મનોજ દરુ
પાઠકજી વ્યોમેશચંદ્ર જનાર્દન
પાઠકજી, વ્યોમેશચંદ્ર જનાર્દન (જ. 15 માર્ચ 1895, મુંબઈ; અ. 23 માર્ચ 1935, સૂરત) : ગુજરાતી નાટકકાર, વિવેચક. વતન સૂરત. સૂરતની સાર્વજનિક હાઈસ્કૂલમાંથી મૅટ્રિક થઈ 1917માં વડોદરા કૉલેજમાંથી બી.એ.. પછી મુંબઈ જઈ એલએલ.બી. થઈ 1921માં ઇતિહાસ અને અર્થશાસ્ત્ર લઈ એમ.એ.. 1918માં સાક્ષર મોહનલાલ પાર્વતીશંકર દવે(1883-1974)નાં જ્યેષ્ઠ પુત્રી જયમનગૌરી (1902-1984) સાથે લગ્ન.…
વધુ વાંચો >બૂચ, ગજેન્દ્રરાય ગુલાબરાય
બૂચ, ગજેન્દ્રરાય ગુલાબરાય (જ. 15 સપ્ટેમ્બર 1902, વસાવડ, જિ. રાજકોટ; અ. 17 નવેમ્બર 1927, સૂરત) : ગુજરાતી કવિ. જ્ઞાતિએ વડનગરા નાગર. પિતા જસદણમાં પોલીસ સુપરિન્ટેન્ડન્ટ, તેથી પ્રાથમિક કેળવણી જસદણમાં, માધ્યમિક કેળવણી ગોંડલની સંગ્રામજી હાઈસ્કૂલ તથા ગિરાસિયા કૉલેજમાં. ઉચ્ચ કેળવણી જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાં. 1919માં મૅટ્રિક, 1923માં બી.એ., સંસ્કૃત ઓનર્સ સાથે પ્રથમ…
વધુ વાંચો >બૂચ, નટવરલાલ પ્રભુલાલ
બૂચ, નટવરલાલ પ્રભુલાલ (જ. 19 ઑક્ટોબર 1906, પોરબંદર) : ગુજરાતી કવિ ને હાસ્યકાર. મૂળ વતન ગોંડલ. મૅટ્રિક્યુલેશન (1923). સંસ્કૃત અને અંગ્રેજી સાથે ર્ફ્ગ્યુસન કૉલેજ, પુણેથી બી.એ. (1927); સંસ્કૃત વિષય સાથે એમ.એ. (1929); રાષ્ટ્રભાષા કોવિદ. 1930થી 1939 દરમિયાન દક્ષિણામૂર્તિ વિનયમંદિર અને 1939થી 1948 દરમિયાન ઘરશાળા હાઈસ્કૂલ, ભાવનગરમાં અંગ્રેજીના શિક્ષક; 1948થી 1958…
વધુ વાંચો >બૂચ, હસિત (કાન્ત) હરિરાય
બૂચ, હસિત (કાન્ત) હરિરાય (જ. 26 એપ્રિલ 1921, જૂનાગઢ; અ. 14 મે 1989, વડોદરા) : ગુજરાતી કવિ, વિવેચક, નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર. જ્ઞાતિએ નાગર ગૃહસ્થ. મૅટ્રિક્યુલેશન 1938. ઉચ્ચ શિક્ષણ વડોદરા કૉલેજમાં. 1942માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. અને વડોદરા કૉલેજમાં ફેલો. 1944માં મુખ્ય વિષય ગુજરાતી સાથે એમ.એ. અને કે. હ.…
વધુ વાંચો >બૃહત્ કાવ્યદોહન
બૃહત્ કાવ્યદોહન : મધ્યકાલીન ગુજરાતી પદ્યરચનાઓનો અષ્ટગ્રંથી સંગ્રહ : ગ્રંથ 1 (1886), ગ્રંથ 2 (1887), ગ્રંથ 3 (1888), ગ્રંથ 4 (1890), ગ્રંથ 5 (1895), ગ્રંથ 6 (1901), ગ્રંથ 7 (1911), ગ્રંથ 8 (1913). સંપાદક : ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ (1853–1912). પ્રકાશન : ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ. કુલ 10 ગ્રંથમાં પ્રગટ કરવા ધારેલ…
વધુ વાંચો >ભદ્રંભદ્ર
ભદ્રંભદ્ર (1900) : ગુજરાતી હાસ્યરસિક નવલકથા. રમણભાઈ મહીપતરામ નીલકંઠ (1868–1928) રચિત. ગુજરાતી સાહિત્યની સળંગ હાસ્યરસની આ પ્રથમ નવલકથા છે. આ નવલકથા પ્રથમ 1892થી ‘જ્ઞાનસુધા’ માસિકમાં કકડે કકડે પ્રસિદ્ધ થઈ હતી અને પછીથી પ્રકરણ પાડીને સુધારાવધારા સાથે પુસ્તક રૂપે પ્રગટ થઈ. નવલકથાનું નામકરણ તેના નાયકને અનુલક્ષીને થયું છે. આ નવલકથા ભદ્રંભદ્રના…
વધુ વાંચો >મલયાનિલ
મલયાનિલ (જ. 1892, અમદાવાદ; અ. 24 જૂન 1919) : ગુજરાતી વાર્તાકાર. મૂળ નામ કંચનલાલ વાસુદેવ મહેતા. જન્મ સાઠોદરા નાગર જ્ઞાતિમાં. એમના પિતા અમદાવાદમાં મિલમાં સારા હોદ્દા પર હતા. એમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં. 1908માં મૅટ્રિક. 1912માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ગ્રૅજ્યુએટ. શાળામાં અભ્યાસ દરમિયાન અંગ્રેજી અને સંસ્કૃત સાહિત્યના અભ્યાસનો રસ. તેઓ…
વધુ વાંચો >મહિના
મહિના : મધ્યકાલીન ગુજરાતી પદ્યપ્રકાર. એમાં સંસ્કૃતની ‘ઋતુસંહાર’ જેવાં ઋતુકાવ્યોની પરંપરાનું સાતત્ય જોઈ શકાય. એ ‘બારમાસી’ કે ‘બારમાસ’ તરીકે પણ ઓળખાય છે. એ ઋતુકાવ્યનો એક પ્રકાર છે, જેમાં વિરહિણી નાયિકાના વિપ્રલંભ શૃંગારની કરુણ અવસ્થાનું વર્ણન પ્રત્યેક માસ સાથે સાંકળવામાં આવ્યું હોય છે. નાયિકાની વિરહાવસ્થાનું વર્ણન સામાન્ય રીતે કારતક માસથી શરૂ…
વધુ વાંચો >માણેક, કરસનદાસ નરસિંહ
માણેક, કરસનદાસ નરસિંહ (જ. 28 નવેમ્બર 1901, કરાંચી; અ. 18 જાન્યુઆરી 1978, વડોદરા) (ઉપનામ –‘પદ્મ’, ‘વૈશંપાયન’, ‘વ્યાસ’) : ગુજરાતી કવિ, વાર્તાકાર, નિબંધકાર, ચિંતક. વતન જામનગર જિલ્લાનું હડિયાણા. પ્રાથમિક શિક્ષણ કરાંચીમાં ખાનગી શાળામાં, માધ્યમિક કેળવણી ત્યાંની મિશન સ્કૂલમાં. ઉચ્ચ કેળવણી કરાંચીની ડી. જે. સિંધ કૉલેજમાં શરૂ કરેલી, પણ અસહકારની ચળવળને કારણે…
વધુ વાંચો >રાયચુરા, ગોકુળદાસ દ્વારકાદાસ
રાયચુરા, ગોકુળદાસ દ્વારકાદાસ (જ. 1890, બાલાગામ, તા. કેશોદ, જિ. જૂનાગઢ; અ. 1951) : ગુજરાતી કવિ, નવલકથાકાર, વાર્તાકાર, લોકસાહિત્યના અભ્યાસી અને સંપાદક. જ્ઞાતિએ લુહાણા. વતન ચોરવાડ. એમના પિતાશ્રી વાર્તાકાર હતા. એમનાં માતુશ્રીનો કંઠ મધુર હતો, તે બંનેનો પ્રભાવ એમના પર હતો. પિતાના વાર્તાલેખનનો શોખ એમનામાં પૂરો ઊતર્યો હતો. એમને સાહિત્યવાચનનો પણ…
વધુ વાંચો >