મરાઠી સાહિત્ય
ઇન્દુ કાળે-સરલા ભોળે
ઇન્દુ કાળે, સરલા ભોળે (1935) : વિખ્યાત મરાઠી નવલકથાકાર વામન મલ્હાર જોશીની છેલ્લી નવલકથા. સંસ્કારી મરાઠી વાચકવર્ગની સુરુચિને લક્ષમાં લઈને લેખકે આ નવલકથાને કાવ્યશાસ્ત્ર-વિનોદયુક્ત ઓપ આપ્યો છે. વામન મલ્હારની નવલકથાઓનાં મુખ્ય પાત્રો બુદ્ધિજીવી વર્ગનાં હોય છે. તેમની આ ચર્ચા ઘણુંખરું નવલકથાના અંતરંગનો અભેદ્ય ભાગ બની જાય છે. ‘ઇન્દુ કાળે, સરલા…
વધુ વાંચો >ઉપરા (1980)
ઉપરા (1980) : આત્મકથાત્મક મરાઠી નવલકથા. ‘ઉપરા’નો અર્થ છે આગંતુક. લક્ષ્મણ માનેની આ સાહિત્યકૃતિ કેન્દ્રીય સાહિત્ય અકાદમી દ્વારા 1981માં પુરસ્કૃત થયેલી છે. લેખક મહારાષ્ટ્રની એક ભટકતી જાતિ – કૈકાડી જમાતમાં જન્મેલા અને ઊછરેલા. આ જમાતની પ્રજા વર્ષમાં આઠ માસ સ્થળાંતર કરનારી, સખત મજૂરી કરી ગુજરાન કરનારી. સમાજમાં હલકી ગણાતી તેમની…
વધુ વાંચો >ઉલ્કા (1934)
ઉલ્કા (1934) : વિખ્યાત મરાઠી લેખક વિ. સ. ખાંડેકરે આત્મકથનાત્મક શૈલીમાં લખેલી સામાજિક નવલકથા. તેના કેન્દ્રસ્થાને છે તેની નાયિકા ઉલ્કા. તે પ્રગતિશીલ વિચારસરણી ધરાવતા એક આદર્શવાદી શિક્ષકની બુદ્ધિમાન પુત્રી છે. તે સાહિત્યરસિક, કવિતાની ચાહક અને કંઈક અંશે સ્વપ્નોમાં જીવતી, સાત્વિક મનોવૃત્તિ તથા સ્વતંત્ર વિચાર ધરાવતી યુવતી છે. ઉલ્કાને પ્રેમમાં બે…
વધુ વાંચો >ઉષ:કાલ (1895-1897)
ઉષ:કાલ (1895-1897) : મરાઠી નવલકથાકાર હરિનારાયણ આપ્ટેની પ્રથમ ઐતિહાસિક નવલકથા. તે 1895થી 1897 દરમિયાન ‘કરમણૂક’ સામયિક ધારાવાહિક રૂપે પ્રગટ થયેલી. તેમાં મરાઠાશાહીના ઉદયકાળનું રોમહર્ષક ચિત્ર છે. દસ વર્ષથી સામાજિક વાર્તાઓ અને નવલકથાઓ લખનાર હરિભાઉ 1895માં ઐતિહાસિક નવલકથા તરફ વળે છે. 1890થી ન્યા. મૂ. રાનડે, ન્યા. મૂ. તેલંગ અને ઇતિહાસાચાર્ય રાજવાડે…
વધુ વાંચો >ઊર્ધ્વરેષે પ્રભાકર વામન
ઊર્ધ્વરેષે, પ્રભાકર વામન (જ. 9 જાન્યુઆરી 1918, ઇન્દોર; અ. 10 જુલાઈ 1989, નાગપુર) : પ્રસિદ્ધ મરાઠી લેખક અને અનુવાદક. તેમની આત્મકથાસ્વરૂપ કૃતિ ‘હરવલેલે દિવસ’ માટે તેમને 1989નો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ઇન્દોરમાં. તેમણે આગ્રા યુનિવર્સિટીમાંથી એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. મરાઠીનાં પ્રસિદ્ધ સામયિકોમાં સામાજિક…
વધુ વાંચો >એકનાથ (1532-1599)
એકનાથ ( જ. 1532 પૈઠણ, હાલનું ઔરંગાબાદ; અ. 1599 પૈઠણ) : મહારાષ્ટ્રના સંત, લોકકવિ તથા વારકરિ સંપ્રદાયના આચાર્ય અને આધારસ્તંભ. જન્મ પૈઠણ (હાલ મરાઠાવાડામાં) ખાતે. પિતાનું નામ સૂર્યનારાયણ. માતાનું નામ રુક્મિણીબાઈ. આખું કુટુંબ કૃષ્ણભક્ત, વિઠ્ઠલભક્ત હતું. એકનાથનું બીજું નામ ‘એકા જનાર્દન’, ‘જેમાં ‘એકા’ નામ તેમનું તખલ્લુસ છે. બાળપણમાં જ એકનાથે…
વધુ વાંચો >એલકુંચવાર, મહેશ
એલકુંચવાર, મહેશ (જ. 9 ઑક્ટોબર 1939, પર્વા, જિ. યવતમાલ, મહારાષ્ટ્ર) : મરાઠી નાટ્યકાર. તેમને તેમની કૃતિ ‘યુગાન્ત’ બદલ 2002ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે અંગ્રેજી સાહિત્ય અને પ્રાચીન ભારતીય ઇતિહાસ, સંસ્કૃતિ અને પુરાતત્ત્વશાસ્ત્રમાં નાગપુર યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. મરાઠી ઉપરાંત તેઓ અંગ્રેજી, સંસ્કૃત અને હિંદી…
વધુ વાંચો >કહાણી
કહાણી : ધાર્મિક ભાવના અને માન્યતાઓ પર આધારિત મરાઠી લોકસાહિત્યનો એક પ્રાચીન પ્રકાર. તે મુખ્યત્વે બહેનો દ્વારા વ્રતની ઉજવણીના સમય દરમિયાન ઉપયોગમાં લેવાય છે. વ્રત કરનારી બહેનો જે તે વ્રતનું માહાત્મ્ય તથા તેની ફલશ્રુતિની સમજણ આ કહાણી દ્વારા બીજાને દર્શાવે છે. દરેક વ્રત માટે અલગ અલગ કહાણી હોય છે. શ્રાવણ…
વધુ વાંચો >કાજલમય
કાજલમય (1972) : મરાઠી સર્જક જી. એ. કુલકર્ણીનો નવલિકાસંગ્રહ. કર્તાનો આ સાતમો નવલિકાસંગ્રહ છે. એને માટે લેખકને 1973નો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે. એમાંની વાર્તાઓમાં લેખકે આધુનિક જીવનની અર્થહીનતા, અસંબદ્ધતા તથા વિધાતા દ્વારા થતા માનવના ઉપહાસનું વિવિધ પાત્રોના ચિત્રણ દ્વારા સુપેરે આલેખન કર્યું છે. સંગ્રહની ચૌદ વાર્તાઓમાં જીવનના ખાબડામાં જુદા…
વધુ વાંચો >કાણેકર, અનંત આત્મારામ
કાણેકર, અનંત આત્મારામ (જ. 2 ડિસેમ્બર 1905, મુંબઈ; અ. 4 મે 1980, મુંબઈ) : મરાઠીના કવિ, લઘુનિબંધકાર, નાટ્યકાર અને પત્રકાર. સમગ્ર શિક્ષણ મુંબઈમાં. 1925માં બી.એ. થયા. 1930માં કાયદાની સ્નાતક પદવી પ્રાપ્ત કરી. તે પછી 3થી 4 વર્ષ સુધી મુંબઈની વડી અદાલતમાં વકીલાત કરી. 1941માં મુંબઈની ખાલસા કૉલેજમાં મરાઠીના પ્રાધ્યાપક તરીકે…
વધુ વાંચો >