મધુસૂદન પારેખ

દિવેટિયા, ભીમરાવ ભોળાનાથ

દિવેટિયા, ભીમરાવ ભોળાનાથ (જ. 2 ઑક્ટોબર 1851, અમદાવાદ; અ. 13 ઑક્ટોબર 1890, અમદાવાદ) : ગુજરાતી કવિ. જન્મ અમદાવાદમાં. તેમણે 1870માં મૅટ્રિકની પરીક્ષા પસાર કરી. એ પરીક્ષા પછી એમને ક્ષય લાગુ પડ્યો એટલે આગળ ઉચ્ચ અભ્યાસની તેમની મહેચ્છા ફળી નહિ. 1880માં નોકરી અર્થે વડોદરા ગયા. દસેક વર્ષ તેમણે વડોદરામાં વિતાવ્યાં, પણ…

વધુ વાંચો >

દેરાસરી, ડાહ્યાભાઈ પીતાંબરદાસ

દેરાસરી, ડાહ્યાભાઈ પીતાંબરદાસ (જ. 11 ઑક્ટોબર 1857, સૂરત; અ. 14 માર્ચ 1938) : ગુજરાતી કવિ, વિવેચક, કોશકાર. મૂળ વતન કપડવણજ. વિસનગરા નાગર બ્રાહ્મણ. ચોથી વિસનગરા જ્ઞાતિ પરિષદ(બનારસ)ના પ્રમુખ. એમના પ્રપિતામહ અમદાવાદમાં આવી રહેલા એટલે ડાહ્યાભાઈ પી. દેરાસરીનું કાર્યક્ષેત્ર અમદાવાદ બન્યું. 1887માં મૅટ્રિકની પરીક્ષા પસાર કરી તે પુણેની સાયન્સ કૉલેજમાં જોડાયા.…

વધુ વાંચો >

નર્મ-મર્મ (wit and humour)

નર્મ-મર્મ (wit and humour) : અનુક્રમે નર્મયુક્ત વાક્ચાતુર્ય અને સમર્મ હાસ્યરસનો નિર્દેશ કરતાં પદો. હાસ્યની નિષ્પત્તિમાં સામાન્યત: નર્મ અને મર્મનો પ્રયોગ થાય છે. વ્યંગ કે કટાક્ષ કે અવળવાણીનો આશ્રય લઈને નર્મોક્તિ હાસ્ય નિષ્પન્ન કરે છે. મજાક કે મશ્કરીમાં વિશિષ્ટ કાકુથી ઉચ્ચારાતાં વચનો પણ નર્મોક્તિ જ છે. સુદામાને જોઈને મજાક કરતી…

વધુ વાંચો >

પારેખ નગીનદાસ નારણદાસ ‘ગ્રંથકાર’ ‘ગ્રંથકીટ’

પારેખ, નગીનદાસ નારણદાસ, ‘ગ્રંથકાર’, ‘ગ્રંથકીટ’ (જ. 30 ઑગસ્ટ 1903, વલસાડ; અ. 19 જાન્યુઆરી 1993, અમદાવાદ) : ગુજરાતના શ્રેષ્ઠ અનુવાદક, વિદ્વાન વિવેચક તથા સંપાદક. માતા જીવકોરબહેન; પિતા નારણદાસ. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ વલસાડમાં. વિદ્યાર્થી તરીકે તેમની કારકિર્દી તેજસ્વી. કિશોરવયથી જ મનોબળ દૃઢ. શાળામાં અભ્યાસકાળ દરમિયાન ગાંધીજીની સત્યાગ્રહની ચળવળનો નાદ લાગવાથી અભ્યાસ…

વધુ વાંચો >

ફિલ્ડિંગ, હેન્રી

ફિલ્ડિંગ, હેન્રી (જ. 22 એપ્રિલ 1707, શાર્ફામ પાર્ક, સમરસેટ, ઇંગ્લૅન્ડ; અ. 8 ઑક્ટોબર 1754, લિસ્બન) : નવલકથાકાર. શ્રીમંત કુટુંબમાં જન્મ. શિક્ષણ એટન અને લંડનમાં. નવલકથાકાર તરીકેની કારકિર્દીના આરંભ પૂર્વે, 1728થી 1737ના સમયગાળામાં કૉમેડી, બર્લેસ્ક અને કટાક્ષપ્રધાન નાટકો રચ્યાં. કાયદાનો અભ્યાસ કર્યો; 1739–1741માં એક સામયિક, ‘ધ ચૅમ્પિયન’માં સહયોગ સાધ્યો. 1742માં રિચાર્ડસનની…

વધુ વાંચો >

બુદ્ધિપ્રકાશ

બુદ્ધિપ્રકાશ (1854થી ચાલુ) : ગુજરાત વિદ્યાસભા(અગાઉની ગુજરાત વર્નાક્યુલર સોસાયટી)નું ગુજરાતી મુખપત્ર. 1818માં ગુજરાતમાં અંગ્રેજી રાજ્યની સ્થાપના પછી 1846માં ઍલેક્ઝાન્ડર કિન્લોક ફૉર્બ્સ અમદાવાદમાં આસિસ્ટન્ટ જજ તરીકે આવ્યા. ઇતિહાસમાં તેમજ ઇતિહાસને લગતાં તથા અન્ય પ્રકારનાં પુસ્તકોનો સંગ્રહ કરવાનો તેમને ભારે શોખ હતો. ગુજરાતની પ્રજામાં વિદ્યા-કેળવણીનો પ્રસાર થાય, તેમને માટે પુસ્તકો સુલભ બને,…

વધુ વાંચો >

બોરીસાગર, રતિલાલ મોહનલાલ

બોરીસાગર, રતિલાલ મોહનલાલ (જ. 31 ઑગસ્ટ 1938, સાવરકુંડલા, જિ. અમરેલી) : ગુજરાતી હાસ્યલેખક તથા નિબંધકાર. પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણ પણ સાવરકુંડલામાં લીધું. 1956ની સાલમાં તેમણે એસ.એસ.સી.ની પરીક્ષા પસાર કરી, 1963માં બી.એ.ની અને 1967માં એમ.એ.ની પરીક્ષા પસાર કરી. એ પછી તેમણે શિક્ષકનો વ્યવસાય કરવા માટે બી.એડ.ની પરીક્ષા પણ પસાર કરી.…

વધુ વાંચો >

મહેતા, કૌશિકરામ વિઘ્નહરરામ

મહેતા, કૌશિકરામ વિઘ્નહરરામ (જ. 1874, સૂરત; અ. 1951) : જીવનચરિત્રકાર, નિબંધકાર. એમનાં માતા હરદયાગૌરી; પિતા વિઘ્નહરરામ બલરામ. એમનું શિક્ષણ સૂરતમાં. ઈ. સ. 1889માં તેમણે સૂરતની હાઇસ્કૂલમાંથી મૅટ્રિકની પરીક્ષા પસાર કરી અને ઉચ્ચ અભ્યાસ માટે વડોદરા કૉલેજમાં પ્રવેશ લીધો. ત્યાંથી ઈ. સ. 1892માં બી.એ.ની પરીક્ષા તેમણે ભાષા અને સાહિત્યને ઐચ્છિક વિષયો…

વધુ વાંચો >

મહેતા, જિતુભાઈ પ્રભાશંકર (‘ચંડૂલ’)

મહેતા, જિતુભાઈ પ્રભાશંકર (‘ચંડૂલ’) (જ. 19 સપ્ટેમ્બર 1904, ભાવનગર; અ. 2 ઑક્ટોબર 1987) : ગુજરાતી પત્રકાર, નવલકથાકાર અને વાર્તાકાર. પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં. અભ્યાસ મેટ્રિક સુધી. સંજોગવશાત્ માત્ર 17 વર્ષની વયે તેમને ખાંડના કારખાનામાં નોકરી લેવી પડી; ત્યારબાદ નસીબ અજમાવવા તેઓ મુંબઈ પહોંચ્યા. મુંબઈમાં એમનું ચિત્ત પત્રકારત્વની દિશામાં ખેંચાયું…

વધુ વાંચો >

મહેતા, જીવણલાલ અમરશી

મહેતા, જીવણલાલ અમરશી (જ. 1883, ચલાળા, જિ. અમરેલી; અ. 1940) : નિબંધકાર, ચરિત્રકાર, કોશકાર, અનુવાદક અને પ્રકાશક. માતા કસ્તૂરબાઈ, પિતા અમરશી સોમજી. તેઓ સંજોગવશાત્ ઊંચું શિક્ષણ પ્રાપ્ત કરી શક્યા નહોતા. માત્ર છ ધોરણ સુધી પહોંચ્યા પછી એક વર્ષ તેમણે વડોદરાની ટ્રેનિંગ કૉલેજમાં અભ્યાસ કર્યો, પણ સોળ વર્ષની વયે તેમના પિતાનું…

વધુ વાંચો >