ભૂસ્તરશાસ્ત્ર
ઇજનેરી ભૂસ્તરશાસ્ત્ર
ઇજનેરી ભૂસ્તરશાસ્ત્ર (engineering geology) : સિવિલ ઇજનેરી અને ભૂસ્તરશાસ્ત્રને સાંકળતી વિજ્ઞાનની વિશિષ્ટ શાખા. સિવિલ ઇજનેરીના વ્યવસાય માટે ઇજનેરી ભૂસ્તરશાસ્ત્રનું જ્ઞાન પાયાના જ્ઞાન તરીકે વિશ્વભરમાં સ્વીકારાયું છે. બંધ, જળાશય, ધોરી માર્ગો, પુલો અને બંદરોના બાંધકામ જેવી અગત્યની, વિશાળ અને ભારે સિવિલ ઇજનેરી પરિયોજનાઓ ખડકો અને માટી પર જ બાંધવાની હોય છે.…
વધુ વાંચો >ઈયોસીન રચના
ઈયોસીન રચના : પૅલિયોસીન પછીનો અને ઑલિગોસીન પહેલાંનો કાળ. પહેલાં તેના સૌથી પુરાણા કાળને ટર્શિયરી (tartiary) ગણવામાં આવતો હતો. આ મત પ્રમાણે ઈયોસીનનો ગાળો આજથી પૂર્વે. 5.35 કરોડ અને 3.8 કરોડ વર્ષોની વચ્ચેનો ગણાય. ટર્શિયરી યુગને મુખ્ય બે વિભાગોમાં વહેંચેલો છે : (1) પૅલિયોસીન, ઈયોસીન અને ઑલિગોસીનને આવરી લેતો નિમ્ન…
વધુ વાંચો >ઉકાઈ બંધ
ઉકાઈ બંધ : સૂરત જિલ્લાના સોનગઢ તાલુકામાં ઉકાઈ ગામ નજીક તાપી નદી પર આવેલો ગુજરાતના મોટા બંધો પૈકીનો બહુહેતુક બંધ. ભૌગોલિક સ્થાન : 21o 15′ ઉ. અ. અને 73o 36′ પૂ. રે.. તે તાપી નદી પરના કાકરાપાર આડબંધના સ્થળેથી પૂર્વ તરફ ઉપરવાસમાં 110 કિમી. અંતરે આવેલો છે. ભૂસ્તરીય રચનાઓ અને…
વધુ વાંચો >ઉગ્ર વળાંક (syntaxis)
ઉગ્ર વળાંક (syntaxis) : પર્વતમાળાઓનું કોઈ એક સ્થળે કેન્દ્રીકરણ થવું તે. કોઈ એક ઉપસ્થિતિવાળી પર્વતમાળા એકાએક વળાંક લઈ અન્ય ઉપસ્થિતિનું વલણ ધરાવે એવા લઘુકોણીય રચનાત્મક વળાંકને ઉગ્ર વળાંક કહી શકાય. હિમાલયમાં આ પ્રકારના ઉગ્ર વળાંક તેના વાયવ્ય અને ઈશાનમાં વિશિષ્ટપણે તૈયાર થયેલા જોવા મળે છે. હિમાલય ગિરિમાળાની ઉપસ્થિતિ (trend-line) સામાન્યપણે…
વધુ વાંચો >ઉચ્ચ સપાટ પ્રદેશ (plateau)
ઉચ્ચ સપાટ પ્રદેશ (plateau) : આજુબાજુના ભૂમિવિસ્તારની અપેક્ષાએ વધુ ઊંચાઈવાળા, વધુ પહોળાઈવાળા તેમજ સપાટ શિરોભાગવાળા ભૂમિઆકારનો એક પ્રકાર. ઉચ્ચ સપાટ પ્રદેશ તેના શિરોભાગમાં સમતલ તેમજ મેજઆકારના હોય છે અને તે સમુદ્રસપાટીથી 165 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતા હોય છે. ઉચ્ચ સપાટ પ્રદેશનો ઢોળાવ આજુબાજુના વિસ્તારની સરખામણીમાં વધુ હોય છે.…
વધુ વાંચો >ઉત્ક્ષેપ (upheaval)
ઉત્ક્ષેપ (upheaval) : પૃથ્વીના પોપડાનો કોઈ ભાગ આજુબાજુના વિસ્તાર કરતાં ઊંચે ઊંચકાઈ આવે તેવી પ્રક્રિયા. પૃથ્વીની સપાટી ઉપર વિવિધ પ્રાકૃતિક બળોનાં વિનાશાત્મક તેમજ રચનાત્મક કાર્યો સતત ચાલ્યાં કરે છે. આ ફેરફારોને કારણે એક પ્રકારનું અસંતુલન પેદા થાય છે. આને નિવારવા માટે ઊર્ધ્વ, ક્ષિતિજ-સમાંતર કે ત્રાંસી દિશામાં ભૂસંચલનની ક્રિયાઓ થાય છે.…
વધુ વાંચો >ઉલ્કા અને ઉલ્કાશ્મ
ઉલ્કા અને ઉલ્કાશ્મ (meteors and meteorites) : રાત્રિ દરમિયાન આકાશમાં જોવા મળતા તેજસ્વી લિસોટા અને પૃથ્વીના પટ પર પડેલી ઉલ્કાઓના ધાત્વિક કે પાષાણિક પિંડો. ઉલ્કા એ અંધારી રાત્રે દેખાતા પ્રકાશિત લિસોટા છે. લોકભાષામાં તેમને ‘ખરતા તારા’ (shooting stars) પણ કહે છે. ધાત્વિક કે પાષાણિક અવકાશી પિંડો પોતાના મૂળ સ્થાનેથી મુક્ત…
વધુ વાંચો >ઉષ્ણજળજન્ય નિક્ષેપો
ઉષ્ણજળજન્ય નિક્ષેપો (hydrothermal deposits) : મૅગ્માજન્ય જલ-બાષ્પથી પરિવર્તિત ખડકપેદાશો કે પરિવર્તિત ખનિજ અથવા ધાતુખનિજનિક્ષેપો. પૃથ્વીના પોપડાના ઊંડાણમાંથી ઊર્ધ્વ ગતિ કરતું ઉષ્ણજળ મૅગ્માજન્ય જ હોય તે જરૂરી નથી. અતિ ઊંચા તાપમાનવાળું જળ વધુ પડતું ક્રિયાશીલ બની જાય છે, તે સિલિકેટ ખનિજોનું વિઘટન કરવા તથા સામાન્યપણે અદ્રાવ્ય ગણાતાં ઘટક દ્રવ્યોને ઓગાળી નાખવા…
વધુ વાંચો >