વિદ્વાન. તેમણે ઉચ્ચ શિક્ષણ મુંબઈ યુનિવર્સિટીમાં લીધું હતું. તેમને અતિ ઉજ્જ્વળ અભ્યાસ-કારકિર્દીના પરિણામે અનેક ઇનામો તથા શિષ્યવૃત્તિઓ મળ્યાં. સંસ્કૃતમાં એમ.એ.ની તથા કાયદાશાસ્ત્રમાં એલએલ.બી.ની પદવી મેળવ્યા પછી તેઓ એલ્ફિન્સ્ટન કૉલેજમાં મરાઠીના અધ્યાપક તરીકે જોડાયા. પછી તેઓ નાગપુરની…
વધુ વાંચો >બરગોહાઈ, નિરુપમા
બરગોહાઈ, નિરુપમા (જ. 1932, ગૌહત્તી) : આસામનાં મહિલા સાહિત્યકાર. તેમને ‘અભિજાત્રી’ નવલકથા બદલ સાહિત્ય અકાદમી. દિલ્હીનો 1996ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો છે. તેમણે કલકત્તા યુનિવર્સિટીમાંથી અંગ્રેજીના વિષય સાથે તેમજ ગૌહત્તી યુનિવર્સિટીમાંથી આસામીના વિષય સાથે એમ.એ.ની ડિગ્રી મેળવી. કારકિર્દીનો આરંભ તેમણે અંગ્રેજીનાં અધ્યાપિકા તરીકે કર્યો; પછી પત્રકારત્વ તરફ વળ્યાં અને નામાંકિત સામયિકોનું…
વધુ વાંચો >