મહેશ ચોકસી

દો ચટ્ટાનેં

દો ચટ્ટાનેં (1965) : હિંદી કવિ હરિવંશરાય બચ્ચનનો કાવ્યસંગ્રહ. ઉત્તરછાયાવાદી હિંદી ઊર્મિકવિતાના તેઓ લોકપ્રિય કવિ ગણાય છે. આ કાવ્યસંગ્રહમાં 1962થી 64 દરમિયાન રચાયેલાં 53 કાવ્યો છે. આમાં સૌથી મહત્ત્વનું કાવ્ય છે ‘દો ચટ્ટાનેં’ અથવા ‘સિસિફસ વિ. હનુમાન.’ આ લાંબા કાવ્યમાં ગ્રીક પુરાણકથાના પાત્ર સિસિફસ તથા હનુમાનના પાત્રનું પ્રતીક તરીકે કાવ્યપ્રયોજન…

વધુ વાંચો >

દોશી, બાલકૃષ્ણ

દોશી, બાલકૃષ્ણ (જ. 26 ઑગસ્ટ, 1927, પુણે; અ. 24 જાન્યુઆરી 2023, અમદાવાદ) : જાણીતા ભારતીય સ્થપતિ. ઇજનેરીના અભ્યાસ માટે ફર્ગ્યુસન કૉલેજમાં દાખલ થયા (1948). પુણેની ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મૉડર્ન આર્ટના અભ્યાસ દરમિયાન સ્થાપત્યના અભ્યાસની પ્રેરણા મળી. મુંબઈની જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં 4 વર્ષ સ્થાપત્યનો અભ્યાસ કર્યો. 1950માં ઇંગ્લૅન્ડ જઈ કોઈ…

વધુ વાંચો >

ધુમ્મન, કપૂરસિંગ

ધુમ્મન, કપૂરસિંગ (જ. 1927, ધુલચિકે, શિયાલકોટ; અ. 1985) : પંજાબી નાટ્યકાર અને દિગ્દર્શક. એમના પિતા જ્ઞાની બુદ્ધસિંગ શિક્ષક હતા અને કાવ્યો લખતા હતા. એમણે પ્રાથમિક શિક્ષણ ઉગ્ગોકીની ડી.બી. પ્રાથમિક સ્કૂલમાં લીધું હતું. પછી શિયાલકોટની ખાલસા હાઈસ્કૂલમાં ભણ્યા. ત્યાંની મૂરી કૉલેજમાં ઉચ્ચ શિક્ષણ લીધું. તેમની નાટ્યકૃતિ ‘પાગલ લોક’ને 1984ના વર્ષનો કેન્દ્રીય…

વધુ વાંચો >

ધુરંધર, મહાદેવ વિશ્વનાથ

ધુરંધર, મહાદેવ વિશ્વનાથ (જ. 18 માર્ચ 1871, મુંબઈ; અ. 1944) : મુંબઈના ચિત્રકાર. મૅટ્રિક થયા પછી સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં ચિત્રકળાના શિક્ષણ માટે જોડાયા. વિદ્યાર્થી તરીકે ઉજ્જ્વળ કારકિર્દી હતી. ચિત્રકળાના પ્રારંભિક દિવસોમાં પણ તેમણે ઉચ્ચ કલાશક્તિ દાખવી બૉમ્બે આર્ટ સોસાયટીનો સુવર્ણચંદ્રક મેળવ્યો હતો. અભ્યાસ પૂરો થયા પછી એ…

વધુ વાંચો >

નગાબોંગ ખાઓ (1975)

નગાબોંગ ખાઓ (1975) : મણિપુરી નાટ્યકાર જી. સી. તોંગ્બ્રા(જ. 1913)નું ત્રિઅંકી નાટક. મણિપુરી ઢબની દેહાંતદંડની સજા માટે આ શબ્દપ્રયોગ થાય છે. ગુનેગારને કોથળામાં ભરી પાણીમાં નાખી દઈને આ સજા કરવાની પ્રથા છે. આ ત્રિઅંકીમાં જે નાયિકાનું સર્જન કર્યું છે તે સુંદર, આકર્ષક અને સ્વતંત્ર જીવન જીવવા મથનારી નારીનું ચિત્ર છે.…

વધુ વાંચો >

નજર ઔર નજરિયા

નજર ઔર નજરિયા (1973) : ઉર્દૂ વિવેચક અલ-એ-અહેમદ સુરૂર (Ale Ahmed Suroor) (જ. 1912-2002)નો વિવેચનગ્રંથ. વિવિધ સાહિત્ય-વિષયો પરના કુલ 13 વિવેચનલેખો આ સંગ્રહમાં છે. ‘કવિતાની ભાષા’ તથા ‘ગદ્યશૈલી’ ઉર્દૂ સાહિત્યવિષયક વિવેચના માટે તદ્દન નવો ચીલો પાડનારા છે. એમાં ઉર્દૂ ભાષાની અભિવ્યક્તિક્ષમતા વિશે સૌપ્રથમ વાર તલસ્પર્શી વિચારસરણી આલેખાઈ છે. ‘વિવેચનની સમસ્યા’…

વધુ વાંચો >

નવલકથા

નવલકથા કથાસાહિત્યનો લોકભોગ્ય પ્રકાર. કથા-વાર્તા વગેરેનાં કુળ-મૂળ અતિપ્રાચીન છે, પણ એક સાહિત્યિક સ્વરૂપ લેખે નવલકથા તત્વત: પશ્ચિમી પેદાશ છે. તે માટેના અંગ્રેજી શબ્દ ‘નૉવેલ’ માટેનો મૂળ ઇટાલિયન શબ્દ છે, novella, એટલે કે કથા કે વાર્તા અથવા સમાચારરૂપ ઘટના. હવે આ વિશેષણ અનેક પ્રકારનાં ગદ્ય કથાલખાણ માટે વપરાય છે. નવલકથા વિશેનાં…

વધુ વાંચો >

નાયક, બનિજારા

નાયક, બનિજારા (1972) : મૈથિલી સાહિત્યકાર બ્રજકિશોર વર્મા ‘મણિપદ્મ’(જ. 1918)ની નવલકથા. મિથિલાના પ્રખ્યાત લોક-મહાકાવ્યના કથાનકના આધારે આ નવલકથાની માંડણી થઈ છે. બુદ્ધના સમયમાં મિથિલામાં વેપારી વર્ગનાં જોર અને સત્તા હતાં; તેને કેન્દ્રમાં રાખીને લેખકે નવલકથામાં સામાજિક, સાંસ્કૃતિક તેમજ આર્થિક પરિસ્થિતિનું ચિત્રણ કુશળતાથી આલેખ્યું છે. તેમણે તેમની લાક્ષણિક કાવ્યમય શૈલીથી નાયકની…

વધુ વાંચો >

નાયર, એસ. ગુપ્તન્

નાયર, એસ. ગુપ્તન્ (જ. 22 ઑગસ્ટ 1919, કિશનપુરમ્, જિ. ક્વિલોન, કેરળ; અ. 6 ફેબ્રુઆરી 2006, તિરુવન્તપુરમ) : મલયાળમ ભાષાના વિવેચક. તેમના નિબંધસંગ્રહ ‘તિરંજેદૂત પ્રબંધગલ’ને 1983ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ મળ્યો હતો. મલયાળમ ભાષામાં ઑનર્સ સાથે બી.એ.ની ડિગ્રી મેળવ્યા પછી તેમણે સંશોધનકાર્ય હાથ ધર્યું. પછી ત્રાવણકોર ખાતેની યુનિવર્સિટી કૉલેજમાં અધ્યાપક…

વધુ વાંચો >

નારલા, વી. આર.

નારલા, વી. આર. (જ. 1 ડિસેમ્બર 1908, જબલપુર, મધ્યપ્રદેશ; અ. 13 માર્ચ 1985) : તેલુગુ ભાષાના નાટ્યકાર, કવિ અને નિબંધકાર. તેમની નાટ્યકૃતિ ‘સીતાજોસ્યમ્’ને 1981ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. 1934માં તેમણે આંધ્ર યુનિવર્સિટીમાંથી બી.એ.ની ડિગ્રી મેળવી હતી. તેઓ વ્યવસાયે પત્રકાર હતા અને અનેક વર્ષો સુધી ‘આંધ્રપ્રભા’ તથા ‘આંધ્રજ્યોતિ’ના…

વધુ વાંચો >