ભ. પ. કૂકડિયા

નાવ-દુરસ્તી (ship repairs)

નાવ-દુરસ્તી (ship repairs) : બધા પ્રકારની નૌકાઓની જાળવણી તથા સમયાંતરે દુરસ્તી કરવાનું કાર્ય. નૌકાઓનો બહારની બાજુનો ઘણો ભાગ સતત પાણીમાં રહે છે. લોખંડની નૌકાઓને પાણીમાં ક્ષારણ (corrosion) થતાં કાટ લાગે. એથી લોખંડની પ્લેટોની જાડાઈ ઘટે અને નૌકા નબળી પડે. ઘણા પ્રકારના સૂક્ષ્મ સામુદ્રિક જીવો (marine organisms) લોખંડની પ્લેટો પર સખત…

વધુ વાંચો >

નાવભંજન (ship breaking)

નાવભંજન (ship breaking) : ઉપયોગ માટે તદ્દન નકામી અથવા આર્થિક રીતે ન પોસાય તેવી નૌકાઓ/જહાજોને વ્યવસ્થિત રીતે ભાંગવાનું કાર્ય. આ પ્રવૃત્તિનો મુખ્ય ઉદ્દેશ આવી નૌકાઓ/જહાજોના ફરી ઉપયોગમાં લઈ શકાય તેટલા ભાગોની પુન:પ્રાપ્તિ કરવાનો અને બાકીના ભંગારનો અન્ય હેતુઓ માટે ઉપયોગ કરવાનો હોય છે. બીજા વિશ્વયુદ્ધ (1939–45) પછીના ગાળામાં આ પ્રવૃત્તિ…

વધુ વાંચો >

નિર્યામ ગણતરી (dead reckoning)

નિર્યામ ગણતરી (dead reckoning) : નૌકાની સફર દરમિયાન, નૌનયન નકશા પર, અફાટ સમુદ્ર પર નૌકાનું અંદાજિત સ્થાન નક્કી કરવાની રીત. આવું અંદાજિત સ્થાન, અગાઉ ચોકસાઈપૂર્વક નિશ્ચિત કરાયેલ સ્થાનના સંદર્ભમાં હોય છે. નૌનયન દરમિયાન સમયાંતરે, સમુદ્ર પર નૌકાનું સ્થાન, અવકાશના ચોક્કસ ગ્રહો કે તારાઓના નિરીક્ષણ તથા આનુષંગિક ગણતરીઓ દ્વારા ચોકસાઈપૂર્વક નિશ્ચિત…

વધુ વાંચો >

નીરમ (Ballast)

નીરમ (Ballast) : માલવાહક નૌકામાં વ્યાપારી માલ ઉપલબ્ધ ન હોય ત્યારે, સમુદ્રમાં પ્રવાસ કરતી વખતે વહાણને સ્થિર રાખવા માટે ભરવામાં આવતો માલ. સમુદ્રમાં સફર કરતી નૌકા પર સમુદ્રનાં મોજાંનું તથા પવનનું જોર લાગે છે. આની અસરથી ગતિમાન નૌકા હાલક-ડોલક થાય છે. જ્યારે નૌકા ખાલી હોય કે એમાં ઘણું ઓછું વજન…

વધુ વાંચો >

નૌકામથક (Naval yard)

નૌકામથક (Naval yard) : નૌકાસૈન્યના ઉપયોગ માટે બનાવાયેલ જરૂરી સવલતોથી સજ્જ બારું. નૌકામથક માટે આવશ્યક એવી પ્રાથમિક સવલતો અગત્યનાં વ્યાપારી બારાંઓમાં (commercial harbours) પણ સામાન્યત: ઉપલબ્ધ હોય છે. એથી ઘણી વખત નૌકામથક દેશનાં અગત્યનાં વ્યાપારી બંદરો સાથે સંલગ્ન હોય છે. ભારતમાં મુંબઈ તથા ગોવા બંદરે મુખ્ય નૌકામથકો પણ છે. ઓખા…

વધુ વાંચો >

નૌકાશ્રય (Harbour of refuge)

નૌકાશ્રય (Harbour of refuge) : નૌકાઓને સુરક્ષા અને સગવડ આપતું દરિયાકિનારા પરનું આશ્રયસ્થાન. નૌકાશ્રય (બારું) એટલે સમુદ્રના કિનારા પર એવું સ્થળ કે જ્યાં નૌકાઓને સુરક્ષિત સગવડવાળો આશ્રય મળે. એ સમુદ્રના કાંઠા પર હોય (roadstead), ખાડી કે સમુદ્રને મળતી નદીના મુખમાં હોય અથવા કુદરતી કે કૃત્રિમ basinના પ્રકારનું હોય. ઉપયોગની દૃષ્ટિએ…

વધુ વાંચો >

નૌનયન (navigation)

નૌનયન (navigation) : નૌકાઓને સમુદ્રમાર્ગે એક સ્થળથી બીજા સ્થળે સલામતીપૂર્વક લઈ જવાની ક્રિયા/વિદ્યા. પૃથ્વીની સપાટીનો 75 % જેટલો વિસ્તાર મહાસાગરો તથા વિશાળ સરોવરોના પાણીથી ઢંકાયેલો છે. આ જળ-વિસ્તાર ભૂ-ખંડોને એકબીજાથી અલગ કરે છે. આથી ઘણા પ્રાચીન કાળથી, વિશાળ જળવિસ્તારો દ્વારા, પરસ્પરથી અલગ થયેલા પ્રદેશો વચ્ચે માલસામાન તથા ઉતારુઓની હેરફેર માટે…

વધુ વાંચો >

નૌનયન-નકશા (navigation charts)

નૌનયન-નકશા (navigation charts) : સમુદ્રની સપાટીની નીચેનું ભૂતળ દર્શાવતો નકશો જે નૌચાલકને સમુદ્રના તળ વિશે જરૂરી માહિતી આપે. માણસ દ્વારા નૌનયનની શરૂઆત થઈ એ કાળથી જ, સમદ્રમાં જુદાં જુદાં સ્થળે પાણીની ઊંડાઈ જાણવાનું ઘણું અગત્યનું થયું; કારણ કે સમુદ્રની સપાટી નીચે રહેલા ખડકો, છીછરાં સ્થાનો વગેરેની પૂરી જાણકારીથી જ માર્ગમાં…

વધુ વાંચો >

બોયું

બોયું (buoy) : પાણીમાં તરતું અને લંગર સાથે બંધાયેલું તથા નિશ્ચિત આકાર અને કદ ધરાવતું, નૌનયનની સલામતી માટે મૂકવામાં આવતું સાધન. બોયું સામાન્યત: પોલાદ, પ્લાસ્ટિક અથવા ફાઇબર રીઇન્ફૉર્સ્ડ પ્લાસ્ટિક(FRP)નું બનાવાય છે. બોયાના ત્રણ ભાગ હોય છે : (1) પાણી પર તરતો તથા નૌકાઓ દ્વારા દૂરથી દેખાતો ભાગ; (2) તરતા બોયાને…

વધુ વાંચો >

ભરતી-ઓટ

ભરતી-ઓટ :  ચંદ્ર-સૂર્યના ગુરુત્વાકર્ષણથી સમુદ્ર-સપાટીમાં થતી નિયમિત ચઢઊતરની ઘટના. આ ઘટનામાં સમુદ્રના પાણીનો જુવાળ કિનારા તરફ અમુક ચોક્કસ સમયને અંતરે નિયમિત રીતે ધસી આવે છે, ત્યારે જળસપાટી ઊંચી થાય છે; ત્યારબાદ સમુદ્રનાં પાણી જ્યારે સમુદ્ર તરફ પાછાં વળે છે ત્યારે જળસપાટી નીચી જાય છે. સરેરાશ સમુદ્રસપાટીથી પાણીની ઊંચાઈ વધે તેને…

વધુ વાંચો >