મંદાકિની અરવિંદ શેવડે
બડે રામદાસ
બડે રામદાસ (જ. 31 જાન્યુઆરી 1876, વારાણસી; અ. 31 જાન્યુઆરી 1960) : ઉત્તર હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના વિખ્યાત ગાયક. કાશીનગરીના સન્માનિત સંગીતજ્ઞોમાં તેમનું સ્થાન મહત્વનું ગણાય છે. તેમના પિતાનું નામ શિવનંદન તથા માતાનું નામ ભગવંતીદેવી. ભાસ્કરાનંદ સ્વામીના શુભાશીર્વાદથી આ પ્રતિભાવાન પુત્રનો જન્મ થયો એવી લોકવાયકા છે. તેમને સંગીતના પાઠ બાલ્યકાલમાં પિતા…
વધુ વાંચો >બડોંદેકર, હીરાબાઈ
બડોંદેકર, હીરાબાઈ (જ. 29 મે 1905, મીરજ; અ. 20 નવેમ્બર 1989) : ઉત્તર હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતશૈલીનાં કિરાના ઘરાનાનાં પ્રખ્યાત ગાયિકા. તેમનાં માતા તારાબાઈ પોતે એક સારાં ગાયિકા હતાં અને તેમના પરિવારમાં ત્રણ પેઢીઓથી સંગીતપરંપરાનો વારસો હતો. બાલ્યાવસ્થાથી જ સંગીત તરફ આકર્ષાઈને ત્રણ વર્ષની નાની ઉંમરથી જ પોતાના ભાઈ સુરેશબાબુ માને…
વધુ વાંચો >ભાતખંડે, વિષ્ણુ નારાયણ
ભાતખંડે, વિષ્ણુ નારાયણ (જ. 10 ઑગસ્ટ 1860, મુંબઈ; અ. 19 સપ્ટેમ્બર 1936, મુંબઈ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત-શૈલીના વિખ્યાત શાસ્ત્રકાર અને પ્રવર્તક. તેમનો જન્મ એક મહારાષ્ટ્રીય કુટુંબમાં કૃષ્ણજન્માષ્ટમીને દિવસે થયો હતો. નાનપણથી જ તેમને સંગીતમાં રુચિ પેદા થઈ હતી, કારણ કે તેમનાં માતા-પિતાને શાસ્ત્રીય સંગીતમાં રસ હતો. 10–12 વર્ષના હતા…
વધુ વાંચો >સુગમ સંગીત
સુગમ સંગીત : ગેય કાવ્યરચનાને તેના અર્થને અનુરૂપ સ્વરરચનામાં ગાન સાથે સાથે રજૂ કરતો સંગીતનો એક પ્રકાર. જે હળવા સંગીતના નામે પણ ઓળખાય છે. હળવા સંગીતના આ પ્રકારને ભારતના પ્રખર સંગીતજ્ઞ ઠાકુર જયદેવસિંહે ‘સુગમ સંગીત’ નામ આપ્યું અને ત્યારથી એ નામ ચલણમાં આવ્યું છે. ઠાકુર જયદેવસિંહના મતે જે સંગીત, શુદ્ધ…
વધુ વાંચો >