મહેમૂદહુસેન મોહંમદહુસેન શેખ
અબૂ યૂસુફ (કાઝી)
અબૂ યૂસુફ (કાઝી) (731-798) : અરબી ધર્મગુરુ. નામ યાકૂબ બિન ઇબ્રાહીમ અન્સારી–કૂફી. અટક અબૂ યૂસુફ. ઇમામ અબૂ યૂસુફને નામે જાણીતા. એમના ગુરુ ઇમામ અબૂ હનીફા (આઠમી સદી). તેઓ હનફી સુન્ની સંપ્રદાયના ઇમામ હતા. ઇસ્લામી ધર્મશાસ્ત્ર અને કાનૂનમાં નિષ્ણાત. બગદાદમાં તેમની કાઝી તરીકે નિમણૂક થયેલી. તેમણે અબ્બાસી ખલીફા હાદી, મેહદી અને…
વધુ વાંચો >અબૂ સઈદ અબિલ ખૈર
અબૂ સઈદ અબિલ ખૈર (જ. 7 ડિસે. 967, મૈહના, ખોરાસાન; અ. 12 જાન્યુ. 1049) : ઈરાનના મહાન સૂફી અને રુબાઈ કવિ. મૂળ નામ ફઝલુલ્લાહ. અબૂ સઈદે અતિશય ભક્તિભાવ અને કઠોર સંયમમાં ચાલીસ વર્ષ પસાર કર્યાં હતાં. પછી દરિદ્ર-સેવામાં તલ્લીન થઈ ગયેલા. તેમણે ઘણી રુબાઈઓ રચેલી એમ માનવામાં આવે છે. તેમના…
વધુ વાંચો >અબૂ સુફયાન
અબૂ સુફયાન (જ. 1 સપ્ટેમ્બર 560, મક્કા, સાઉદી અરેબિયા; અ. 1 ઑગ્સટ 652, મદિના, સાઉદી અરેબિયા) : હ. મુહમ્મદ પેગંબરના શ્વશૂર. મૂળ નામ સખ્ર બિન હરબ બિન ઉમૈય્યા. અટક અબૂ સુફયાન. કબીલા કુરૈશની ઉમૈય્યા શાખાના ધનવાન વેપારી અને સરદાર હતા અને મક્કામાં જન્મ્યા હતા. તેમણે બદ્ર (ઈ. સ. 624) અને…
વધુ વાંચો >અબૂ હનીફા
અબૂ હનીફા (જ. 5 સપ્ટેમ્બર 699, કૂફા, ઇરાક; અ. 14 જૂન 767, બગદાદ, ઇરાક) : હનફી-ઇસ્લામી ધર્મશાસ્ત્રના પ્રણેતા : મૂળ નામ નુઅમાન બિન સાબિત. પણ અબૂ હનીફાને નામે અને ‘ઇમામ આઝમ’ના ઇલકાબથી પ્રસિદ્ધ. મહાન ધર્મજ્ઞાની. જ્ઞાન, બુદ્ધિમત્તા અને સ્વભાવની સહિષ્ણુતા પરત્વે અજોડ. ઇસ્લામી ધર્મશાસ્ત્રના બંધારણ માટે તેમના ઘડેલા નિયમો વિશાળ…
વધુ વાંચો >અબ્દુલ અઝીઝ ‘‘ઇબ્ન સઊદ’’
અબ્દુલ અઝીઝ ‘‘ઇબ્ન સઊદ’’ (જ. 15 જાન્યુઆરી 1875, રિયાધ, સાઉદી અરેબિયા; અ. 9 નવેમ્બર 1953, સાઉદી અરેબિયા) : સઉદી આરબ વહાબી રાજ્યનો સ્થાપક. પિતાનું નામ અબ્દુર્રહમાન બિન ફૈસલ. 18મી સદીના નામાંકિત આરબ બાદશાહ મુહમ્મદ બિન સઊદનો વંશજ હોવાથી ‘ઇબ્ન સઊદ’ કુટુંબનામ છે. ઘણાં સંકટો વેઠ્યા પછી 1902માં કુવેતના શેખ મુબારકની…
વધુ વાંચો >અમીર મુઆવિયા
અમીર મુઆવિયા (જ. 602 મક્કા, અરેબિયા; અ. એપ્રિલ 680, દમાસ્કસ) : ઉમૈયા વંશના પ્રથમ ખલીફા. મક્કાના એક સરદાર અબૂ સુફયાનના પુત્ર, પયગંબરસાહેબનાં પત્ની ઉમ્મે હબીબાના ભાઈ, હજરત મુહમ્મદના મંત્રી તેમજ વહી(કુરાનના દિવ્ય સંદેશ)ની નોંધ લખનાર અને પયગંબરસાહેબના દસ સાથીઓમાંના એક. બીજા ખલીફા હજરત ઉમર ફારૂકના સમયમાં તેમને સીરિયાના સૂબેદાર નીમવામાં…
વધુ વાંચો >અલી બિન તૈફૂર બિસ્તામી
અલી બિન તૈફૂર બિસ્તામી (સત્તરમી સદી) : ભારતના ફારસી ઇતિહાસકાર, સાહિત્યકાર અને વિદ્વાન. ‘હદાઇકુસ સલાતીન’, ‘તુહફ એ મુલ્કી’, ‘તુહફતુલ ગરાઇબ’ અને ‘અન્વારુત તહકીક’નો કર્તા. હૈદરાબાદ દખ્ખણના અબ્દુલ્લાહ કુત્બશાહ (ઈ. સ. 1625-72) અને અબુલહસન તાનાશાહ(ઈ. સ. 1672-86)નો ઉદાર સાહિત્યાશ્રય એને મળેલો. ભાગ્યની ચડતી-પડતી અને ઊથલપાથલને કારણે દૂર દખ્ખણમાં આવી ધર્મગુરુ મહાવિદ્વાન…
વધુ વાંચો >અલ્ અઅ્શા
અલ્ અઅ્શા (જ. 570 પહેલા, મન્ફુઆ, યમામા, અરબસ્તાન; અ. 625) : અરબી કવિ. મૂળ નામ મૈમૂન બિન કૈસ. અટક કુનિય્યત અબૂ બસીર. ઇલકાબ ‘અલ્ અઅ્શા’. વતન નજદનો ઉચ્ચપ્રદેશ. તે એક ધંધાદારી ભાટ પ્રકારનો કવિ હતો. અરબસ્તાનના એક છેડાથી બીજા છેડા સુધી હાથમાં વીણા લઈ ફરે અને પૈસા આપનારનાં ગુણગાન ગાય.…
વધુ વાંચો >