ભૂસ્તરશાસ્ત્ર
સ્ટ્રોમેટોલાઇટ
સ્ટ્રોમેટોલાઇટ : એક પ્રકારની સંરચના. ચૂનાયુક્ત–લીલમય ઉત્પત્તિના માનવામાં આવતા કૅલ્શિયમ કાર્બોનેટ અને કૅલ્શિયમ–મૅગ્નેશિયમ કાર્બોનેટના ગોળાકાર, અર્ધગોળાકાર, પડવાળા જથ્થાઓની બનેલી ચૂનાયુક્ત ખડકોમાં જોવા મળતી સંરચના. આ સંરચનાઓ અનિયમિત સ્તંભાકાર અને અર્ધગોલકીય આકારની હોય છે, તેમજ પરિમાણમાં તે 1 મિમી.થી ઘણા મીટરની જાડાઈવાળી હોઈ શકે છે. તે નાનકડા બટનથી માંડીને બિસ્કિટ જેવડી…
વધુ વાંચો >સ્તર (stratum bed)
સ્તર (stratum, bed) : સ્તરબદ્ધ શ્રેણીનો નાનામાં નાનો એકમ. ખનિજ કે ધાતુખનિજ જથ્થાનો કે કોલસાનો પટ. સપાટીખાણમાંનો કોઈ પણ વિવૃત ભાગ. સ્તર અને પ્રસ્તર બંને સમાનાર્થી પર્યાયો છે. સ્તરને પોતાનું આગવું ખડકબંધારણ હોય છે. આ એવો એકમ છે, જે ઉપર-નીચેના સ્તરોની સ્પષ્ટ તલસપાટીઓ(bedding planes)થી અલગ પડતો હોય. આ શબ્દ સામાન્ય…
વધુ વાંચો >સ્તરનિર્દેશન (strike)
સ્તરનિર્દેશન (strike) : સ્તરોનું દિશાનિર્દેશન. સ્તરની તલસપાટી પર દોરાતી ક્ષિતિજ-સમાંતર રેખાની દિશા. નમન દર્શાવતી સ્તરસપાટી(કે સાંધાસપાટી કે સ્તરભંગ સપાટી)માં ક્ષિતિજ-સમાંતર રેખાકીય દિશાને સ્તરનિર્દેશન કહેવાય. રચનાત્મક દૃષ્ટિએ, નમેલા સ્તરનો ક્ષિતિજ-સમાંતરતા સાથેનો આડછેદ તે સ્તર માટેનું સ્તરનિર્દેશન થયું ગણાય. આમ સ્તરનિર્દેશન એ દિશાકીય લક્ષણ બને છે, જે દિશાકોણ દ્વારા દર્શાવી શકાય છે.…
વધુ વાંચો >સ્તરબદ્ધ ખડકો
સ્તરબદ્ધ ખડકો : ભૂપૃષ્ઠમાં રહેલા કોઈ પણ પ્રકારના જૂના ખડકો પર થતી ધોવાણની ક્રિયા દ્વારા નીપજતા દ્રવ્યની કણજમાવટમાંથી તૈયાર થતા સ્તરવાળા ખડકો. તેમાં સેન્દ્રિય દ્રવ્ય પણ સામેલ થતું હોય છે. આ પ્રકારમાં સંશ્લેષિત (ઘનિષ્ઠ) તેમજ બિનસંશ્લેષિત (છૂટા કણનિક્ષેપ) દ્રવ્યનો સમાવેશ થઈ જાય છે. સ્તરબદ્ધ ખડકોનું તેમાં રહેલા દ્રવ્યના પ્રકાર તેમજ…
વધુ વાંચો >સ્તરભંગ (fault)
સ્તરભંગ (fault) ખડકોમાં ઉદભવતી તૂટવાની અને ખસવાની ઘટના. પૃથ્વીના પોપડામાં ઉત્પન્ન થતાં પ્રતિબળોની અસર જ્યારે ખડકો પર થાય છે ત્યારે તેમાં વિરૂપતા આવે છે. વિરૂપતા ગેડીકરણની કે ભંગાણ પ્રકારની હોઈ શકે છે. ખડકો બરડ હોય અને અસર કરતાં પ્રતિબળો વિરૂપણ (shear) પ્રકારનાં હોય ત્યારે સામાન્ય રીતે ખડકજથ્થા તેમની મૂળસ્થિતિ જાળવી…
વધુ વાંચો >સ્તરભંગ-ઉત્ખંડ (horst)
સ્તરભંગ-ઉત્ખંડ (horst) : બે સ્તરભંગને કારણે વચ્ચેના ભાગમાં ઉત્થાન પામેલો ખંડવિભાગ. ઉત્ખંડનાં પરિમાણ સ્થાનભેદે જુદાં જુદાં હોઈ શકે છે. સામાન્ય રીતે તેની લંબાઈ પહોળાઈ કરતાં વધુ હોય છે. ઉત્ખંડની લંબાઈ અને ઉપર તરફનું સ્થાનાંતર થોડા સેમી.થી માંડીને સેંકડો મીટર સુધીનાં હોઈ શકે છે. ઉત્ખંડની રચના ગુરુત્વ પ્રકારના સ્તરભંગોને કારણે થતી…
વધુ વાંચો >સ્તરભંગઘર્ષિત સપાટીઓ (slickensides)
સ્તરભંગઘર્ષિત સપાટીઓ (slickensides) : સ્તરભંગને કારણે અસરયુક્ત ખડકો પર ઉદભવતી સુંવાળી સપાટીઓ. ભૂસંચલનને કારણે સ્તરભંગ થાય ત્યારે ખડકોમાં ભંગાણ થાય છે અને ખડકવિભાગો સરકે છે. સ્તરભંગસપાટી પરના સ્તરો દબાણ હેઠળ એકબીજાના લગોલગ સંપર્કમાં રહીને ઘસાય છે. તેના કારણે સામસામી દીવાલો લીસી, સુંવાળી, રેખાંકિત કે સળવાળી બને છે. ઉદભવતાં રેખાંકનો ખસવાની…
વધુ વાંચો >સ્તરભંગ-થાળું
સ્તરભંગ-થાળું : સ્તરભંગને કારણે રચાતું થાળું. પૃથ્વીના પોપડાનો એવો વિભાગ જે તેની બંને બાજુઓ પર બે સ્તરભંગોથી બનેલી સીમાઓવાળો હોય, વચ્ચેનો ભાગ સરકીને ઊંડે ઊતરી ગયો હોય તથા આજુબાજુના બંને વિભાગો સ્થિર રહ્યા હોય કે ઉપર તરફ ઓછાવત્તા કે સરખા ઊંચકાયા હોય. બંને બાજુના સ્તરભંગ ઘણી લંબાઈ સુધી વિસ્તરેલા હોય…
વધુ વાંચો >સ્તરભંગ-બ્રેક્સિયા (Fault-breccia, Tectonic breccia)
સ્તરભંગ-બ્રેક્સિયા (Fault-breccia, Tectonic breccia) : સ્તરભંગક્રિયાથી ઉદભવેલો ખડકપ્રકાર. સ્તરભંગ થતી વખતે સ્તરભંગસપાટી પરની સામસામી ખડક-દીવાલો ઘસાઈને સરકે છે, ઘર્ષણથી ખડકો ભંગાણ પામે છે, ખડક ટુકડાઓ તૈયાર થાય છે, સાથે સાથે તૈયાર થતું સૂક્ષ્મ ખડકચૂર્ણ તે ટુકડાઓને સાંધે છે, અરસપરસ એકબીજામાં સંધાઈને જડાઈ જાય છે. આ રીતે તૈયાર થતો નવજાત ખડક…
વધુ વાંચો >સ્તરરચના (bedding stratification)
સ્તરરચના (bedding, stratification) : નિક્ષેપ-જમાવટથી તૈયાર થતા સ્તરસમૂહની ગોઠવણી. આ શબ્દ સ્તરવિદ્યાત્મક હોઈને જળકૃત સંરચનાઓ પૈકીનો એક પ્રકાર છે અને તે જળકૃત ખડકોનું પ્રથમ પરખ-લક્ષણ બની રહે છે. એક કરતાં વધુ સ્તર કે પડથી રચાતા સ્તરસમૂહની ગોઠવણીને સ્તરરચના અને તેનાથી બનતી સંરચનાને પ્રસ્તરીકરણ કહેવાય છે. સામાન્ય રીતે આ બંને પર્યાયો…
વધુ વાંચો >