મણિલાલ હ. પટેલ

તણખા

તણખા (મંડળ 1–2–3–4) : ચાર ગુજરાતી વાર્તાસંગ્રહો. લેખક ‘ધૂમકેતુ’. તે અનુક્રમે 1926-28-32-35માં પ્રગટ થયેલા, ટૂંકી વાર્તાઓના આ સંગ્રહો ગુજરાતીમાં ટૂંકી વાર્તાને ર્દઢમૂળ તથા લોકપ્રિય સ્વરૂપ બનાવવા માટે જાણીતા રહ્યા છે. તણખા: મંડળ-1 એ 1926માં પ્રગટ થતાંની સાથે ગુજરાતભરમાં ધૂમકેતુને વાર્તાલેખક તરીકે ખ્યાતિ અપાવેલી. વાર્તાકાર ધૂમકેતુમાં અપાર વૈવિધ્ય છે : વિષયનું,…

વધુ વાંચો >

તારતમ્ય

તારતમ્ય : પ્રસિદ્ધ ગુજરાતી વિવેચક અનંતરાય મ. રાવળનો વિવેચનસંગ્રહ. પ્રકાશનવર્ષ 1971. આ સંગ્રહને દિલ્હીની કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1974નો પુરસ્કાર પણ મળ્યો છે. આ સંગ્રહમાં ત્રણ અભ્યાસલેખો, પ્રવેશકો અને અન્ય નાનામોટા લેખો પણ છે. ગુજરાતી સાહિત્ય પરિષદના વિવેચનવિભાગના પ્રમુખપદેથી અપાયેલું વ્યાખ્યાન ‘નિત્યનૂતન સારસ્વત યજ્ઞ’ પણ અહીં ગ્રંથસ્થ કરેલું છે. તેમાં સાહિત્યસ્વરૂપોનો…

વધુ વાંચો >

દહીંવાલા, ગની

દહીંવાલા, ગની (જ. 17 ઑગસ્ટ 1908, સૂરત; અ. 5 માર્ચ 1987, સૂરત) : ગુજરાતી ગઝલકાર. મૂળ નામ અબ્દુલગની અબ્દુલકરીમ દહીંવાલા. પ્રાથમિક શાળાનું ત્રણ ધોરણ સુધીનું શિક્ષણ લીધેલું. 1928ની આસપાસ થોડોક વખત અમદાવાદમાં રહેલા. ત્યારપછી કાયમ માટે સૂરતમાં જઈ વસ્યા. દરજીકામની દુકાન ચલાવતાં ચલાવતાં સારા ગઝલકાર બન્યા. એમણે ‘સ્વરસંગમ’ નામે સંગીતપ્રેમીઓની…

વધુ વાંચો >

દેસાઈ, મણિલાલ ભગવાનજી

દેસાઈ, મણિલાલ ભગવાનજી (જ. 19 જુલાઈ 1939, ગોરગામ, વલસાડ; અ. 4 મે 1966) : ગુજરાતી કવિ. ઉચ્ચ શિક્ષણ મુંબઈમાં લીધેલું. ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે બી.એ. તથા એમ.એ. થયેલા. ઘાટકોપર(મુંબઈ)ની ઝુનઝુનવાલા કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક નિમાયા હતા. 196૦ની આસપાસથી એમનું કાવ્યલેખન આરંભાયેલું, કવિતામાં પોતાની આગવી મુદ્રા ઉપસાવી શકે એવું સર્જન થવાની…

વધુ વાંચો >

પટેલ, ધીરુબહેન ગોરધનભાઈ

પટેલ, ધીરુબહેન ગોરધનભાઈ (જ. 29 મે 1926, વડોદરા ; અ. 10 માર્ચ 2023 અમદાવાદ) : ગુજરાતી સાહિત્યમાં નવલકથા, ટૂંકી વાર્તા, નાટક, અનુવાદ, બાળસાહિત્ય વગેરે ક્ષેત્રે નોંધપાત્ર અર્પણ કરનાર અગ્રણી લેખિકા. માતાનું નામ ગંગાબહેન. વતન ધર્મજ, પણ ઉછેર મુંબઈમાં. માતા ગંગાબહેન માત્ર દોઢ ચોપડીનું શિક્ષણ પામેલાં અને ત્રણ વર્ષની વયે તો…

વધુ વાંચો >

પટેલ, પ્રમોદકુમાર

પટેલ, પ્રમોદકુમાર (જ. 20 સપ્ટેમ્બર 1933, અબ્રામા; અ. 24 મે 1996, વડોદરા) : વિવેચક. આજીવન અભ્યાસી, વિદ્વાન અને કર્મઠ અધ્યાપક તરીકે પંકાયેલા ડૉ. પ્રમોદકુમાર પટેલ નવસારી પાસેના (ખારા) અબ્રામા ગામના વતની હતા. ઉચ્ચ શિક્ષણ મુંબઈમાં મેળવ્યું ને ત્યાંથી જ અધ્યાપનક્ષેત્રે કાર્ય શરૂ કરેલું. પછી તરતનાં વર્ષોમાં બારડોલી કૉલેજમાં જોડાયા હતા.…

વધુ વાંચો >

પટેલ, રાવજી છોટાલાલ

પટેલ, રાવજી છોટાલાલ (જ. 15 નવેમ્બર 1939, ભાટપુરા, જિ. ખેડા; અ. 8 ઑગસ્ટ 1968, અમદાવાદ) : આધુનિક ગુજરાતી કવિ અને વાર્તાકાર. પ્રારંભિક શિક્ષણ વતનમાં ને ડાકોરની સંસ્થાન સ્કૂલમાં. એસ.એસ.સી. અમદાવાદમાં. કૉલેજના બીજા વર્ષથી આર્થિક સંકડામણો અને બીમારીને લીધે અભ્યાસ છોડી દેવો પડેલો. મિલ, પુસ્તકાલય, ‘સંદેશ’ અને ‘ગુજરાત સમાચાર’ વગેરેનાં કાર્યાલયોમાં…

વધુ વાંચો >

રંગદર્શિતાવાદ અને રૂપદર્શિતાવાદ

રંગદર્શિતાવાદ અને રૂપદર્શિતાવાદ : કલા-સાહિત્યમાં પ્રચલિત બે સિદ્ધાંતો કે વાદો. રંગદર્શિતા ‘રોમૅન્ટિસિઝમ’નો તો રૂપદર્શિતા ‘ક્લાસિસિઝમ’નો પર્યાય છે. ‘રોમૅન્ટિસિઝમ’ તથા ‘ક્લાસિસિઝમ’ સંજ્ઞાઓ સામસામે તોળાતી સંજ્ઞાઓ છે અને ગુજરાતીમાં તેમના અનેક પર્યાયો છે : કવિ કાન્ત ‘રોમૅન્ટિક’ માટે ‘મસ્ત’ અને ‘ક્લાસિકલ’ માટે ‘સ્વસ્થ’ પર્યાય આપે છે. ખબરદાર અને વિજયરાય વૈદ્ય એ રીતે…

વધુ વાંચો >

શુક્લ, રાજેન્દ્ર અનંતરાય

શુક્લ, રાજેન્દ્ર અનંતરાય (જ. 12 ઑક્ટોબર 1942, બાંટવા, જિ. જૂનાગઢ) : પ્રશિષ્ટ પરંપરાના આધુનિક કવિ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વતન બાંટવામાં. ઉચ્ચ શિક્ષણ અમદાવાદમાં. સંસ્કૃત અને પ્રાકૃત વિષયો સાથે 1965માં બી.એ., 1967માં એમ.એ.. વિવિધ કૉલેજોમાં કેટલોક સમય સંસ્કૃતના અધ્યાપક રહ્યા. દાહોદ કૉલેજમાંથી 1982માં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી અને કાવ્યસર્જન તથા પઠન…

વધુ વાંચો >

સોરઠ તારાં વહેતાં પાણી

સોરઠ, તારાં વહેતાં પાણી (1937) : ઝવેરચંદ મેઘાણીકૃત કીર્તિદા અને લોકપ્રિય નવલકથા. ગુજરાતીની વાતાવરણપ્રધાન પ્રાદેશિક કૃતિઓમાં તે ઘણી ધ્યાનપાત્ર રહી છે. હેતુલક્ષી ઘટનાઓને ક્રમશ: આલેખતી આ નવલકથા સોરઠના જાનપદી જીવનને ઊંડળમાં લે છે. આ નવલકથામાં મહત્વનાં પાત્રો તો અનેક છે પણ તેમાં નાયક-નાયિકા કોઈ નથી. કહેવું હોય તો કહી શકાય…

વધુ વાંચો >