ભૌતિકશાસ્ત્ર
વ્યતિકરણ-આકૃતિઓ (interference figures)
વ્યતિકરણ–આકૃતિઓ (interference figures) : એકાક્ષી અને દ્વિઅક્ષી વિષમદૈશિક ખનિજોની પ્રકાશીય લાક્ષણિકતા દર્શાવતી આકૃતિઓ. સામાન્ય રીતે પોલરાઇઝિંગ માઇક્રોસ્કોપમાં ધ્રુવક (પોલરાઇઝર) અને વિશ્લેષક (ઍનાલાઇઝર) બંનેનો ઉપયોગ કરીને ખનિજછેદોના પ્રકાશીય ગુણધર્મોનો અભ્યાસ કરવામાં આવે છે; પરંતુ આ પ્રકારનો મર્યાદિત અભ્યાસ ખનિજછેદોની પૂર્ણ પરખ અને સમજ/અર્થઘટન માટે પર્યાપ્ત ન ગણાય. આ માટે સમાંતર ધ્રુવીભૂત…
વધુ વાંચો >વ્યતિકરણ-રંગો (Interference Colours)
વ્યતિકરણ–રંગો (Interference Colours) : માઇક્રોસ્કોપ હેઠળ ધ્રુવીભૂત પ્રકાશમાં ખનિજછેદો કે ખડકછેદમાં દેખાતા રંગો. દ્વિવક્રીભવનનો ગુણધર્મ ધરાવતા ખનિજછેદોનું સૂક્ષ્મદર્શક હેઠળ ધ્રુવીભૂત પ્રકાશમાં જ્યારે પરીક્ષણ કરવામાં આવે છે ત્યારે તે રંગસ્વરૂપી વ્યતિકરણ અસરો બતાવે છે. બધાં જ વિષમદિગ્ધર્મી (anisotropic) ખનિજો દ્વિવક્રીભવનનો ગુણધર્મ દર્શાવે છે. અબરખ (મસ્કોવાઇટ, બાયૉટાઇટ), હૉર્નબ્લૅન્ડ, ઑગાઇટ, ઑલિવિન વગેરે આ…
વધુ વાંચો >વ્યારોધ (baffle)
વ્યારોધ (baffle) : પ્રવાહને અવરોધતું તંત્ર. ઘણાં વૈજ્ઞાનિક ઉપકરણોમાં આ પ્રકારની રચના આવશ્યક બને છે. ઉદાહરણ તરીકે, ઉચ્ચ શૂન્યાવકાશ ઉત્પન્ન કરતાં વિસરણ પંપ (diffusion pump) તરીકે ઓળખાતા પંપમાં આ પ્રકારની રચના દ્વારા પંપ દ્વારા ઉત્સર્જિત વાયુ(સામાન્ય રીતે પંપમાં વપરાતા તેલી પદાર્થના ઉત્કલન દ્વારા ઉદ્ભવેલ)ને શૂન્યાવકાશનું જેમાં નિર્માણ થતું હોય તે…
વધુ વાંચો >વ્લેક જૉન હાસબ્રાઉક ફૉન
વ્લેક જૉન હાસબ્રાઉક ફૉન (જ. 13 માર્ચ 1899 મિડલટાઉન, ક્ધોક્ટિકટ; અ. 27 ઑક્ટોબર 1980, કેમ્બ્રિજ, મૅસેચૂસેટ્સ) : ચુંબકીય અને અવ્યવસ્થિત (disordered) પ્રણાલીઓની ઇલેક્ટ્રૉનિક સંરચના માટે મૂળભૂત સૈદ્ધાંતિક સંશોધન બદલ 1977ના વર્ષનું ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક પ્રાપ્તકર્તા ભૌતિકવિજ્ઞાની. લેસરના વિકાસમાં વ્લેકના આ સિદ્ધાંતે મહત્વની ભૂમિકા ભજવી છે. તેમને પિતા તથા દાદા તરફથી…
વધુ વાંચો >શક્તિ-પરિવર્તકો (power-convertors)
શક્તિ–પરિવર્તકો (power-convertors) : વીજપ્રવાહના દબાણના તરંગોમાં ફેરફાર કરવા વપરાતાં ઇલેક્ટ્રૉનિક સાધનો. 1957માં સિલિકોન-કંટ્રોલ્ડ રેક્ટિફાયર(SCR)ની શોધ અને ત્યારબાદ તેમાં થયેલ વિકાસે – ખાસ કરીને થાઇરિસ્ટરોએ ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગમાં એક નવી જ શાખા ઊભી કરી, જેને પાવર-ઇલેક્ટ્રૉનિક્સ કહેવાય છે. પાવર-ઇલેક્ટ્રૉનિક્સમાં શક્તિ(પાવર)-પરિવર્તકો (power-convertors) મુખ્ય સાધનો છે. આ પરિવર્તકોનો વ્યાપ વિશાળ છે મિલી-વૉટની રમકડાની મોટરથી…
વધુ વાંચો >શુલ, કિલફર્ડ ગ્લેનવૂડ
શુલ, કિલફર્ડ ગ્લેનવૂડ (જ. 23 સપ્ટેમ્બર 1915, પિટ્સબર્ગ, પી.એ., યુ.એસ.; અ. 31 માર્ચ 2001, મીડફૉર્ડ, મૅસેચૂસેટ્સ, યુ.એસ.) : અમેરિકાના ભૌતિકવિજ્ઞાની અને 1994ના ભૌતિકશાસ્ત્રના નોબેલ પારિતોષિકના સહવિજેતા. તેમણે ન્યૂટ્રૉન પ્રકીર્ણન તકનીક, તેમાં પણ ખાસ કરીને ન્યૂટ્રૉન-વિવર્તન (diffraction) વિકસાવેલ. તેમના સહવિજેતા કૅનેડાના ભૌતિકવિજ્ઞાની બેર્ટ્રામ એન. બ્રોકહાઉસ હતા. તેમણે અલગ રીતે, પરંતુ એક…
વધુ વાંચો >શુષ્ક બરફ (dry ice)
શુષ્ક બરફ (dry ice) : ઘન પ્રાવસ્થા (phase) રૂપે અસ્તિત્વ ધરાવતો કાર્બન ડાયૉક્સાઇડ (CO2). તેને શુષ્ક બરફ નામ એટલા માટે આપવામાં આવ્યું છે કે ઘનનું ઊર્ધ્વીકરણ (sublimation) થઈ તે સીધો બાષ્પમાં ફેરવાતો હોઈ તે ભીનો (wet) લાગતો નથી. તે અવિષાળુ (nontoxic) અને અસંક્ષારક (noncorrosive) હોય છે અને ઘનમાંથી સીધો બાષ્પમાં…
વધુ વાંચો >શૂન્ય બિંદુ ઊર્જા (zero point energy)
શૂન્ય બિંદુ ઊર્જા (zero point energy) : નિરપેક્ષ શૂન્ય (0 k) તાપમાને પદાર્થમાં રહી જતી ઊર્જા. બધી પ્રતિરોધિત (confined) પ્રણાલીઓ તેમના ન્યૂનતમ (lowest) ઊર્જાસ્તર(energy level)માં ધનાત્મક (positive) શૂન્ય બિંદુ ઊર્જા ધરાવે છે. પ્રશિષ્ટ ભૌતિકી (classical physics) કણો માટે પ્રત્યેક ક્ષણે નિર્દિષ્ટ સ્થાનો (locations) અને વેગમાન(momenta)વાળા ચોક્કસ પ્રક્ષેપપથ (trajectory) સૂચવે છે…
વધુ વાંચો >શૈથિલ્ય (hysteresis)
શૈથિલ્ય (hysteresis) : વ્યાપક રીતે કારણ (ક્રિયાવિધિ) અને તેનાથી ઉદ્ભવતી અસર વચ્ચે પડતો દેખીતો વિલંબ (પદૃશ્યનlag). શૈથિલ્યની ઘટના વિવિધ શાખાઓમાં જોવા મળે છે; જેમ કે, (1) સ્થિતિસ્થાપક (elastic) શૈથિલ્ય, (2) ચુંબકીય (magnetic) શૈથિલ્ય અને (3) પરાવૈદ્યુત (dielectric) શૈથિલ્ય. (1) સ્થિતિસ્થાપક શૈથિલ્ય : અહીં બાહ્ય બળ દૂર કર્યા પછી વિરૂપણ (deformation)…
વધુ વાંચો >