ભાલચન્દ્ર હાથી
રાસ્ના
રાસ્ના : એકદળી વર્ગમાં આવેલા ઑર્કિડેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Vanda tessellata Lodd. ex Loud. syn. V. roxburghii R. Br. (સં. રાસ્ના, અતિરસ, ભુજંગાક્ષી; હિં. બં. ક. તે. મ. રાસ્ના, વાંદા, નાઈ; ગુ. રાસ્ના) છે. તે ઉત્તર પ્રદેશથી પશ્ચિમ બંગાળ સુધી અને દક્ષિણમાં કેરળ સુધી થાય છે. તેનાં…
વધુ વાંચો >રાળ (resin)
રાળ (resin) : ખાસ કરીને કેટલીક ઈજાગ્રસ્ત વનસ્પતિઓ દ્વારા થતો ગુંદર જેવો ચીકણો પ્રવાહીમય સ્રાવ. તે મુખ્યત્વે વધારે ઊંચો અણુભાર ધરાવતાં બહુલકિત (polymerized) ઍસિડો, ઍસ્ટરો અને ટર્પેનૉઇડ સંયોજનોનું મિશ્રણ છે. તે પાણીમાં અદ્રાવ્ય અને ઇથેનૉલમાં દ્રાવ્ય છે. હવાના સંપર્કમાં આવતાં બાષ્પશીલ ઘટકો ઊડી જાય છે, અને ઈજાગ્રસ્ત વિસ્તારને રક્ષણ આપતો…
વધુ વાંચો >રુદ્રાક્ષ
રુદ્રાક્ષ : દ્વિદળી વર્ગમાં આવેલા એલિયોકાર્પૅસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Elaeocarpus ganitrus Roxb. syn. E. sphaericus (Gaertn.) K. schum. (સં., મ., તે., ત., ક., મલ., ગુ. રુદ્રાક્ષ) છે. તે પૂર્વ હિમાલયમાં નેપાળ, બિહાર, બંગાળ, આસામ અને ઉત્તરપ્રદેશ તથા મધ્યપ્રદેશ અને મુંબઈના વનપ્રદેશોમાં થાય છે. તે સદાહરિત મધ્યમ કદનું…
વધુ વાંચો >રેણુકા
રેણુકા : દ્વિદળી વર્ગમાં આવેલા પાઇપરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Piper wallichi Hand. Mazz. syn. P. aurantiacum Wall. ex DC.; P. arcuatum Blume (સં. હિં. બં. ક. રેણુકા; મ. રેણુકબીજ) છે. તે એક મજબૂત અરોમિલ આરોહી વનસ્પતિ છે. તેનાં પર્ણો ચર્મિલ અને 7.5 સેમી.થી 10.0 સેમી. લાંબાં હોય…
વધુ વાંચો >લજામણી (રિસામણી)
લજામણી (રિસામણી) : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના માઇમોઝોઇડી ઉપકુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Mimosa pudica Linn. (સં. લજ્જાલુ, રક્તમાદી; હિં. લાજવંતી, છુઈમુઈ; બં. લજ્જાવતી; મ. લાજરી, લાજાળુ; તે. મુનુગુડામારમુ; ત. તોટ્ટલશરંગિ; ક. લજ્જા; મલ. તોટ્ટનવાતિ; અં. સેન્સિટિવ પ્લાન્ટ, ટચ મી નૉટ) છે. તે ભૂપ્રસારી, ઉપક્ષુપ (under-shrub) અને 5૦…
વધુ વાંચો >લવિંગ
લવિંગ : દ્વિદળી વર્ગમાં આવેલા મિરટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Syzygium aromaticum (Linn.); Merrill & Perry syn. Caryophyllus aromaticus Linn.; Eugenia caryophyllata Thunb.; E. aromatica Kuntze (સં., મ., બં., ક., લવંગ; હિં. લોંગ; તે. લવંગા-મુચેટ્ટુ, લવંગામુલુ.; ત. કિરામ્બુ; મલ. કરાયામ્પુ, ક્રામ્બુ; અં. ક્લોવ ટ્રી) છે. તે પિરામિડ કે…
વધુ વાંચો >લસણ
લસણ : એકદળી વર્ગમાં આવેલા લિલિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Allium sativum Linn. (સં. રસોન, લશુન; હિં. લહસન; બં. રસુન; મ. લસુણ; ગુ. લસણ; ક. બીલ્લુલી; ત. મલ. વેળુળિ; તે. વેળુળી તેલ્લા – ગડ્ડા; અં. ગાર્લિક) છે. તે બહુવર્ષાયુ, સહિષ્ણુ (hardy) અને આશરે 60 સેમી. જેટલી ઊંચાઈ ધરાવતી…
વધુ વાંચો >લીંડીપીપર (પીપર)
લીંડીપીપર (પીપર) : દ્વિદળી વર્ગમાં આવેલા પાઇપરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Piper longum Linn. (સં., તે. પિપ્પલી; હિં. પીપર; બં. પિપુલ; ગુ. લીંડીપીપર, પીપર; મ. પિંપળી; ક. હિપ્પલી; ત., મલ. તિપ્પિલી; અં. ઇંડિયન લોંગ પેંપર) છે. તે એક નાજુક, સુગંધિત વેલ છે અને કાષ્ઠમય મૂળ ધરાવે છે. ભારતના…
વધુ વાંચો >વાંદો
વાંદો : દ્વિદળી વર્ગમાં આવેલા લોરેન્થેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Dendrophthoe falcata (Linn. F) Ettingshausen syn. Loranthus falcatus Linn f.; L. longiflorus Desr. (સં. વૃક્ષાદની, વંદાક; હિં. બાંદા; બં. પરગાછા, મોંદડા; મ. બાંડગુળ, કામરૂખ, બાંદે, બાદાંગૂળ; ગુ. વાંદો; ક. બંદનીકે; તે. બાજીનીકે, મલ. ઇથિલ) છે. તે એક મોટી…
વધુ વાંચો >