ભૂસ્તરશાસ્ત્ર
ઑર્થોસિલિકેટ ખનિજો
ઑર્થોસિલિકેટ ખનિજો : સિલિકેટ ખનિજોનો એક વર્ગ. મૅગ્મામાંથી ઉદભવતાં ખનિજો મૅગ્માજન્ય ખનિજો અથવા આગ્નેય ખનિજો (pyrogenetic minerals) તરીકે ઓળખાય છે. મૅગ્માના બંધારણમાં ઑક્સિજન અને સિલિકોન વિપુલ પ્રમાણમાં રહેલાં તત્વો છે. પરિણામે અગ્નિકૃત ખડકોમાં મળી આવતાં ખનિજો મુખ્યત્વે સિલિકેટ અને સિલિકા છે. સિલિકા ઉપરાંત થોડાં અન્ય ઑક્સાઇડ ખનિજો પણ અગ્નિકૃત ખડકોમાં…
વધુ વાંચો >ઑર્બિક્યુલર સંરચના
ઑર્બિક્યુલર સંરચના : અગ્નિકૃત ખડકોમાં જોવા મળતી વિશિષ્ટ પ્રકારની સંરચનાનો ક્વચિત્ મળી આવતો એક વિરલ પ્રકાર. મુખ્યત્વે ગ્રૅનાઇટ કે ડાયોરાઇટ જેવા સંપૂર્ણ સ્ફટિકમય કણરચના ધરાવતા કેટલાક અંત:કૃત ખડકોમાં ક્યારેક આ સંરચના જોવા મળી જાય છે; એમાં તેનો મધ્યસ્થ ભાગ (nucleus) કોઈક આગંતુક ખડકનો બનેલો હોય અને તેની આજુબાજુ વિવિધ ખનિજીય…
વધુ વાંચો >ઑલિગોક્લેઝ
ઑલિગોક્લેઝ : પ્લેજિયોક્લેઝ ફેલ્સ્પાર વર્ગનું એક ખનિજ. રા. બં. mNaAlSi3O8 સાથે nCaAl2Si2O8. Ab90 – An10 – Ab70 An30; સ્ફ. વ. ટ્રાઇક્લિનિક; સ્વ. – ‘b’ અક્ષ ઉપર ચપટા બનેલા મેજઆકાર સ્ફટિક (જોકે અસામાન્ય) કે દળદાર, યુગ્મતા આલ્બાઇટ પ્રમાણે; રં. – રંગવિહીન, સફેદ, રાખોડી, કથ્થાઈ, રાતો, લીલો; સં. – બેઝલ પિનેકોઇડને સમાંતર;…
વધુ વાંચો >ઑલિગોસીન રચના (oligocene system)
ઑલિગોસીન રચના (oligocene system) : ટર્શ્યરી – તૃતીય જીવયુગના પાંચ વિભાગો પૈકીનો ઇયોસીન અને માયોસીન વચ્ચેનો ત્રીજા ક્રમમાં આવતો કાળગાળો અને તે સમય દરમિયાન રચાયેલી ખડક-સ્તરરચના. ઇયોસીન કાળના અંત વખતે બ્રિટિશ ટાપુઓ સહિત લગભગ આખાય યુરોપનો વિસ્તાર ટેથીઝ મહાસાગરની પકડમાંથી મુક્ત થતો જાય છે. માત્ર યુરોપના વાયવ્ય વિસ્તારમાં ઍન્ગ્લો-ફ્રાન્કો-બેલ્જિયન સમુદ્રી…
વધુ વાંચો >ઓલિવિન
ઓલિવિન (પેરિડોટ, ક્રાયસોલાઇટ) : ઓલિવિન વર્ગનું ખનિજ. રા. બં. : મૅગ્નેશ્યમ સમૃદ્ધ હોય તો ફૉર્સ્ટીરાઇટ અને લોહસમૃદ્ધિ હોય તો ફાયલાઇટ. સ્ફ. વ. – ઑર્થોરહૉમ્બિક; સ્વ. – દાણાદાર, દળદાર કે ડોમ અને પિરામિડથી બંધાયેલા સ્ફટિક; રં. – ઝાંખો લીલો, ઓલિવ-લીલો, રાખોડી-લીલો, કથ્થાઈ, ભાગ્યે જ પીળો, ફોર્સ્ટીરાઇટ સફેદ કે પીળો, ફાયલાઇટ કથ્થાઈ…
વધુ વાંચો >ઓલિવિન વર્ગ
ઓલિવિન વર્ગ : ફોર્સ્ટીરાઇટ, ક્રાયસોલાઇટ, હાયલોસિડેરાઇટ, હોર્ટોનોલાઇટ, ફેરોહોર્ટોનોલાઇટ અને ફાયલાઇટ જેવાં સિલિકેટ ખનિજોનો સમાવેશ કરતો ખનિજવર્ગ. ઓલિવિન વર્ગનાં ખનિજો મુખ્યત્વે Fe અને Mgનાં સિલિકેટ છે, અને જવલ્લે જ Mn કે Caના સિલિકેટ તરીકે મળી આવે છે. વધુમાં ઓલિવિન ખનિજો ઑર્થોસિલિકેટ અને અતૃપ્ત પ્રકારનાં છે. પરમાણુરચનાની ર્દષ્ટિએ આ ખનિજો નેસોસિલિકેટ છે;…
વધુ વાંચો >ઔદ્યોગિક હીરા
ઔદ્યોગિક હીરા : રત્ન તરીકે બિનઉપયોગી પણ શ્રેષ્ઠ કઠિનતાને કારણે ઉદ્યોગમાં કાપવાના, આકાર આપવાના અને પ્રમાર્જક (polishing) તરીકેના કાર્યમાં ઉપયોગી પ્રકારના હીરા. વિશ્વના હીરાના કુલ ઉત્પાદનનો 90 % જેટલો ભાગ ઔદ્યોગિક હીરાનો હોય છે. કુદરતમાં મળતા આવા હીરાના ત્રણ પ્રકારો છે : (1) સ્ફટિકમય અને વિદલનીય (cleavable) પણ રંગ તથા…
વધુ વાંચો >કડાપ્પા રચના
કડાપ્પા રચના (Cuddapah System) : આંધ્રના કડાપ્પા જિલ્લામાં આવેલ ખડકસમૂહથી બનેલી ભૂસ્તરીય રચના. ભારતીય ભૂસ્તરીય કાલગણના કોષ્ટકમાં પ્રી-કૅમ્બ્રિયન ખડક-રચનાઓની ગોઠવણીમાં તૃતીય ક્રમે અને પ્રાગ્જીવયુગની રચનાઓમાં પ્રથમ ક્રમે આવતી રચના. આંધ્રપ્રદેશનો કડાપ્પા જિલ્લો આ રચના માટેનો વિશિષ્ટ વિસ્તાર બનતો હોવાથી તેને ‘કડાપ્પા રચના’ નામ આપવામાં આવેલું છે. આ રચનાના ખડકો એપાર્કિયન…
વધુ વાંચો >કણજન્ય ખનિજનિક્ષેપો
કણજન્ય ખનિજનિક્ષેપો (detrital mineral deposits) : ખવાણ અને/અથવા ઘસારાની ક્રિયાઓ દ્વારા વિભંજન-વિઘટન પામીને ખડકોમાંથી છૂટા પડી તૈયાર થયેલા ખનિજકણોમાંથી બનતા નિક્ષેપો. જે ખનિજકણો વધુ ઘનતાવાળા હોય, સ્થાયી હોય અને ભૌતિક સન્નિઘર્ષણનો પ્રતિકાર કરી શકે એવા હોય તેમજ સંભેદવિહીન હોય તે પ્રમાણમાં ઓછી વહનક્રિયા પામી પાછળ રહી જાય છે અને અનુકૂળ…
વધુ વાંચો >કણજમાવટ
કણજમાવટ (sedimentation) : કણો દ્વારા થતી નિક્ષેપક્રિયા. ભૂપૃષ્ઠ પરના ખડક-ખનિજ જથ્થા પર સતત કાર્યરત રહેતાં ભૌતિક, રાસાયણિક, જીવરાસાયણિક ખવાણ, ઘસારો અને ધોવાણનાં પરિબળો દ્વારા તેમાંથી છૂટા પડતા નાનામોટા કદ અને આકારના ટુકડા તેમજ કણોની ગુરુત્વાકર્ષણ, પવન કે પાણી મારફતે વહનક્રિયા થઈને પાણીમાં કે ભૂમિ પરનાં અનુકૂળ સ્થાનોમાં એકત્રીકરણથી જમાવટ થાય…
વધુ વાંચો >