મહેશ ચોકસી
આરસી, પ્રસાદસિંગ
આરસી, પ્રસાદસિંગ (જ. 19 ઑગસ્ટ 1911, બિહાર; અ. 15 નવેમ્બર 1996) : મૈથિલી ભાષાના કવિ. તેમના ‘સૂર્યમુખી’ કાવ્યસંગ્રહને 1984ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. નાની વયે જ તેઓ આઝાદીની લડતમાં જોડાયા. થોડો વખત કોશી ડિગ્રી કૉલેજમાં હિંદીના અધ્યાપક તરીકે કામ કર્યા પછી તેમણે આકાશવાણીનાં અલ્લાહાબાદ અને લખનૌ કેન્દ્રોમાં…
વધુ વાંચો >ઇન્ટરનેશનલ કમિટી ઑવ્ ધ રેડ ક્રૉસ
ઇન્ટરનેશનલ કમિટી ઑવ્ ધ રેડ ક્રૉસ : યુદ્ધમાં ઈજા પામેલા સૈનિકોની સારવાર માટે પ્રારંભાયેલી અને પાછળથી સમસ્ત માનવજાતિની વેદનાના નિવારણને વરેલી આંતરરાષ્ટ્રીય માનવતાવાદી સંસ્થા. સ્વિટ્ઝર્લૅન્ડના માનવતાવાદી જ્યા હેન્રી દુનાંના એક પુસ્તકના પરિણામે આ સેવાસંસ્થાનો ઉદભવ થયો. જૂન, 1859ના સોલફરિનોના યુદ્ધમાં ઘવાયેલા સૈનિકો માટે જ્યા હેન્રી દુનાંએ તાકીદની સહાય-સેવાનું આયોજન કર્યું…
વધુ વાંચો >ઈવાલ, યોહૅનિસ
ઈવાલ, યોહૅનિસ (જ. 18 નવેમ્બર 1743, કોપનહેગન; અ. 17 માર્ચ 1781, કોપનહેગન) : ડેન્માર્કના એક મહાન ઊર્મિકવિ અને નાટ્યકાર. સ્કૅન્ડિનેવિયાની દંતકથા તથા પુરાણકથાઓના વિષયોનો સર્જનાત્મક ઉપયોગ કરનાર તેઓ એમની ભાષાના સર્વપ્રથમ લેખક હતા. પાદરી પિતાના અવસાન પછી તેમને શાળાએ મૂકવામાં આવ્યા. ત્યાં ‘ટૉમ જૉન્સ’ તથા ‘રૉબિન્સન ક્રૂસો’ના વાચનથી તેમની સાહસ-ભાવના…
વધુ વાંચો >ઉદ્ગાતા, ગોવિંદચંદ્ર
ઉદ્ગાતા, ગોવિંદચંદ્ર (જ. 4 માર્ચ 1920, બાલાંગીર, ઓરિસા) : ઊડિયા ભાષાના વિદ્વાન, સમાલોચક અને અનુવાદક. તેમને સાહિત્યિક સમાલોચનાની કૃતિ ‘કાવ્યશિલ્પી ગંગાધર’ માટે કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1995ના વર્ષનો એવૉર્ડ મળ્યો છે. તેમની શૈક્ષણિક કારકિર્દી અત્યંત તેજસ્વી હતી. ઓરિસાની ઉત્કલ યુનિવર્સિટીમાંથી ઊડિયા તેમજ સંસ્કૃતમાં એમ.એ.ની ડિગ્રી મેળવી. રાજ્યની જુદી જુદી કૉલેજોમાં ઊડિયા…
વધુ વાંચો >ઉધમપુરી, જિતેન્દ્ર
ઉધમપુરી, જિતેન્દ્ર (જ. 9 નવેમ્બર 1944, ઉધમપુર, જમ્મુ અને કાશ્મીર) : ડોગરી કવિ. તેમના કાવ્યસંગ્રહ ‘ઇક શેહર યાદેં દા’ને 1981ના વર્ષ માટેનો ભારતીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો. ઇતિહાસ, હિંદી, ઉર્દૂ અને શિક્ષણના વિષયોમાં તેમણે એમ.એ.ની ડિગ્રી મેળવી હતી. 1964ના વર્ષમાં તેમણે શિક્ષકની કારકિર્દી શરૂ કરી. તેઓ જમ્મુ ઍન્ડ કાશ્મીર…
વધુ વાંચો >ઉપાધ્યાય, પુષ્પલાલ
ઉપાધ્યાય, પુષ્પલાલ (જ. 17 ઑક્ટોબર 1906, લાઇમાકુરી, લક્ષ્મીપુર, આસામ ; અ. 30 ડિસેમ્બર 1989) : નેપાળી કવિ. તેમની રચના ‘ઉષામંજરી’ને ભારતીય સાહિત્ય અકાદમીનો 1988ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. તેમણે શોણિતપુર (આસામ), વારાણસી તથા જનકપુર(નેપાળ)માં સંસ્કૃતનો અભ્યાસ કર્યો હતો. તેમણે 1942ના સ્વાતંત્ર્ય-આંદોલનમાં પણ સક્રિય ભાગ લીધો હતો. તેમની લેખનપ્રવૃત્તિનો પ્રારંભ પણ…
વધુ વાંચો >ઊર્મિકાવ્ય
ઊર્મિકાવ્ય : સામાન્યત: ઊર્મિના પ્રાધાન્યવાળું કાવ્ય. મૂળ ગ્રીક શબ્દ Lyra અથવા Lyrikos પરથી અંગ્રેજીમાં ઊર્મિકાવ્ય માટે lyric સંજ્ઞા પ્રયોજાઈ છે. લાઇર (lyre) નામના તંતુવાદ્ય સાથે આ પ્રકારની રચનાઓ ગવાતી. સ્વરૂપ : વર્ણનાત્મક અને નાટ્યાત્મક કવિતાથી ઊર્મિકાવ્યનો પ્રકાર ઊર્મિના પ્રત્યક્ષ અને સહજ આવિષ્કારને કારણે જુદો પડે છે. ઊર્મિ એનું પ્રાણતત્વ છે.…
વધુ વાંચો >એચેબૅ, ચિનુઆ
એચેબૅ, ચિનુઆ (જ. 16 નવેમ્બર 1930, ઑગિડી, નાઇજિરિયા; અ. 21 માર્ચ 2013, બૉસ્ટન, માસાચુસેટસ, યુ. એસ.) : નામાંકિત નવલકથાકાર. તેમણે ઇબાદન યુનિવર્સિટી કૉલેજમાંથી 1953માં અંગ્રેજી સાથે સ્નાતકની પદવી મેળવી. 1954માં તેમણે પ્રસારણ-સેવાની કારકિર્દી અપનાવી, અને વિદેશ પ્રસારણ વિભાગના નિયામક બન્યા. 1967-70ના નાઇજિરિયાના આંતરવિગ્રહ દરમિયાન તેઓ બિયૅફ્રાની સરકારની નોકરીમાં હતા. ત્યારબાદ…
વધુ વાંચો >ઍડમ્સ, જૉન
ઍડમ્સ, જૉન (જ. 30 ઑક્ટોબર 1735, ક્વીત્સી, મૅસેચૂસેટ્સ; અ. 4 જુલાઈ 1826, ક્વીન્સી, માસાટુસેટસ, યુ. એસ.) : અમેરિકાના રાજકારણી અને બીજા પ્રમુખ (1797-1801). તે ખેડૂતના પુત્ર હતા. તેમણે હાર્વર્ડ ખાતે અભ્યાસમાં નામના કાઢી. 1758માં તે ‘બાર’માં પ્રવેશ્યા. તેમને વિવિધ વસાહતો પ્રત્યે સમભાવ હતો; તેમણે ‘સ્ટૅમ્પ ઍક્ટ’ નામે કાયદા સામેના વિરોધની…
વધુ વાંચો >