મહેન્દ્રભાઈ ઠા. દેસાઈ

સિયેટો (South East Asia Treaty Organization)

સિયેટો (South East Asia Treaty Organization) : સામ્યવાદનો ફેલાવો રોકવા અને એશિયાખંડમાં પ્રાદેશિક સલામતીની વ્યવસ્થા સ્થાપવા માટેની વિવિધ દેશો વચ્ચેની સામૂહિક સંરક્ષણ સંધિ, જેનું નેતૃત્વ અમેરિકાએ કર્યું હતું. બીજા વિશ્વયુદ્ધ પછીની અમેરિકાની વિદેશનીતિનું મુખ્ય ધ્યેય સોવિયેત સંઘની રાજકીય, લશ્કરી, આર્થિક વગના વધતા વિસ્તારને રોકવાનું (containment) હતું. 1947માં ટ્રુમેને જાહેરાત કરેલી…

વધુ વાંચો >

હુવર હબર્ટ

હુવર, હબર્ટ (જ. 10 ઑગસ્ટ 1874, વોસ્ટબ્રાંચ, આયોવા, અમેરિકા; અ. 20 ઑક્ટોબર 1964, ન્યૂયૉર્ક શહેર, અમેરિકા) : રિપબ્લિકન પક્ષ દ્વારા ચૂંટાયેલા અમેરિકાના 31મા પ્રમુખ (1929–33). તેમની નવ વર્ષની વયે માતા-પિતાનું અવસાન થતાં કાકાએ ઉછેર્યા. માનવતાવાદી ક્વેકર સંપ્રદાયના તેઓ અનુયાયી હતા. સ્ટેનફર્ડ વિશ્વવિદ્યાલયમાંથી ખાણના ઇજનેરની પદવી પ્રથમ વર્ગમાં 1895માં પ્રાપ્ત કરી.…

વધુ વાંચો >

હૅરિમેન ઍવરેલ (વિલિયમ)

હૅરિમેન ઍવરેલ (વિલિયમ) (જ. 1891, ન્યૂયૉર્ક; અ. 26 જુલાઈ 1986, યૉર્ક ટાઉન, ન્યૂયૉર્ક) : અમેરિકાના જાણીતા રાજકારણી અને વિદેશમંત્રી. અમેરિકાના પ્રમુખીય સરકારી તંત્રનાં બે લક્ષણો છે : (1) સરકારી તંત્રમાં વેપારીઓ, ખાનગી કંપનીના સંચાલકો, ઉદ્યોગપતિઓ એમ ખાનગી ક્ષેત્રની કાબેલ વ્યક્તિઓની સેવાનો ઉપયોગ થઈ શકે છે. એથી વિપરીત પણ સાચું છે.…

વધુ વાંચો >

હૅલિફૅક્સ સેવિલ જ્યૉર્જ

હૅલિફૅક્સ, સેવિલ જ્યૉર્જ (જ. 11 નવેમ્બર 1633, થૉર્નહિલ, યૉર્કશાયર, ઇંગ્લૅન્ડ; અ. 5 એપ્રિલ 1695, લંડન) : બ્રિટનના રાજનીતિજ્ઞ અને રાજકીય નિબંધકાર. ઇંગ્લૅન્ડ ઉપરાંત ફ્રાન્સ અને ઇટાલીમાં પણ તેમણે શિક્ષણ લીધું હતું. ક્રૉમવેલના મૃત્યુ પછી ચાર્લ્સ બીજાને માટે તેમણે કામ કર્યું. 1669માં કમિશનર ઑવ્ ટ્રેડ તરીકે તેમની નિમણૂક થઈ. 1672માં તેઓ…

વધુ વાંચો >

હેલ્વેશિયસ ક્લૉડ એડ્રિયન

હેલ્વેશિયસ ક્લૉડ એડ્રિયન (જ. 26 જાન્યુઆરી 1715, પૅરિસ; અ. 26 ડિસેમ્બર 1771, વોરે, ફ્રાંસ) : ફ્રેંચ લેખક, ચિંતક અને એન્સાયક્લોપીડિટ્સ. જેમની નૈતિક અને સામાજિક વિચારસરણીએ ઉપયોગિતાવાદની ચિંતનની શાખા વિકસાવી. આ શાખાના પિતા તરીકે જર્મી બેન્થામનું નામ જાણીતું છે. જોકે બેન્થામે તેના વૈચારિક પ્રભાવનો સ્વીકાર કર્યો છે. પૅરિસમાં જન્મેલા આ ચિંતકના…

વધુ વાંચો >

હેસ વૉલ્ટર રિચાર્ડ રુડોલ્ફ

હેસ, વૉલ્ટર રિચાર્ડ રુડોલ્ફ (જ. 26 એપ્રિલ 1894, ઍલેક્ઝાન્ડ્રિયા, ઇજિપ્ત; અ. 17 ઑગસ્ટ 1987, વેસ્ટ બર્લિન, જર્મની) : જર્મનીના નિષ્ઠાવાન નેતા અને હિટલરના નિકટના સાથી. હિટલરના ડેપ્યુટી તરીકે જાણીતા રુડોલ્ફ એક જર્મન વેપારી કુટુંબના ફરજંદ હતા. પ્રથમ વિશ્વયુદ્ધમાં પહેલાં તેમણે જર્મન લશ્કરમાં કામ કર્યું. પાછળથી તેઓ જર્મન હવાઈ દળના પાઇલટ…

વધુ વાંચો >

હોક્ષા એન્વર

હોક્ષા, એન્વર (જ. 16 ઑક્ટોબર 1908, ગિરોકાસ્ટર, ઑટોમન સામ્રાજ્ય; અ. 11 એપ્રિલ 1985, તિરાના, આલ્બેનિયા) : આલ્બેનિયાના વડાપ્રધાન અને સામ્યવાદી પક્ષના નેતા. આલ્બેનિયા બીજા વિશ્વયુદ્ધ પછીથી કોઈ ને કોઈ સ્વરૂપમાં વર્તમાનપત્રોમાં ચમકતું રહ્યું જ છે. હોક્ષા 1908માં એક મધ્યમ વર્ગના મુસલમાન કુટુંબમાં જન્મ્યા હતા. 1930થી 1936માં પૅરિસમાં અભ્યાસ કરતા કરતા…

વધુ વાંચો >