ભૂસ્તરશાસ્ત્ર
સીમા-સ્તરભંગ (boundary fault)
સીમા–સ્તરભંગ (boundary fault) : ભૂસંચલનજન્ય ગેડપર્વતમાળાઓમાં રચનાત્મક સીમાઓ દર્શાવતો સ્તરભંગ. આ પ્રકારના સ્તરભંગો ઘણા કિલોમિટરની લંબાઈમાં વિસ્તરેલા હોય છે. અરવલ્લી, હિમાલય અને આલ્પ્સ જેવાં પર્વતસંકુલોમાં તે જોવા મળે છે અને ભૂસંચલનજન્ય ધસારા (thrust) સપાટી સહિત રચનાત્મક પ્રકારની સીમાઓ રચે છે. સિંધુથી બ્રહ્મપુત્ર સુધીની હિમાલયની સળંગ લંબાઈમાં દક્ષિણ તરફ તદ્દન બહાર…
વધુ વાંચો >સૂક્ષ્મ પોષકો
સૂક્ષ્મ પોષકો : વનસ્પતિ-પોષણ માટે અતિઅલ્પ પ્રમાણમાં જરૂરી ખનિજ-તત્વો. આ ખનિજ-તત્વો ઘણુંખરું ઉત્સેચકના ઘટક તરીકે કાર્ય કરે છે; કેટલીક વાર તે ઉત્સેચકની ક્રિયાશીલતા માટે કે અન્ય દેહધાર્મિક કાર્ય માટે આવશ્યક હોય છે. સામાન્યત: ખનિજ આવશ્યક તત્વોને વનસ્પતિપેશીમાં રહેલી તેમની સાપેક્ષ સાંદ્રતાને આધારે બૃહત્પોષકો (macronutrients) અને સૂક્ષ્મ પોષકોમાં વર્ગીકૃત કરવામાં આવે…
વધુ વાંચો >સૂક્ષ્મ સંરચનાઓ
સૂક્ષ્મ સંરચનાઓ : ખડકોમાં જોવા મળતી વિવિધ સંરચનાઓ. અગ્નિકૃત ખડકોમાં જોવા મળતાં કણરચના અને સંરચના જેવાં બે અગત્યનાં લક્ષણો વચ્ચે બધે જ અર્થનો સમજફેર પ્રવર્તે છે. કણરચના એ ખડકમાંનાં ખનિજકણોની અરસપરસની ગોઠવણી હોઈ તે ખડકની પરખ માટેનું એક વિશિષ્ટ સમાંગ લક્ષણ બની રહે છે; જ્યારે સંરચના એ ખડકનું આંતરિક ભૌમિતિક…
વધુ વાંચો >સૅડલ રીફ્સ (Saddle Reefs)
સૅડલ રીફ્સ (Saddle Reefs) : બખોલ-પૂરણીનો એક પ્રકાર. જ્યારે સ્લેટ અને ક્વાર્ટઝાઇટ જેવા નરમ અને સખત (દૃઢ) ખડકસ્તરો એક પછી એક ઉપર-નીચે ગોઠવાયેલા તેમજ ગેડીકરણ પામેલા જોવા મળે ત્યારે તે નિર્દેશ કરે છે કે તેમના ગેડીકરણ દરમિયાન તેમણે દાબનાં પ્રતિબળોની જુદી જુદી અસર ગ્રહણ કરી હોય છે; પરિણામે તેમના ઊર્ધ્વવાંકના…
વધુ વાંચો >સેન્ટ્રલ માઇનિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂશન ધનબાદ
સેન્ટ્રલ માઇનિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂશન, ધનબાદ : ભારત સરકારની વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદે સ્થાપેલ રાષ્ટ્રીય પ્રયોગશાળાઓમાંની એક. આ સંસ્થાની સ્થાપના 10મી મે, 1956માં કરવામાં આવી. આ સંસ્થામાં ખનનપ્રક્રિયાને સલામત, ઉત્પાદકીય, સસ્તી, બિનપ્રદૂષક તેમજ પર્યાવરણસંગત બનાવવા આવશ્યક સંશોધનનાં તથા વિકાસનાં કાર્યો હાથ ધરવામાં આવે છે. આ સંસ્થાનું મુખ્ય કાર્ય ખનિજ-સંલગ્ન ઔદ્યોગિક…
વધુ વાંચો >સોડાલાઇટ
સોડાલાઇટ : સોડાલાઇટ સમૂહ(સોડાલાઇટ, હૉયનાઇટ, નોસેલાઇટ અને લેઝ્યુરાઇટ)નું મુખ્ય ખનિજ. રાસા. બં. : 3NaAlSiO4·NaCl (3Na2Al2Si2O8·2NaCl); સિલિકા : 37.2 %; ઍલ્યુમિના : 31.6 %; સોડા 25.6 % અને ક્લોરિન : 7.3 % – જે મળીને કુલ 101.7 % થાય, પરંતુ (θ = 2Cl)ના 1.7 % બાદ કરતાં 100 % થઈ જાય…
વધુ વાંચો >સોનામા ગિરિનિર્માણ
સોનામા ગિરિનિર્માણ : પર્મિયન ભૂસ્તરીય કાળ દરમિયાન વાયવ્ય નેવાડા વિસ્તારમાં કૉર્ડિલેરન ભૂસંનતિના ઊંડા જળરાશિમાંથી ઉત્થાન પામેલી ગિરિનિર્માણ-ઘટના. વર્તમાન પૂર્વે અંદાજે 28 કરોડ વર્ષથી 22.5 કરોડ વર્ષ વચ્ચેના પ્રથમ જીવયુગના અંતિમ ચરણ પર્મિયન સમયગાળા દરમિયાન ગિરિનિર્માણની આ ઘટના બનેલી. આ ગિરિનિર્માણક્રિયાના બે સ્પષ્ટ પુરાવા આજે પણ જોવા મળે છે : (1)…
વધુ વાંચો >સોનામુખી
સોનામુખી : જુઓ મીંઢીઆવળ.
વધુ વાંચો >સોપસ્ટોન
સોપસ્ટોન : શંખજીરુંનું ખનિજ બંધારણ ધરાવતો ખડક અથવા અશુદ્ધ શંખજીરુંનું ઘનિષ્ઠ-દળદાર સ્વરૂપ. તેને સ્ટિયેટાઇટ પણ કહે છે. તેનો સ્પર્શ સાબુ કે તેલ જેવો મુલાયમ હોય છે. આ ખડક શ્વેતથી રાખોડી કે રાખોડી-લીલો હોય છે અને કઠિનતા ઓછી હોય છે, નખથી તેને ખોતરી શકાય છે. પેરિડોટાઇટ જેવા પારબેઝિક અગ્નિકૃત ખડકની મૂળ…
વધુ વાંચો >સોપાન-શિરા (Ladder-vein/Lode)
સોપાન-શિરા (Ladder-vein/Lode) : ખનિજીય કે ધાતુખનિજીય જમાવટનો બખોલ-પૂરણી પ્રકાર. ખનિજ કે ધાતુખનિજ શિરાઓ જ્યારે સીડીનાં સોપાનો સ્વરૂપે મળે ત્યારે તેમને સોપાન-શિરા કહે છે. પ્રાદેશિક ખડકોમાં પ્રવેશેલાં ડાઇક જેવાં અંતર્ભેદનો જ્યારે ઠરીને ઘનીભવન પામતાં હોય છે ત્યારે ડાઇકની દીવાલોની લંબ દિશામાં તડો, ફાટો કે સાંધાઓ વિકસે છે. જો ડાઇક ઊભી સ્થિતિમાં…
વધુ વાંચો >