ભૌતિકશાસ્ત્ર

વાન દર વાલ્સ, યોહાનેસ ડિડેરિક

વાન દર વાલ્સ, યોહાનેસ ડિડેરિક [જ. 23 નવેમ્બર 1837, લેડન (Leiden), હોલૅન્ડ; અ. 8 માર્ચ 1923, ઍમ્સ્ટરડૅમ] : વાયુઓ અને પ્રવાહીઓ માટે અવસ્થા-સમીકરણ ઉપર કરેલ કાર્ય બદલ 1910ની સાલનો ભૌતિકવિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર મેળવનાર ડચ વિજ્ઞાની. વાન દર વાલ્સનો પરિવાર અત્યંત ગરીબ હતો; તેથી જાતે જ ઘરે અભ્યાસ કરવો પડ્યો હતો.…

વધુ વાંચો >

વાયુ (gas)

વાયુ (gas) : દ્રવ્ય કે પદાર્થની અવસ્થાઓ (phases) ઘન, પ્રવાહી, વાયુ પૈકીની ત્રીજી અવસ્થા. પ્રાચીન વેદ-પુરાણોમાં સ્થૂળ જગતના જે પાંચ મૂળ તત્ત્વો ગણવામાં આવે છે, તે છે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ. વાયુસ્વરૂપની આ સૌપ્રથમ સંકલ્પના ગણાય. કોઈ પદાર્થ સામાન્યપણે વાયુ ન હોય પણ તેને જરૂરી ગરમી આપતાં તે…

વધુ વાંચો >

વાયુ-અચળાંક (gas constant)

વાયુ-અચળાંક (gas constant) : આદર્શ વાયુ-સમીકરણમાંનો અનુપાતી અચળાંક (proportionality constant). સંજ્ઞા R. તેને સાર્વત્રિક (universal) મોલર વાયુ-અચળાંક પણ કહે છે. તે એક અન્ય મૂળભૂત અચળાંક, બૉલ્ટ્ઝમૅન અચળાંક (k અથવા kB) સાથે નીચેના સમીકરણ મુજબ સંકળાયેલો છે : R = kL [L = એવોગેડ્રો અચળાંક (સંખ્યા)]     (1) ગેલિલિયો સાથે ફ્લૉરેન્સમાં અભ્યાસ…

વધુ વાંચો >

વાયુ-અવસ્થા

વાયુ-અવસ્થા : પદાર્થની ત્રણ મૂળભૂત ભૌતિક અવસ્થાઓ પૈકીની એક. અન્ય બે છે : ઘન અને પ્રવાહી. આ ત્રણેય સ્વરૂપો જે રીતે તેઓ જગા(space)ને રોકે છે અને પોતાનો આકાર બદલે છે તે દૃષ્ટિએ અલગ પડે છે; દા. ત., પથ્થરનો એક ટુકડો અવકાશનો ચોક્કસ ભાગ રોકે છે અને સ્થાયી (fixed) આકાર ધરાવે…

વધુ વાંચો >

વાયુઓનું શોષણ (Absorption of gases)

વાયુઓનું શોષણ (Absorption of gases) : રાસાયણિક ઇજનેરીમાં વાયુમિશ્રણમાંથી એક અથવા વધુ ઘટકોને અલગ પાડવાની પરોક્ષ (indirect) વાયુ-પ્રવાહી-સ્થાનાંતરણ (masstransfer) વિધિ. રાસાયણિક ઇજનેરીમાં આ એક મુખ્ય પ્રચાલન (operation) છે, જે મહદ્ અંશે વિસરણ(diffusion)ના દર દ્વારા નિયંત્રિત આંતરપ્રાવસ્થા (interphase) દ્રવ્યમાન-સ્થાનાંતરણ ઉપર આધારિત છે. મિશ્રણને તેના ઘટકોમાં અલગ પાડવા માટેના ભૌતિક પ્રક્રમ(physical process)માં…

વધુ વાંચો >

વાયુદીપ્તિ (airglow)

વાયુદીપ્તિ (airglow) : પૃથ્વીના પોતાના વાતાવરણ દ્વારા ઉત્પન્ન થઈ ઉત્સર્જિત થતો, ઉષ્મીય વિકિરણ, ધ્રુવીય જ્યોતિ (aurora), વીજળીના ઝબકારા (lightning), અને ઉલ્કા-હારમાળા સિવાયનો પ્રકાશ અથવા તેનું ઝાંખું પ્રસ્ફુરણ. વાયુદીપ્તિનો વર્ણપટ 100 ને.મી.થી 22.5 માઇક્રોમીટરની પરાસ(range)માં હોય છે. આમાંનો એક મુખ્ય ઘટક એ 558 ને.મીટરે જોવા મળતી ઑક્સિજનની ઉત્સર્જન-રેખા છે. વાયુદીપ્તિ એ…

વધુ વાંચો >

વાયુના નિયમો

વાયુના નિયમો : વાયુના જથ્થા ઉપર દબાણ, કદ અને તાપમાનથી થતી અસરોને લગતા નિયમો. માત્ર આદર્શવાયુ વાયુના આ નિયમો પાળે છે. આદર્શવાયુઓ હકીકતે કાલ્પનિક છે. તે અસ્તિત્વ ધરાવતા નથી; આથી વાસ્તવિક વાયુઓને લાગુ પડે તે માટે ઉપરના નિયમોમાં ફેરફાર કરવામાં આવે છે. જો      R = વૈશ્ર્વિક વાયુ અચળાંક – J/(K…

વધુ વાંચો >

વાયુબ્રેક

વાયુબ્રેક : હવાના દબાણના તફાવત દ્વારા સક્રિય બનતી બ્રેક. વાયુબ્રેક (Air Brake) અથવા વધુ સ્પષ્ટ રીતે વર્ણવીએ તો દબાયેલી વાયુબ્રેક (compressed air brake) ભારે માલવાહક વાહનોની ગતિ ધીમી પાડવા અથવા તેને અટકાવવામાં વપરાય છે. આ પ્રકારની વાયુબ્રેકનો ઉપયોગ બસ, ટ્રક, ટ્રેઇલર અને રેલગાડીમાં થાય છે. અને 1872માં જ્યોર્જ વૉશિંગ્ટને સૌપ્રથમ…

વધુ વાંચો >

વાયુભારિત ડાયોડ

વાયુભારિત ડાયોડ : નીચા દબાણે નિષ્ક્રિય વાયુ ભરેલો તાપાયનિક (thermionic) કૅથોડવાળો ડાયોડ. કેટલીક વખત આવા ડાયોડમાં પારદ-બાષ્પ (mercury vapour) પણ ભરવામાં આવે છે. પારદ-બાષ્પની બાબતે, નિર્વાત કરેલી કાચની નળીમાં પારાના એકાદ-બે ટીપાં દાખલ કરવામાં આવે છે. તે પછી, નળીથી અંદરનું દબાણ પારદ-બાષ્પના ઠારણ (સંઘનન) તાપમાનનું વિધેય બને છે. અત્રે, દબાણ…

વધુ વાંચો >

વાયુ-વિવર (wind tunnels)

વાયુ-વિવર (wind tunnels) : વાયુ-વિવર એક ચેમ્બર હોય છે, જેમાં હવાને જબ્બર બળથી ધકેલવામાં આવે છે અને વાયુગતિશાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવે છે. આ અભ્યાસ-વિમાન ચાલન માટે હોય છે. વિમાન-ઉડ્ડયનમાં સુધારા-વધારા કરવા માટે આ અભ્યાસ કરાય છે. બળ આપીને વિમાન ઉડાડવા માટે રાઇટભાઈઓએ સૌપ્રથમ વાયુ-વિવર બનાવ્યું હતું અને તેથી સર્વપ્રથમ રાઇટભાઈઓ…

વધુ વાંચો >