મલયાળમ સાહિત્ય
ઇરયિમ્મન તમ્પિ
ઇરયિમ્મન તમ્પિ (જ. 12 ઑક્ટોબર 1782 કોટ્ટાકાકોમ; અ. 29 જુલાઈ 1856 ત્રાવણકોર) : મલયાળમ કવિ. અઢારમી સદીના પ્રથમ પંક્તિના મલયાળમ કવિઓમાં તેમનું ઉચ્ચ સ્થાન છે. તેઓ ત્રાવણકોરના મહારાજાના રાજકવિ હતા. એમના પિતાનો રાજદરબાર સાથે સીધો સંબંધ હતો. તેથી રાજદરબારમાં પ્રવેશ કરવાનું એમને માટે આસાન બન્યું. આ ઉપરાંત કેરળના રાજકુટુંબના કવિ…
વધુ વાંચો >ઇરુપતાં નૂટ્ટાંટિંટે ઇતિહાસમ્
ઇરુપતાં નૂટ્ટાંટિંટે ઇતિહાસમ્ : મલયાળમ ખંડકાવ્ય. આલ્કતમ્ અચ્યુતન નમ્બુદિરિ (નંપૂતિરિ) (જ. 1917) રચિત આ ખંડકાવ્યના શીર્ષકનો અર્થ છે ‘વીસમી સદીની ગાથા’. માનવીના અંતરની કૂટ સમસ્યાઓનું પ્રભાવશાળી આલેખન કરતું આ કાવ્ય છે. તેનો નાયક ભાવુક અને આદર્શવાદી છે અને તે અન્યાયો ને અત્યાચારો વિરુદ્ધ સંઘર્ષ કરવા સામ્યવાદી માર્ગ ગ્રહણ કરે છે. કિશોરાવસ્થામાં…
વધુ વાંચો >ઉમાકેરળમ્ (1913)
ઉમાકેરળમ્ (1913) : મલયાળમ ભાષાનું પ્રથમ મહાકાવ્ય. ઉળ્ળૂર એસ. પરમેશ્વરે (1877-1949) રચેલું આધુનિક યુગનું મહાકાવ્ય. કાવ્યનું વસ્તુ કેરળ-ત્રાવણકોરના ઇતિહાસ પર આધારિત છે. સંસ્કૃત મહાકાવ્યના સ્વરૂપને લક્ષમાં રાખીને તે લખાયેલું છે. તે ઓગણીસ સર્ગોમાં વિભાજિત છે અને તેમાં 2,022 કડીઓ છે. મલયાળમની વિશિષ્ટ મણિપ્રવાલશૈલીમાં એ રચાયું છે. વન, નગર, યુદ્ધ, સ્ત્રીપુરુષના…
વધુ વાંચો >ઉમ્માચુ (1952)
ઉમ્માચુ (1952) : પ્રસિદ્ધ મલયાળમ નવલકથા. લેખક ઉરૂબ (જ. 1915). તેનું કથાનક એક મધ્યમ વર્ગની મુસ્લિમ ગૃહિણી ઉમ્માચુના સંઘર્ષમય જીવન પર કેંદ્રિત છે. ઉમ્માચુનું લગ્ન તેણે પસંદ કરેલા પુરુષ માયનની સાથે નહિ, પણ અન્ય પુરુષ સાથે થાય છે. માનવમનની ઊંડી સમજ અને સહાનુભૂતિ આ નવલકથામાં લેખકે દર્શાવી છે. વિવિધ જાતિ…
વધુ વાંચો >ઉરુબ
ઉરુબ (જ. 8 જૂન 1915 કેરાલા; અ. 11 જુલાઈ 1979 કોટ્ટાયમ, કેરાલા) : ઉત્કૃષ્ટ કોટિના મલયાળમ નવલકથાકાર અને નવલિકાકાર. મૂળ નામ પી. સી. કુટ્ટીકૃષ્ણ. એમણે સાહિત્યલેખનની શરૂઆત કાવ્યરચનાથી કરેલી. તે નાનપણમાં જાણીતા મલયાળમ કવિ વલ્લાથોલના સંપર્કમાં આવ્યા હતા. એમની પ્રેરણાથી તેમણે લખવાનું શરૂ કરેલું. તેમની કવિતા વલ્લાથોલ જોઈ જતા અને…
વધુ વાંચો >ઉલ્લુર (1877-1949)
ઉલ્લુર (જ. 6 જૂન 1877 ત્રાવણકોર, કેરાલા અ. 15 જૂન 1949 તિરુવનંતપુરમ્) : અર્વાચીન મલયાળમ કવિત્રિપુટીમાંના એક. બીજા બે આસાન અને વલ્લાથોલ. આખું નામ ઉલ્લુર એસ. પરમેશ્વર આયર. સામાન્ય રીતે એમનો પરિચય મલયાળમના વિદ્વાન કવિ તરીકે આપવામાં આવે છે. તેમનામાં સર્જકતા જેટલી જ વિદ્વત્તા હતી. મલયાળમ ઉપરાંત તમિળ, અંગ્રેજી અને…
વધુ વાંચો >ઋતુમૂર્તિ
ઋતુમૂર્તિ : મલયાળમ નાટક. મલયાળમ નાટ્યકાર અને કવિ એમ. પી. ભટ્ટતિરિપાદે (જ. 1908) આ નાટક વીસમી સદીના પાંચમા દાયકામાં રચ્યું હતું. સામાજિક પ્રશ્નો ચર્ચતાં આધુનિક મલયાળમ નાટકોમાં તે અગ્રગણ્ય છે. નિર્દય સામાજિક પરંપરાએ લાદેલા કુરિવાજોની ભીંસમાં પિલાતી નામ્બુદિરિ સ્ત્રીઓની કરુણ દુર્દશાનું તેમાં તાશ ચિત્ર છે. નામ્બુદિરિ કન્યા વયમાં આવતાં ઋતુમતિ-રજસ્વલા…
વધુ વાંચો >