ભારતીય સંસ્કૃતિ
માતૃદેવી
માતૃદેવી : પ્રાચીન ભારતમાં પ્રચલિત માતૃશક્તિનું મૂર્તિસ્વરૂપ. ભારત ધર્મપરાયણ દેશ હોવાથી એમાં અનેક ધર્મસંપ્રદાયો તેમજ અનેકવિધ દેવી-દેવતાઓની ઉપાસના થતી જોવા મળે છે. પ્રાચીન કાલમાં પ્રકૃતિના દરેક તત્ત્વમાં જોવા મળતી વિશિષ્ટ શક્તિને કોઈ દેવતા-સ્વરૂપે ગણવામાં આવતી. આમાં માતૃ-દેવતાની કલ્પના જગતમાં વધુ પ્રાચીન હોવાનું જણાય છે. ભારતમાં પણ શક્તિને માતૃસિદ્ધાંત સાથે સાંકળવામાં…
વધુ વાંચો >માધવદાસજી
માધવદાસજી (જ. 1806; અ. 1921) : યોગીકોટિના પરમહંસ સંત. પૂર્વ બંગાળમાં નવદ્વીપ (નદિયા) પાસેના કોઈ ગામે મુખોપાધ્યાય બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા માધવદાસજીએ પ્રાથમિક શિક્ષણ પોતાના ગામમાં અને માધ્યમિક શિક્ષણ કોલકાતાની એક મિશનરી શાળામાં લીધું હતું. વયસ્ક થતાં તેમનાં લગ્ન લેવાયાં ત્યાં અચાનક તેમનાં માતાનું અવસાન થતાં લગ્ન મુલતવી રહ્યું અને લગ્નની…
વધુ વાંચો >માન્યખેટ
માન્યખેટ : દખ્ખણમાં રાષ્ટ્રકૂટ વંશના સમ્રાટ અમોઘવર્ષે (ઈ. સ. 814–878) બાંધેલી રાજધાની. માન્યખેટ માટે કેટલાક ઇતિહાસકારો ‘માલખેડ’ અથવા ‘માલખેળ’ લખે છે. એ મૂળ શબ્દનું રૂપાંતર થઈ ગયેલું છે. આરબ પ્રવાસીઓએ તેને માટે ‘મોંગીર’ નામ લખ્યું છે. હાલમાં આંધ્રપ્રદેશના ગુલબર્ગ જિલ્લામાં માલખેડ આવેલું છે. માળવાના પરમાર વંશનો રાજા સિયક રાષ્ટ્રકૂટ પ્રદેશો…
વધુ વાંચો >માયાદેવી
માયાદેવી : ગૌતમ બુદ્ધનાં માતા. એ દેવદહ શાક્યના પુત્ર, દેવદહના શાક્ય અંજનનાં અને જયસેનનાં પુત્રી યશોધરાનાં પુત્રી હતાં. એ કુટુંબ પણ શાક્ય જાતિનું હતું, પરંતુ તેની કોલિય નામે ભિન્ન શાખા હતી. એમને દણ્ડપાણિ અને સુપ્પ બુદ્ધ નામે બે ભાઈઓ હતા ને મહાપ્રજાપતિ નામે એક બહેન હતી. બંને બહેનોને કપિલવસ્તુના શાક્ય…
વધુ વાંચો >મહિષ્મતી
મહિષ્મતી : જુઓ મહેશ્વર.
વધુ વાંચો >માંડુક્યોપનિષદ
માંડુક્યોપનિષદ : જુઓ ઉપનિષદ
વધુ વાંચો >મિથિલા
મિથિલા : રાજા જનકના વિદેહ જનપદની રાજધાની. અધ્યાત્મજ્ઞાન માટે સુપ્રસિદ્ધ રાજા જનક વૈદેહી વિદેહ જનપદ પર રાજ્ય કરતા હતા. આ જનપદ લગભગ ઉત્તર બિહારમાંના હાલના તિરહુતના સ્થાનમાં આવેલું હતું. એનો ઉલ્લેખ વેદસંહિતાઓમાં ઉપલબ્ધ નથી, પરંતુ જાતક-કથાઓમાં તથા રામાયણ-મહાભારતમાં એના વારંવાર નિર્દેશ આવ્યા કરે છે. પ્રાચીન મિથિલા નગરીને હાલના જનકપુર તરીકે…
વધુ વાંચો >મુકુંદદાસ
મુકુંદદાસ (જ. 1648, સૂરત; અ. 1718, ઉદયપુર, રાજસ્થાન) : પ્રણામી પંથના સંત કવિ. પિતાનું નામ રાઘવદાસ અને માતાનું નામ કુંવરબાઈ. વૈષ્ણવ શ્રેષ્ઠી પરિવારમાં જન્મ થયો હોવા છતાં બાળપણથી જ વિરક્તવૃત્તિ ધરાવતા મુકુંદદાસે સ્થાનિક પાઠશાળામાં સંસ્કૃતનો ઊંડો અભ્યાસ કર્યો. તેઓ વેદો, ઉપનિષદો, પુરાણો અને દર્શનશાસ્ત્રોનો ગહન અભ્યાસ કરી સૂરતના વિદ્વાનોમાં પંકાયા.…
વધુ વાંચો >મુગટરામજી મહારાજ
મુગટરામજી મહારાજ (જ. 21 એપ્રિલ 1874, મંજુસર, તા. સાવલી; અ. 14 એપ્રિલ 1924, મંજુસર) : ગુજરાતના સિદ્ધકોટિના સનાતની સંતપુરુષ. પિતા આદિતરામ, માતા દિવાળીબા. નાદેરા બ્રાહ્મણ પરિવારમાં જન્મ. મામા દાજીરામ જાની સિદ્ધપુરુષ હતા અને મંજુસરના મહાત્મા તરીકે પંકાયા હતા. મુગટરામ મામા પાસે રહી ભણ્યા અને તેમને જ સદગુરુ માની તેમની ખૂબ…
વધુ વાંચો >મુલતાન
મુલતાન :પાકિસ્તાનના પશ્ચિમ પંજાબના નૈર્ઋત્ય ભાગમાં આવેલા જિલ્લાનું શહેર. તે ધર્મગુરુઓના શહેર તરીકે પણ ઓળખાય છે. ભૌગોલિક સ્થાન : 30 11´ ઉ. અ. અને 71 28´ પૂ. રે. તે ચિનાબ (ચંદ્રભાગા) નદીને કાંઠે સ્થિત છે. આ શહેરનો વિસ્તાર 560 ચો. કિમી. જ્યારે તેની મહત્તમ ઊંચાઈ 153 મીટર છે. પાકિસ્તાનનાં મોટાં…
વધુ વાંચો >